________________
નવકારમંત્ર આત્માની યાદ આપે છે. શુભ-અશુભ પ્રસંગો, જેવાં કે જન્મ-મરણ, સંપત્તિ-વિપત્તિ, સારા-નરસા બનાવો એ બધા કર્મકૃત છે, એમ માની તેવા સમયે નિશ્ચળ મનથી નમસ્કારસ્મરણ અથવા બીજા શબ્દોમાં કહીએ તો આત્મસ્મરણ કરવું જરૂરી છે.
નમસ્કારમંત્રને મહાશ્રુતસ્કંધ અથવા સર્વશ્રુતસ્કંધોમાં વ્યાપ્ત કહેલો છે, તેનું કારણ સર્વશ્રુતસ્કંધ આત્મજ્ઞાનને અર્થે છે.
તે જ્ઞાન નમસ્કારમંત્ર સ્પષ્ટપણે કરાવે છે. જ્ઞાનની સાથે શ્રદ્ધા અને રમણતા જોડાયેલાં છે. સઘળાં શાસ્ત્રોનો સાર આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણતા છે.
તે ત્રણેયનો હેતુ નમસ્કારમંત્ર છે, તેથી તેને વિધિપૂર્વક, એકાગ્રતાથી, દઢશ્રદ્ધા અને આદરસહિત ગણવો જોઈએ.
દઢશ્રદ્ધા, સૂક્ષ્મ સમજ અને તીવ્ર ઉપયોગ વડે તેને ગણવાથી ભાવતુષા-સુધા શમી જાય છે, ફુરસદના વખતનો સદુપયોગ થાય છે. માનવજન્મના અમૂલ્ય સમયને સફળતાપૂર્વક પસાર કરવા માટે નવકાર એક નિઃસ્વાર્થમિત્રની ગરજ સારે છે. નવકાર અને નપદનો ભાવાર્થ
આ દુનિયા એ માત્ર જડપદાર્થોનું સંગ્રહસ્થાન નથી, પરંતુ એમાં સંતપુરુષોની કરુણાનો અખ્ખલિતપ્રવાહ પણ વહી રહ્યો છે. તેમાં જ્યારે જીવ ભાવથી ઓતપ્રોત થાય છે ત્યારે તે ભાવ અલ્પકાળમાં જ સાકાર બને છે.
પરહિત કાજે મન-વચન-કાયાનો જે સદુપયોગ થાય છે તે સંતોની મહાકરુણાના પ્રત્યુપકારનો એક લેશ છે, કૃતજ્ઞતાગુણના પાલનનું એક પ્રતીક છે.
આત્મૌપમ્પ, પરમાત્મૌપમ્ય અને સર્વાત્મૌપમ્પ જ્યારે સંમીલિત થાય છે ત્યારે તેમાંથી એક મહાસમાધિ ઉત્પન્ન થાય છે, તેનું જ નામ નવપદ અને નવકાર છે. નિર્વિકલ્પચિન્માત્ર સમાધિનો અનુભવ જેને કરવો હોય, તેને નવકાર અને નવપદો પરમઆલંબન પૂરું પાડે છે. નવકારમાં અધ્યાત્માદિ રોગો
જપ એ અધ્યાત્મ છે, કેમ કે તેનો પ્રારંભ સૂક્ષ્મ એવી ભાષાવર્ગણાના અવલંબનથી થાય છે. ભાષા, મન અને કર્મ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. તે બધાને આવરી લેવાની શક્તિ વર્ણાત્મક મંત્રજપની વિધિયુક્ત આરાધનામાં રહેલી છે, તેથી ઈષ્ટદેવતાની સ્તુતિરૂપ નવકારમંત્રના જાપથી અધ્યાત્મનો પ્રારંભ થાય છે.
મંત્રથી વિષાપહાર જેમ પ્રત્યક્ષપણે થાય છે. તેમ ઈષ્ટનામમંત્રના જાપ વડે ભાવ વિષ-મિથ્યાત્વ-કપાયાદિ વિષનો અપાર થાય છે.
જપ પછી ઔચિત્યાલોચન એ બીજું અધ્યાત્મ છે. તેમાં વિશિષ્ટ કોટિની ભૂમિકામાં આગળ વધવા માટે પોતાની યોગ્યતાને તપાસવાની હોય છે. યોગવિશુદ્ધિ, જનશ્રુતિ, નિમિત્તશુદ્ધિ આદિ લિંગો વડે તેની પરીક્ષા થાય છે. તે પૂર્વક થયેલું ધર્મારાધન નિર્વઘ્નપણે પાર ઊતરે છે.
ત્રીજું અધ્યાત્મનું અંગ આત્મસંપ્રેષણ છે. દુષ્કતગહદિ વડે આત્મશુદ્ધિ એ તેનો વિષય છે અને એનો જ વિસ્તાર પછી વાદિવંદન, પ્રતિક્રમણ અને મૈથ્યાદિ ભાવોનું સંવેદન કરવું તે છે. તે અનુષ્ઠાનો વડે શરણગમનાદિ સહેલાઈથી થઈ શકે છે. શ્રી નવકારમાં નવરસાનુભૂતિ
નવકારમાં જે પરમેષ્ઠિઓને નમસ્કાર કરવામાં આવે છે. તેઓ શાન્તરસથી ભરપૂર છે. કેમ કે તેઓ N૩
ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ
૩૨
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org