SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વને દુઃખમય, પાપમય, અજ્ઞાનમય અને શુભાશુભકર્મમય જુએ છે. એટલું જ નહીં પણ શુભાશુભકર્મને જીતવા માટે ધર્મમય, વિવેકમય, સમતામય અને સ્નેહમય જીવન જીવે છે તથા તેના ફળરૂપે પૂર્ણમય પરમાત્મપદને અનુભવે છે. આત્મા નિશ્ચયદષ્ટિથી પૂર્ણ છે' એ વિચાર તૃષ્ણાનો ક્ષય કરે છે અને આત્માને શાન્તરસમાં સદાને માટે ઝિલાવે છે. નવકારમાં નવરસો ભરેલા છે, પરંતુ તે રસો શુદ્ધ હોય છે અર્થાત્ વિકારને શમાવનારા અને નિર્વિકારપદ અપાવનારા હોય છે. શાસ્ત્રમાં વર્ણવેલી અનિત્યાદિ બાર ભાવનાઓ તથા મૈત્યાદિ ચાર ભાવનાઓ શાન્તરસના વિભાવ-અનુભાવરૂપ બનીને વૈરાગ્ય અને વાત્સલ્યરસને પોષે છે. પહેલી છ ભાવના વૈરાગ્યરસને પોષે છે. શુભાશ્રવ, સંવર અને નિર્જરાભાવના ધર્મરસને પોષે છે. ધર્મભાવના, લોકસ્વરૂપભાવના અને બોધિદુર્લભભાવના આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણને વિકસાવે છે તથા મૈથ્યાદિ ચાર ભાવના મુખ્યત્વે વાત્સલ્યભાવને વિકસાવે છે. જો જોતાં આવડે તો સંસારમાં પણ નવકારની જેમ ભિન્ન ભિન્ન દષ્ટિએ (નવ) રસો રહેલા છે. ૧. દુઃખદૃષ્ટિએ સંસાર કરુણરસથી ભરપૂર છે. ૨. પાપદષ્ટિએ સંસાર રૌદ્રરસથી ભરપૂર છે. ૩. અજ્ઞાનદષ્ટિએ સંસાર ભયાનકરસથી ભરપૂર છે. ૪. મોહદષ્ટિએ સંસાર બીભત્સ અને હાસ્યરસથી ભરપૂર છે. ૫. સજાતીયદષ્ટિએ સંસાર સ્નેહરસથી ભરપૂર છે. દ. વિજાતીયદષ્ટિએ સંસાર વૈરાગ્યરસથી ભરપૂર છે. ૭. કર્મદષ્ટિએ સંસાર અભુતરસથી ભરપૂર છે. ૮. ધર્મદષ્ટિએ સંસાર વીર અને વાત્સલ્યરસથી ભરપૂર છે. ૯. આત્મદષ્ટિએ સંસાર સમતારસથી ભરપૂર છે. ૧૦. પરમાત્મદષ્ટિએ સંસાર ભક્તિરસથી ભરપૂર છે. ૧૧. પૂર્ણદષ્ટિએ સંસાર શાન્તરસથી ભરપૂર છે. ૧૨. વ્યાપકદષ્ટિએ બધા રસની સમાપ્તિ શાન્તરસમાં થાય છે. જેમ સૂર્યના શ્વેતવર્ણમાં સાતેય વર્ણ હોય છે, તેમ તૃષ્ણાક્ષયરૂપ શમરસ-સ્થાયીભાવ વિભાવ-અનુભાવ સંચારીભાવ પામીને શાન્તરસમાં પરિણમી જાય છે. નવકારમાં નવતત્વો “અરિહંત' અને “સિદ્ધ' મોક્ષતત્ત્વસૂચક છે. “આચાર્ય' “ઉપાધ્યાય અને “સાધુ સંવર-નિર્જરાતત્ત્વસૂચક છે. આશ્રવનિરોધ તે સંવર છે, બંધપ્રતિપક્ષી તે નિર્જરા છે. “એસો પંચ નમુક્કારો” પુણ્યતત્ત્વને ઓળખાવે છે. સવ્વપાવપ્પણાસણો' પાપતત્ત્વને ઓળખાવે છે. અનુપ્રેક્ષાકિરણ ૪ (૩૭૩ IN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy