SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનિર્વેદ, કાર્ય, ઔચિત્ય આદિ ગુણોના પ્રણિધાનપૂર્વક થાય છે ત્યારે તે ગુણ બહુમાનને પેદા કરનારો થાય છે અને તેથી અસંખ્ય ભવોનાં ઉપાર્જન કરેલાં કર્મોને બાળી નાખે છે. ઉપર આપણે શ્રી અરિહંતોનો સર્વશ્રેષ્ઠ શબ્દ-ધર્મોપદેશ, શ્રી સિદ્ધોનું સર્વરૂપોનું કારણ અને સંસારનાં સર્વ રૂપોથી ચઢિયાતું એવું અવિનાશી રૂપ, શ્રી આચાર્યોના આચાર અને તેના પાલનથી પ્રગટ થતી ભાવસુવાસ તે બધાના પ્રણિધાનપૂર્વક કરાતો નમસ્કાર ભાવનમસ્કાર બને છે એ વાત જોઈ આવ્યા. હવે શ્રી ઉપાધ્યાયભગવંતનો નમસ્કાર કેવી રીતે ભાવનમસ્કાર બને તે જોઈએ. શબ્દ, રૂપ અને ગંધ જેમ અનુક્રમે શ્રોત્ર, ચક્ષુ અને પ્રાણના વિષયો છે, તેમ રસ અને સ્પર્શ અનુક્રમે રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના વિષયો છે અને તેનું આકર્ષણ જીવને અનાદિનું છે. તે ટાળવાના ઉપાય તરીકે અને તે દ્વારા ઉપાધ્યાયના નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે શ્રી ઉપાધ્યાયભગવંતોનો સ્વાધ્યાય અને તેથી ઉત્પન્ન થતો એક પ્રકારનો રસ, તે બન્નેનું પ્રણિધાન આવશ્યક છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સ્વાધ્યાય નિરંતર કરવો અને અન્યને કરાવવો એ શ્રી ઉપાધ્યાયભગવંતોનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપી ભાવરથ ઉપર આરૂઢ થયેલા ચોથા શ્રી ઉપાધ્યાયપરમેષ્ઠિઓ નિર્વિને શ્રી મુક્તિનગરી પ્રત્યે પ્રયાણ કરી રહ્યા છે. એ સ્વાધ્યાયનો રસ અતીન્દ્રિય તૃપ્તિને આપે છે કે જે તૃપ્તિ ષડ્રસયુક્ત ભોજનનો નિરંતર સ્વાદ કરનારને પણ કદી થતી નથી. રસનાના વિષયભૂત રસની તૃપ્તિને ઇચ્છતા, પરસનાં ભોજન કરનારા પુરુષની કહેવાતી તૃપ્તિ તો અતૃપ્તિને વધારનારી છે; જ્યારે નિત્ય શ્રી શ્રુ જ્ઞાનના અભ્યાસથી ઉપાધ્યાયભગવંતોને થતી તૃપ્તી તે અનાદિ વિષયની અતૃપ્તિને શમાવનારી છે અને અતીન્દ્રિય તૃપ્તિના નિરૂપમ આનંદને આપનારી છે. શાશ્વત એવા મોક્ષસુખના આસ્વાદની વાનગી સ્વરૂપ અતીન્દ્રિય તૃપ્તિનું પ્રણિધાન રસનેન્દ્રિયના વિષયરૂપ રસની અનાદિ તૃષ્ણાને શમાવીને પરંપરાએ મોક્ષના અતીન્દ્રિય અવ્યાબાધ સુખને મેળવી આપનારું થાય છે. આ રીતે થતો ભાવનમસ્કાર સર્વ પ્રકારનાં પુણ્યકાર્યોના સમૂહોમાં સ્વામી તુલ્ય બને છે. આ ભાવનમસ્કાર વિના અનંત વખત ગ્રહણ કરેલાં શ્રમણલિંગો, દ્રવ્યલિંગો બન્યાં છે અને તેની સાધના અકૃત-કૃત્ય રહી છે. કહ્યું છે કે यथा नक्षत्रमालायां, स्वामी पीयूषदीधितिः । तथा भावनमस्कारः सर्वस्यां पुण्यसंहतौ ॥ १ ॥ નીવેનાતત્યનિ, વિના બાવનમસ્કૃતિ હિતને વિમુનિ, જાચનશ ? ૨ | અર્થ- નક્ષત્રમાળામાં જેમ ચંદ્ર સર્વનો સ્વામી છે, તેમ સર્વ પ્રકારના પુણ્ય સમૂહમાં ભાવનમસ્કાર મુખ્ય છે. ભાવનમસ્કાર વિના જીવે અનંતવાર દ્રવ્યલિંગો લીધાં અને મૂક્યાં છતાં કાર્ય સિદ્ધિ થઈ નથી (૧-૨) કાર્યની સિદ્ધિ માટે નમસ્કાર જરૂરી છે અને તે ગુણબહુમાનના ભાવથી આવે છે, તેથી શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓના એક એક વિશિષ્ટ ગુણને પ્રધાન બનાવી તેના પ્રણિધાનપૂર્વક નમસ્કારનો અભ્યાસ પાડવો જરૂરી શ્રી ઉપાધ્યાયભગવંતના સ્વાધ્યાય રસની જેમ શ્રી સાધુભગવંતના સંયમ અને તપથી પવિત્ર થયેલા ગાત્રનો સ્પર્શ, ગુણનો અચિંત્ય પ્રભાવ અને તેના પ્રણિધાનનું સ્વરૂપ હવે જોઈએ. નમસ્કારમહામંત્રનો ઉપકાર (૫) શ્રી પંચપરમેષ્ઠિઓને કરવામાં આવતો નમસ્કાર ગમે તેવા પાપી અને અધમ જીવને પણ પવિત્ર અને ઉચ્ચ બનાવનાર છે. શ્રી અરિહંતપદે, શ્રી સિદ્ધપદે, શ્રી આચાર્યપદે, શ્રી ઉપાધ્યાયપદે અને શ્રી સાધુપદે રહેલા નિર્મળ આત્માઓ જગત ઉપર જે ઉપકાર કરે છે તેવા ઉપકારને બીજા કોઈ સ્થાને રહેલા આત્માઓ કરી શકતા નથી. દેવેન્દ્રો કે ચક્રવર્તીઓ, વાસુદેવો-પ્રતિવાસુદેવો કે બળદેવો, રાજા-મહારાજાઓ કે રાષ્ટ્રપતિઓ, વિશ્વની ભૌતિક સમૃદ્ધિના આ સર્વ અધિપતિઓનો ઉપકાર, આધ્યાત્મિક સમૃદ્ધિના સ્વામી અને ઈશ્વર એવા શ્રી પંચપરમેષ્ઠિઓના મહામંત્રનો ઉપકાર ૧૪૯ N Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy