________________
તત્તીવ્ર-અધ્યવસાય, તદર્થોપયોગ, તદર્પિતકરણ, તદ્ભાવનાભાવિતાદિ અવસ્થાઓ વડે સિદ્ધ થાય છે. ધ્યાન કરનાર સાધક કેવો હોવો જોઈએ ?
૧. તશ્ચિત્ત-અર્થાત્ ધ્યાનાદિમાં ચિત્તવાળો – સામાન્ય ઉપયોગવાળો જીવ.
૨. તન્મન-અર્થાત્ તેમાં મનવાળો –વિશેષ ઉપયોગવાળો જીવ.
૩. તલ્લેશ્ય-અથાત્ તેમાં લેશ્યાવાળો-શુભ પરિણામવાળો જીવ.
૪. તદધ્યવસિત-અર્થાત્ તેમાં અધ્યવસિત-સુંદર રીતે કરવાના ઉત્સાહ અથવા નિયવાળો જીવ.
૫. તત્તીવ્રાધ્યવસાય-અર્થાત્ વિશેષ પ્રકારના પ્રયત્નવાળો જીવ.
૬. તદર્થોપયુક્ત-અર્થાત્ તેના અર્થમાં ઉપયોગવાળો જીવ.
૭. તદર્પિતકરણ-અર્થાત્ કરણોને એટલે મન-વચન-કાયાના વ્યાપારોને તેમાં સારી રીતે જોડનારો જીવ. ૮. તદ્ભાવનાભાવિત-અર્થાત્ તેની ભાવનાથી એટલે અભ્યાસથી ભાવિત થયેલો જીવ.
૯. બીજે ક્યાંય પણ મનને ન જવા દેતો જીવ.
અર્થાત્ ૧. સામાન્યોપયોગરૂપ ચિત્ત,
૨. વિશેષઉપયોગરૂપ મન,
૩. શુભપરિણામરૂપ લેશ્યા,
૪. ક્રિયાને સંપાદિત ક૨વામાં દૃઢનિશ્ચય-પ્રવર્ધમાનઉત્સાહરૂપ અધ્યવસાય,
૫. પ્રતિક્ષણ પ્રકર્ષને પામતા પ્રયત્નરૂપ તીવ્રાધ્યવસાન,
૬. પ્રશસ્તસંવેગથી ઉત્પન્ન થયેલી વિશુદ્ધિસહિત અર્થોપયોગ,
૭. મન-વચન-કાયારૂપ કરણોની સમર્પિતતા,
૮. તેની ભાવનાથી ભાવિતપણું અને
૯. પ્રસ્તુતક્રિયા સિવાયના વિષયોમાં મનની અપ્રવૃત્તિ.
આ નવ પ્રકારના ગુણસહિત કરેલી ક્રિયા ધ્યાતાને ધ્યેય સમ્મુખ લઈ જાય છે. કરજોડ-માનમોડ
નવકારમાં મસ્તક ઝુકાવીને કર્મના સર્જનમાત્રને ધર્મના શરણમાં ઝુકાવવાનું છે. હાથ જોડીને ધર્મના સ્વામીની સાથે એકમેક થવાનું છે. કર્મથી પોતાની જાતને અલગ કરવાની અને ધર્મની સાથે જોડી દેવાની ક્રિયાનું નામ નમસ્કાર છે.
વંદનનો અર્થ છે કરજોડ અને માનમોડ. વંદનમાં મનથી માન છોડવાનું છે, કાયાથી હાથ જોડવાના છે અને ધર્મની સાથે ધર્મસાધક અને ધર્મસિદ્ધાન્તની સાથે અભેદ થવાનું છે.
તેનું સાધન મંત્ર, મંત્રોચ્ચાર અને મંત્રમનન છે. તે દ્વારા કર્મક્ષય અને આત્મલાભ મેળવવાનો છે. મંત્રના ઉચ્ચારણ વડે પ્રાણ, પ્રાણની ગતિ વડે મન, મનના મનન દ્વારા બુદ્ધિ, ચિત્ત અને તે બધા પ્રત્યેનો અહં ઓગાળીને શુદ્ધ થવાનું છે.
શુદ્ધઅંતઃક૨ણમાં આત્મતત્ત્વનું પ્રતિબિંબ પડે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અરિહંતતુલ્ય આત્મદર્શન થાય
છે.
૩૫૦
Jain Education International
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
For Private & Personal Use Only
www.jainelibrary.org