________________
જ્ઞાન બીજાને જાણવા માટે છે, ભાવના પોતાને સુધારવા માટે છે.તમામ જગત ને જાણ્યા પછી પણ પોતાની જાતને સુધારવાની ભાવના ન જાગે તો તે જ્ઞાન વડે શું? પોતાની જાતને સુધારવા માટે નમસ્કારભાવ, ક્ષમાપનાભાવ, સકલસર્વ હિતનો કે તેના અનુમોદનનો ભાવ લાવ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેથી જ શ્રી નમસ્કાર મહામંત્રને સકલ આગમમાં પ્રથમ અને પ્રધાન સ્થાન આપ્યું છે. ચૂલિકા સહિત તેને મહાદ્યુતસ્કંધ કહ્યો છે. પ્રથમ કે પ્રધાનસ્થાન એટલા માટે કે તેમાં ભવ્યત્વપરિપાક કરવાનાં સઘળાં સાઘનો એક સાથે ગૂંથી લેવામાં આવ્યાં છે. જીવને કર્મના સંબંધમાં આવવાની અનાદિયોગ્યતારૂપ સહજભાવમલને ઘટાડવા માટે જરૂરી સઘળી સામગ્રીનું સેવન એક સાથે તેના વડે થઈ જાય છે.
પાપને પ્રશંસવાથી, ઘર્મને નિંદવાથી અને પરમશ્રદ્ધેય તથા અનન્ય શરણભૂત અરિહંતાદિ ચારને નહિ નમવાથી, અનન્યભાવે તેમના શરણે નહિ રહેવાથી અને તેમના સિવાય અશરણભૂત એવા સમગ્ર સંસારને ભરોસે-શરણે રહેવાથી જીવની અપાત્રતા, અયોગ્યતા અને ભવભ્રમણશક્તિ વધે છે, તેનાથી વિરુદ્ધ પાપને નિંદવાથી, ધર્મને પ્રશંસવાથી અને અનન્યભાવે અરિહંતાદિ ચારના શરણે રહેવાથી મુક્તિગમન યોગ્યતા વધે છે, સદ્ગુણ વિકાસ અને સદાચાર નિર્માણ આપોઆપ થવા લાગે છે.
શ્રી નવકારમાં ‘નમો’ પદ દુષ્કૃતગઈ અર્થમાં, ‘હું પદ સુકૃતાનુમોદન અર્થમાં અને “તાનું પદ શરણગમન અર્થમાં છે. અથવા મહાશ્રુતસ્કંધના પ્રથમ પાંચ પદ ચતુર શરણગમન અર્થમાં અને ચૂલિકાના પહેલાં બે પદ દુષ્કૃતગર્તા અર્થમાં અને છેલ્લાં બે પદ સુકૃતાનુમોદન અર્થમાં કહ્યાં છે.
એ રીતે ભાનપૂર્વક ( conselously ) અને ભાવપૂર્વક (Devotionally ) નમસ્કારનું સ્મરણ તથા રટણ સતત થતું રહે તો જીવને ભાવઘર્મની સિદ્ધિ થાય છે– ભાવધર્મની સિદ્ધિ માટેનાં ચાર અંગો કહ્યાં છે, તેથી તેમાં સુંદર વિકાસ થાય છે. કહ્યું છે કે -
'रत्नत्रयधरेष्वेका भक्ति स्तत्कार्यकर्म च । शुभैकचिन्ता संसारजुगुप्सा चेति भावना ॥१॥
ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર, પ્રથમ પર્વ
(કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિવિરચિત) (૧) રત્નત્રયધરને વિષે અનન્ય ભક્તિ, (૨) તેમની સેવા, (૩) સર્વને માટે શુભની જ એકચિત્તા તથા (૪) ચતુર્ગતિરૂપ અથવા ચાર કષાયરૂપ સંસારની ગુપ્સા, એ ભાવધર્મનાં ચાર અંગો છે. ભાવધર્મનાં આ ચારે અંગો શ્રી નમસ્કાર મહામંત્રના આરાઘન વડે વિકસે છે તેથી ધર્મના અર્થી જીવમાત્ર માટે તેનું આરાઘન-આલંબન અનિવાર્ય છે.
આવા શ્રેષ્ઠ નમસ્કાર મહામંત્રને ચૌદપૂર્વનો સાર કહ્યો છે એની ઝાંખી કરાવતા પદાર્થોને અહિ જુદીજુદી રીતે વિવિધ અપેક્ષાઓપૂર્વક જણાવ્યા છે.
આગમો તથા પ્રકરણગ્રંથોના અનુસારે નમસ્કારના મહિમાને જણાવીને એનું અર્થગાંભીર્ય જણાવવા દ્વારા વિશિષ્ટતા પ્રગટ કરી છે.
ઉપરાંત નય-નિપાથી નમસ્કાર કેવી રીતે મહાન અને મુખ્ય છે તે આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે. એવા નમસ્કારના ચિંતનનાં પઠન દ્વારા આપણે સૌ નમસ્કારમય બનીએ એ જ અભ્યર્થના.
“શુમં ભવતુ સર્વેષાં”
- પ. ભદ્રકવિજયજી ગણિવર
ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ
[ 24 AM
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org