________________
કાળ સુધી જે દેવલોકનું પાલન કરે છે, તે સઘળું સભાવગર્ભિત પંચનમસ્કારની થયેલી આરાધનાની લીલાનો જ એક લવ છે એમ જાણો. ૩૩ થી ૪૭ उड्ढाहोतिरियतिलोगरंगममंमि अइसयविसेसो । दव्यं खित्तं कालं भावं च पुडुच्च चुनकरो ॥४८॥ दीसइ सुणिजए वा जो कोऽवि हु कह वि कस्स वि जणस्स । सबोऽवि सो नमुक्कारसरणमाहप्पनि'फन्नो ॥४९॥
ઊર્ધ્વ, અધો અને તિરછસ્વરૂપ ત્રણલોકરૂપી રંગમંડપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રયીને જે કોઈને જે કાંઈ આશ્ચર્યજનક અતિશય વિશેષ દેખાય છે અથવા સંભળાય છે, તે સર્વ પણ નમસ્કારના સ્મરણનો જ એક મહિમા જાણવો. ૪૮-૪૯ जलदुग्गे थलदुग्गे पव्वयदुग्गे मसाणदुग्गे वा । अन्नत्थ वि दुग्गपए ताणं सरणं नमुक्कारो ॥५०॥
જલદુર્ગને વિષે, સ્થલદુર્ગને વિષે, પર્વતદુર્ગને વિષે, સ્મશાનદુર્ગને વિષે અથવા અન્યત્ર પણ દુર્ગ એટલે કષ્ટપદને વિષે એક નવકાર જ ત્રાણ અને શરણ છે. ૫૦ वसि(सी)यरणुच्चाडणथोभणेसु सुइखोभर्थभाईसु । एसुच्चिय पच्चलओ तहा पउत्तो नमुक्कारो ॥५१॥
વશીકરણ, ઉચ્ચાટન, પ્રસૂતિ, ક્ષોભ અને સ્તંભન આદિ કાર્યોને વિષે વિધિપૂર્વક પ્રયુક્ત થયેલો નવકાર જ સમર્થ છે. ૫૧ मंतंत्तरपारद्घाई जाई कजाई ताई सव्वाइं (वसमेइ) । ताणं चिय नियसुमरणपुवारद्धाण सिद्धिकरो ॥५२॥
અન્યમંત્રોથી પ્રારંભેલાં જે કાર્યો વશ થયાં નથી, તે સર્વ પણ નવકારના સ્મરણપૂર્વક પ્રારંભેલાં હોય તો શીઘ સિદ્ધ થાય છે. પર ता सयलाओ सिद्धिओ मंगलाई च अहिलसंतेणं । सव्वत्थ सया सम्म चिंतेयवो नमुक्कारो ॥५३॥
તે કારણે સકલસિદ્ધિઓ અને મંગલોને ઇચ્છતા આત્માએ સર્વત્ર સદા સમ્યફ પ્રકારે નવકારને ચિત્તવવો. જોઈએ. ૫૩ जागरणसुयणछीयणचिट्ठणचंकमणखलणपडणेसु । एस किर परममंतो अणुसरियबो पयत्तेणं ॥५४॥
જાગતાં, સૂતાં, છીંકતાં, બેસતાં, ઊઠતાં, ઊભા રહેતાં, ચાલતાં, ખૂલના પામતાં, કે નીચે પડતાં આ પરમ મંત્રને જ નિશ્વે અનુસરવો જોઈએ-વારંવાર સ્મરણ કરવો જોઈએ. ૫૪ जेणेस नमुक्कारो पत्तो पुन्नाणुबंधिपुन्नेणं । नारयतिरियगइओ तस्सावस्सं निरूद्धाओ ॥५५॥
નવકારને પ્રાપ્ત કરનાર પુણ્યાનુબંધી પુણ્યવાળા આત્માની નરક અને તિર્યંચગતિઓ અવશ્ય રોકાઈ ગઈ છે. ૫૫ न पुनरूत्तं पावइ कयाइ किर अयसनीयगुत्ताइं । जम्मंतरेऽवि दुलहो तस्स न एसो नमुक्कारो ॥५६॥
વળી કહ્યું છે કે આ નવકાર જેણે ભાવથી પ્રાપ્ત કર્યો છે, તેને ફરીથી અપયશ અને નીચ ગોત્રાદિની પ્રાપ્તિ થતી નથી. તથા જન્માંતરમાં પણ તેને આ નવકારની પ્રાપ્તિ દુર્લભ થતી નથી. પs जो पुण सम्मं गुणिउं नरो नमुक्कारलक्खमक्खंडं । पुएइ जिणं संघ बंधइ तित्थयरनामं सो ॥५७॥
વળી જે મનુષ્ય એક લાખ નવકારને અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વરદેવ અને સંઘની પૂજા કરે તે તીર્થંકર નામકર્મને બાંધે છે. ૫૭ हुंति नमुकरपभावओ य जम्मतरेऽवि किर तस्स । जाइकुलरूवारूग्गसंपयाओ पहाणाओ ॥५८॥
૪૪૬
४४६
ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org