SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમા પ્રધાન સાધુ તરીકે સંબોધવામાં આવે છે. તેમની છાયામાં આવનાર બીજાઓ પણ ક્રોધને જીતવા માટે સામર્થ્યવાળા બની શકે છે. આ વિષયમાં અહીં થોડું વધુ વિચારીએ. ક્રોધ એ અગ્નિ છે. અગ્નિ જેમ ઈન્જનને બાળી નાખે છે. તેમ ક્રોધ સુકૃતોનો નાશ કરે છે. ત્યારે ક્ષમા એ જળ છે. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે, જળનો સ્વભાવ ઠારવાનો છે. જળ અને અગ્નિનું પરસ્પરઘર્ષણ થાય તો તેમાં અગ્નિને ઠંડા થવું પડે છે અર્થાત્ ત્યાં જળનો વિજય થાય છે. જળનું સામર્થ્ય જેમ અગ્નિ કરતાં વિશેષ છે, તેમ ક્રોધ કરતાં ક્ષમાનું બળ વિશેષ છે. મનુષ્ય જેમજેમ વધારે ને વધારે ક્ષમાશીલ-શાન બનતો જાય છે, તેમ તેમ તેનું અંતરંગસામર્થ્ય વિશેષ પ્રભાવશાળી બનતું જાય છે. આવા ક્ષમા-સમતાશીલ મુનિઓના સાનિધ્યમાં હિંસકપશુઓ અને જાતિવૈરવાળા પ્રાણીઓ પણ વૈરભાવનો ત્યાગ કરે છે. મિત્ર જેવા બનીને શાંતભાવોને ધારણ કરનારા બની જાય છે ક્ષમાશીલમહાત્માના અંતરંગસામર્થ્યનું એ પ્રતીક છે. આવી ક્ષમા કેળવવાની પ્રેરણા જગતને પંચપરમેષ્ઠિપદમાં રહેલા ક્ષમાપ્રધાન સાધુઓના જીવન દ્વારા મળે છે. તેમનામાં રહેલ ક્ષમાગુણને લક્ષ્યમાં રાખીને તેમને ભાવથી નમસ્કાર કરનારમાં પણ અવશ્ય ક્ષમાગુણનો. પ્રાદુર્ભાવ થાય છે. ક્ષમાવાનની ઉપાસના કર્યા સિવાય કોઈપણ આત્મા ક્ષમાશીલ બની શકતો નથી. આ રીતે સાધુપદના આલંબન દ્વારા અને તેમનામાં રહેલ ક્ષમાગુણની ઉપાસનાના પ્રભાવે આત્મા ક્ષમાશીલ બની ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરી અંતે તે ભવભ્રમણનો પણ અંત કરનારો બને છે. શાંતચિત્તે વિચારીએ તો નવકારના એકએક પદનો પણ આ વિશ્વ ઉપર કેટલો મહાન ઉપકાર છે, તેનો કંઈક ખ્યાલ આપણને આવી શકે તેમ છે. માનને જીતવાનો ઉપાય ઃ ઉપાધ્યાયપદ “નનો ૩ના વાળ ઉપાધ્યાયપદને નમસ્કાર કરવાથી માન નામનો બીજો કષાયદોષ ટળે છે અને નમ્રતા ગુણ પ્રગટે છે. ઉપાધ્યાય પોતે વિનયગુણને વરેલા હોય છે. જે ગુણને જેણે આત્મસાત કર્યો હોય તે ગુણવાળાની સાથે વસવાથી, તેમના પ્રત્યે આદર અને બહુમાન કેળવવાથી, તેમના ગુણની અનુમોદના અને પ્રશંસા કરવાથી, તેમને વારંવાર પ્રણામ કરવાથી અને તેમની સેવા કરવાથી આપણામાં પણ તે ગુણ પ્રગટે છે. વિનયશીલ એવા ઉપાધ્યાયભગવંતોને નમસ્કાર કરનારમાં પછી માન કે અભિમાન ટકી શકતાં નથી, તેમનામાં નમ્રતા વધતી જાય છે. પ્રકૃતિનો એવો નિયમ છે કે મદ-માનને છોડીને મનુષ્ય જેમજેમ વધારે નમ્ર બનતો જાય છે, તેમ તેમ તે વધારે ને વધારે ઉન્નત બનતો જાય છે. કહ્યું પણ છે કે “અંતર મદભાવ વહાવે, તે ત્રિભુવનનાથ કહાવે” અર્થાત્ નમ્રતાથી જ સાચી પ્રભુતા પ્રગટે છે. આ રીતે ઉપાધ્યાયપદને નમસ્કાર કરવાથી આત્મા ઘણી પ્રગતિ સાધી શકે છે. માયાને જીતવાનો ઉપાય : આચાર્યપદ “નમો ભાવિ આ પદથી માયાચાર દૂર થાય છે. પ્રાપ્તશક્તિને ગોપવવી, અર્થાત્ તેનો સદુપયોગ ન કરવો તે માયાચાર કહેવાય છે. સદાચારની ક્રિયાઓમાં સંલગ્ન રહેતા ભાવાચાર્યો પોતાનું બળ જરા પણ ગોપવતા નથી. આચાર્યપદને નમવાથી શક્ય ક્રિયામાં પરાક્રમ ફોરવવાનું બળ આવે છે. અને તેથી માયાચાર (માયાનામનો દોષ) ટળે છે. માયા ટળે એટલે સરળતા નામનો ગુણ પ્રગટે જ. મનુષ્ય જેમજેમ વધુ ને વધુ સરળ બનતો જાય છે, તેમ તેમ તે મુક્તિની વધુ ને વધુ નિકટ પહોંચતો જાય છે. આત્માની સરળતા એ મુક્તિનો સૌથી ટૂંકામાં ટૂંકો માર્ગ છે. આવી સરળતા આપણને આચાર્યપદની ઉપાસના દ્વારા સુલભ બને છે, તેથી તે પદ આપણા અનંતકલ્યાણને કરનારું બને છે. લોભને જીતવાનો ઉપાય ઃ સિદ્ધપદ “નમો સિલા આ પદ દુન્યવી લોભને દૂર કરનાર છે. સિદ્ધપરમાત્માની અનંતઋદ્ધિનું દર્શન થયા પછી ક અનુપ્રેક્ષાકિરણ ૬ ૪૩૭ TET 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy