________________
મંત્રાધિરાજ - માહાસ્ય
સાગરનું માપ નીકળી શકે છે. ચિંતામણી રત્નની મૂલવણી થઈ શકે તેમ છે....
જ્યારે શ્રી જિનશાસનના સાર રૂપ શ્રી નવકારનું માપ કે મૂલ્ય થઈ શકે તેમ નથી. ગુણમાં તે અમાપ છે. મૂલ્યમાં અણમોલ છે.
તેમ છતાં તેના પર પ્રભાવને આત્મસાત્ કરવા માટે બાળજીવોને શ્રી નવકારનું ઘેલું લગાડવા માટે ઉપકારક મહર્ષિઓએ તેને વિશિષ્ટ કોટિની અનેક ઉપમાઓ વડે નવાજ્યો છે.
શ્રી નવકાર એ સારની પોટલી છે... ફૂલનો સાર અત્તર છે. દૂધનો સાર ઘી છે... પણ અત્તર અને ઘી આત્માને કામમાં નથી આવતા..
જ્યારે શ્રી નવકારના સારની પ્રાપ્તિ તો જીવને શિવ બનાવે છે..
શ્રી નવકારને શરૂથી લો, વચ્ચેથી લો કે છેડેથી લો. તેમાં સાર, સારને સાર જ છે. શેરડીના સાંઠાનો છેડે તો હજી યે કડવાશવાળો યા ફીક્કો લાગે છે. પણ શ્રી નવકારના પ્રત્યેક અક્ષરમાંથી અમૃતની મીઠાશ ઝરે છે...
ત્રણ જગતમાં સારભૂત જે કાંઈ છે તેનો સાર શ્રી નવકાર છે... સંસાર અસાર છે.. મુક્તિ સાર છે. અને તેનો સાર શ્રી નવકાર છે...
માટે શ્રી નવકારના માત્ર એક અક્ષરમાં જીવ જાય છે તો પણ ઓછામાં ઓછા સાતસાગરોમનાં પાપ કપાય છે. કારણકે અસારનો ક્ષય કરવો એ તેનો સ્વભાવ છે.
અસાર, તે કે જે આત્મા માટે કશા કામનું નથી. કહેવાય છે કે સાચાં મોતી વાટીને તેનો લેપ કરવાથી શરીરને સુખદ શીતળતાનો અનુભવ થાય છે.
આ હકીકતને અપવાદ છે. જ્યારે શ્રી નવકાર તો નિરપવાદપણે એવા શરણાગતને પરમ શાંતિનો અનુભવ કરાવે છે..
ત્રણ જગતના, ત્રણ કાળના સર્વ શ્રેષ્ઠ આત્માઓમાં પણ શ્રેષ્ઠ એવા શ્રી પંચ પરમેષઅઠિ ભગવંતોના સર્વશ્રેષ્ઠ ગુણોનો સાર - તે શ્રી નવકાર છે.
શ્રી નવકારના પ્રત્યેક અક્ષરમાં તે સાર જ છે..
ઉત્તમ એવો ઘેબર પણ જીભ બગડેલી હોય તો સારો ન લાગે તે બને. તેમાં દોષ ઘેબરનો નથી. પણ જીભનો છે. તેમ સકળજીવ હિતકર શ્રી નવકાર મનને મીઠો ન લાગે તો તે દોષ મનનો છે. જે દોષ પણ આ. નવકારથી આપણે દૂર કરી શકીએ તેમ છીએ...
લક્ષપુટી ઔષધિઓને યથેચ્છપણે વાપરવાથી તેમાંના કસની પ્રાપ્તિ નથી થતી. પણ વિધિપૂર્વક વાપરવાથી લાભ થાય છે. તેમ શ્રી નવકારનો પ્રત્યેક અક્ષર એ ઠારેલા અમૃતની આકૃતિ છે. એટલે તેને વિધિ-બહુમાન પૂર્વક વારંવાર ચગળવાથી જ તેમાં રહેલો સાર આપણા મનના મોંમાં સૂવે છે.
Nāલોક્યદીપક-મહામંત્રાધિરાજ
8 39
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org