________________
સંકલ્પ-વિકલ્પમાંથી મુક્ત કરાવીને નિર્વિકલ્પ અવસ્થામાં પહોંચાડે છે.
નમો’ પદ વડે મનોગુપ્તિ સાધ્ય બને છે એ રીતે નમો પદ વડે મનનું રક્ષણ થાય છે. મનનું રક્ષણ જેના વડે થાય તેનું નામ “નમો' મંત્ર છે. “નમો” મંત્ર અને મનોગુપ્તિ એ રીતે પર્યાયવાચક શબ્દ છે.
મનન વડે રક્ષણ' એ મંત્રનો અર્થ છે. એ અર્થને જણાવનાર મનોગુપ્તિ શબ્દ છે. મનનું રક્ષણ સંકલ્પ-વિકલ્પ છોડવાથી થાય છે. “નમો’ મંત્ર સંકલ્પ-વિકલ્પ છોડાવે છે. મનનું રક્ષણ સમત્વભાવમાં સ્થિર થવાથી થાય છે. “નમો' મંત્ર સમત્વભાવમાં સ્થિર કરે છે. મનનું રક્ષણ આત્મારામતા-આત્મામાં જ રમણ કરવાથી થાય છે. “નમો’ મંત્ર એક આત્મસ્વરૂપમાં જ રમણ કરવાનો અભ્યાસ કરાવે છે. તેથી “નમો' મંત્ર અને મનોગુપ્તિ એકાઈક એક જ પ્રયોજનને સિદ્ધ કરનાર વસ્તુ બની જાય છે. મનોગુપ્તિ મનના રક્ષણની નિષેધાત્મક બાજુ બતાવે છે અને “નમો મંત્ર એ તેની જ વિધેયાત્મક બાજુ રજૂ કરે છે.
અરિહં એ સાધ્યનો સમ્યગુ યોગ છે. નમો એ સાધ્યનું સમ્યગુ સાધન છે. તાણે એ સાધ્યની સમ્યગુ સિદ્ધિ છે. આમ સાધ્ય, સાધન અને સિદ્ધિ એ ત્રણેની શુદ્ધિ નો મદિંતાળ ! પદમાં રહેલી છે.
નમો' પદ વડે અશુભથી નિવર્તન થાય છે. “અરિહં પદ વડે શુભમાં પ્રવર્તન થાય છે. અને “તાણં' પદ વડે સંપૂર્ણ મધ્યસ્થભાવ, નિર્વિકલ્પ, ચિન્માત્ર સમાધિની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે. તેથી ‘નમો હિંતાનું પદ સમાધિનો મહામંત્ર બની જાય છે અને તેમાં “નમો' મોખરે છે અગ્રતમ છે. માટે રહસ્યોનું પણ રહસ્ય છે. પુનઃ પુનઃ તેના જાપના અભ્યાસ પછી જ તે શું છે તેની ઝાંખી થાય છે. તે પછી તે પોતે જ સાધકની સમગ્રતા ઉપર પકડ જમાવીને તેને રાગ-દ્વેષાદિની પકડ ( Gripોમાંથી મુક્ત કરે છે.
પોતામાં સમાઈને રહેલું મન જ્યારે નમન દ્વારા શ્રી અરિહંતાદિમાં સમાય છે, ત્યારે ભાવનમસ્કારની પરિણતિ થાય છે અને ભવનાશની પ્રક્રિયા વેગવંત બને છે.
શ્રી અરિહંતાદિમાં સમાયેલા મનમાં ઐહિકસુખાદિ વિષયક રાગ જન્મતો નથી અને કોઈ જીવ તરફ દ્વેષ પણ જન્મતો નથી. તેથી મોક્ષ સુલભ બને છે. આમ “નમો' પદ અચિન્ય શક્તિશાળી છે. ટ્રેઈનમાં જે સ્થાન એન્જિનનું છે, આરાધના માર્ગમાં તે જ સ્થાન “નમો’નું છે.
નહિ નમવા યોગ્યને નમવાથી જીવની પરાધીનતા ઘટતી નથી પણ વધે જ છે અને જે પરાધીન છે તે દુઃખી જ છે તેમાં કોઈ શક નથી. નિશંક તે છે જે સંપૂર્ણ સ્વાધીન છે. તેના આત્માના કોઈ પ્રદેશમાં પરપદાર્થરૂપ કર્માણનો સમાવેશ નથી.
આવી નિઃશેષ અવસ્થા પામવા માટે મનનું “નમો” માં સર્વથા રૂપાંતર કરવું પડે છે. એટલે પછી શ્રી અરિહંતાદિ સાથે અભેદ સધાય છે અને આત્મા પોતે શિવસ્વરૂપ પામે છે.
નિશ્વય અને વ્યવહાર શ્રી નમસ્કારમંત્ર” નિશ્ચય-સાપેક્ષ વ્યવહારનું પાલન છે. “શ્રી કરેમિ ભંતે' સૂત્ર વ્યવહાર સાપેક્ષ નિશ્ચયનું આરાધન છે. પ્રભુને ઉભય નય સમ્મત છે.
નમોપદ-ચિંતન
૨૧૩ વર્ષ
૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org