________________
જન્મથી માતાને ધન્ય બનાવ્યાં, દિક્ષા સ્વીકારથી ગુરુને ધન્ય બનાવ્યા, દીક્ષાના પાલનથી શાસનને ધન્ય બનાવ્યું,
દીક્ષાઓ આપીને શિષ્યોને ધન્ય બનાવ્યા, * સાધનામય જીવન જીવીને આત્માને ધન્ય બનાવ્યો
અને આરાધનામાર્ગ આપીને અનેકને ધન્ય બનાવ્યા. ધન્ય હો...ધન્ય હો...આપને.... આપ અજાતશત્રુ ઠર્યા, અરિહંતભાવની પરિણતિથી... સમતામૂર્તિ ઠર્યા, સિદ્ધપદની સાધનાથી... અધ્યાત્મમૂર્તિ કહેવાયા, આત્માના સતત અનુસંધાનથી. આપની વિદાયથી શ્રી ચતુર્વિધસંધમાં, સમુદાયમાં અને શાસનમાં ન પુરાય તેવી ખોટ પડી. આપે પચાસ વરસ સુધી સંયમનું સામ્રાજ્ય ભોગવ્યું. ભવ્ય જીવોનાં યોગક્ષેમને કરતા આપ ચાલ્યા...ગયા.. છતાં...આપ નથી...એમ તો કેમ કહેવાય....? પ્રાણ થકી પ્યાર હે ગુરુદેવ...!
આપ જન્મ્યા પાટણમાં, જીવ્યા જગતમાં, આપનો જન્મ પાટણમાં, દીક્ષાનું પ્રથમ ચાતુર્માસ પાટણમાં, દીક્ષાનું અંતિમ ચાતુર્માસ પાટણમાં, દેહવિલય પાટણમાં અને અંતિમ અગ્નિસંસ્કાર પણ પાટણમાં...!
તીર્થભૂમિ પાટણે આપની આખરી વિદાયનું એક પવિત્ર આલંબન પામને પોતાની પવિત્રતામાં વધારો કર્યો અને ભાવિક આત્માઓને પવિત્ર થવા માટેનું એક વધુ આલંબન પૂરું પાડયું. તે પૂજ્યશ્રીના
* ભાલમાં ભવ્યતા, * નયનોમાં દિવ્યતા,
હૈયે અને વચનમાં કોમળતા, પગલામાં પવિત્રતા, વ્યવહારમાં સમતા, આત્મામાં તલ્લીનતા, * દષ્ટિમાં શીતળતા, * પ્રકૃતિમાં પ્રસન્નતા અને
* સ્વભાવમાં શાંતતા હતી. તો એમના જીવન દ્વારા ઉપદેશ આપનાર આત્મદષ્ટા એવા આ મહાપુરુષની
* આંખમાં અમૃત હતું, * વાણીમાં મધુરતા હતી, * દષ્ટિ ગુણગ્રાહી હતી, * હૈયે સહુનું હિત થાય તેવું હેત હતું,
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
0 18
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org