________________
અયોગ્ય માર્ગે જતાં જીવને રોકી યોગ્ય માર્ગે ચઢાવે છે. સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રમાં રહેવું તે યોગ્ય માર્ગ છે. અને મિથ્યાજ્ઞાન-દર્શન-ચારિત્રમાં રહેવું તે અયોગ્ય માર્ગ છે. મંત્ર મિથ્યારત્નત્રયીમાંથી જીવને છોડાવી સમ્યગ્રત્નત્રયી તરફ લઈ જાય છે, તેથી તે મનન વડે રક્ષણ કરાવનાર છે એમ સાબિત થાય છે. અખૂટ ફળ આપનારું દાન તે નમસ્કાર
નો મંત્ર દ્વારા શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને અપાતા સન્માનના દાનના બદલામાં આપણને શાશ્વત આત્માના જ્ઞાનસ્વરૂપ મોટામાં મોટું દાન મળે છે.
પોતાના શાશ્વતઆત્માનું અનાદિકાળથી થયેલું વિસ્મરણ એ જ અનંતદુઃખનું મૂળ છે અને તેનું સ્મરણ એ જ અનંતસુખનું બીજ છે નમસ્કાર દ્વારા શ્રી પંચપરમેષ્ઠિનું સ્મરણ એ પોતાના શાશ્વતઆત્માનું જ્ઞાન કરાવીને અનંતકાળ સુધી પણ ન ખૂટે તેવું અખૂટ જ્ઞાનદાન કરે છે.
જેઓ આપનારા જ છે, કદી પણ લેનારા નથી તેમને આપવામાં આવતું દાન એ જ એક અક્ષયફળવાળું દાન છે.
- શ્રી પંચપરમેષ્ઠિભગવંતો સન્માન લેવાની ઈચ્છાથી સર્વથા રહિત હોવાથી અને જીવોને સર્વસ્વનું દાન કરવા માટે જ વિશ્વમાં એમનું અસ્તિત્વ હોવાથી, તેમને સન્માનનું દાન નમસ્કાર દ્વારા જ્યારે સ્ટયથી કરવામાં આવે છે ત્યારે તેનું ફળ અપરિમિત બને છે. પૂ. શ્રી આનંદધનજી મહારાજ કહે છે કે
અહો અહો હું મુજને નમું, નમો મુજ નમો મુજ રે, અમિત ફળ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે,
શાંતિજિન એક મુજ વિનતિ. (૧)” વળી અન્યત્ર પણ કહ્યું છે કે :नमस्तुभ्यं नमस्तुभ्यं, नमस्तुम्यं नमो नमः । नमो मह्यं नमो मह्यं, मह्यमेव नमो नमः ॥ १ ॥
અર્થ - “પરમાત્માને નમસ્કાર એ તત્ત્વથી પોતાના આત્માને જ નમસ્કાર છે અને પોતાના શુદ્ધ આત્માને નમસ્કાર કરવાથી પરમાત્માને જ નમસ્કાર થાય છે.” નમોદ્વારા સર્વસમર્પણ
નમો’ એ આત્મનિવેદનરૂપ ભક્તિનો એક પ્રકાર છે. ‘નમો’ દ્વારા નમસ્કાર કરનારો પરમાત્માની આગળ હું તમારો જ અંશ છું, સેવક છું, દાસ છું.' એવું આત્મનિવેદન કરે છે.
નમો દ્વારા પ્રભુનું અને પ્રભુના નામાદિનું શ્રવણ, કીર્તન અને સ્મરણ થાય છે, પ્રભુના રૂપને વંદન અને તેમનું અર્ચન તથા પૂજન થાય છે તેમ જ પ્રભુની સન્મુખ હું પ્રભુનો દાસ છું, સેવક છું' અને અંશ છું એવું આત્મનિવેદન થાય છે.
નકો દ્વારા પરમાત્માની સાથે ભક્તિના તાત્ત્વિકસંબંધનું સ્થાપન કરાય છે. “નમો’ એ પરબ્રહ્મની સાથે યોગ્ય સંબંધ કરાવનાર મહામંત્ર છે અને તે આત્મનિવેદનપૂર્વકની શરણાગતિ સૂચવે છે.
અહંતા-મમતા એ પાપ છે અને એનું મૂળ અજ્ઞાનતા છે. અજ્ઞાન સહિત સર્વપાપોનો નાશ કરવાની શક્તિ નમસ્કારમાં છે, કેમ કે નમસ્કારમાં આત્મસમર્પણ થાય છે.
સમર્પણનો અર્થ છે- અનાત્મપદાર્થોમાં આત્મબુદ્ધિનું વિસર્જન અને આત્મભાવમાં આત્માનું નિમજ્જન. તે
SN ૨૭૪ ૬
ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ
TH Tirth
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org