SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકારની આગળ નગણ્ય છે, તુચ્છ છે, તૃણ તુલ્ય છે અને એથી જ એ પરમેષ્ઠિઓને કરવામાં આવતો ભાવનમસ્કાર સર્વ પાપોનો સમૂળ નાશ કરવાને સમર્થ છે. શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓના આધ્યાત્મિક ઉપકારને જેમ જેમ સમજવામાં આવે છે, તેમ તેમ તેઓ પ્રત્યે વિશેષ બહુમાન પેદા થતું જાય છે. શ્રી અરિહંતોનો એ ઉપકાર માર્ગદેશકતાનો છે, શ્રી સિદ્ધોનો એ ઉપકાર અવિનાશિતાનો છે, શ્રી આચાર્યોનો એ ઉપકાર આચારસંપન્નતાનો છે, શ્રી ઉપાધ્યાયોનો એ ઉપકાર વિનયસંપન્નતાનો છે અને શ્રી સાધુ ભગવંતોનો એ ઉપકાર મુક્તિમાર્ગમાં સહાયદાયકતાનો છે. પ્રથમ ચાર ૫૨મેષ્ઠિઓના ઉપકારોનું યત્કિંચિત્ વર્ણન આપણે કર્યું. હવે પાંચમા પદે રહેલા સાધુભગવંતોનો વિશેષ ઉપકાર શું છે અને નમસ્કાર કરનાર ઉપર તે કેવી રીતે થાય છે, તે જોઈએ. શરીરમાં ઈન્દ્રિયો પાંચ છે, લોકમાં પરમેષ્ઠિભગવંતો પણ જાતિથી પાંચ છે. દરેક ઈન્દ્રિયનો એક એક વિષય છે અને તે વિષય પ્રત્યેનો અનુરાગ જીવને અનાદિ સિદ્ધ છે. ત્યારે શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યેનો ભક્તિરાગ જીવને પ્રયત્નથી કેળવવાનો છે. વિષયો પ્રત્યેનો રાગ અને પરમેષ્ઠિ પ્રત્યેનો રાગ એક જ કાળે, એક જ ચિત્તમાં સંભવતો નથી. એક જડ છે તો બીજો ચેતન છે. જડના ધર્મો અને ચેતનના ધર્મો જુદા છે. શબ્દ, રૂપ, ૨સ, ગંધ, સ્પર્શ એ જડના ધર્મો છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ ચેતનના ધર્મો છે. જડના ધર્મો જેને ગમે તેને ચેતનના ધર્મો કેમ ગમે ? અને ચેતનના ધર્મો જેને ગમે તેને જડના ધર્મો કેમ ગમે ? અન્યોએ પણ કહ્યું છે કે, જ્યાં રામ ત્યાં કામ નહિ અને જ્યાં કામ ત્યાં રામ નહિ. અંધકાર અને પ્રકાશ એ બે એક જગ્યાએ કદી પણ રહી શકે નહિ, એવી રીતે એક જ ચિત્તમાં વિષયોનો રાગ અને પરમેષ્ઠિઓની ભક્તિ સમકાળે ટકી શકે નહિ, પ૨મેષ્ઠિઓ પ્રત્યે ભક્તિરાગ ઉત્પન્ન કરવો હોય તો વિષય પ્રત્યે વૈરાગ્ય કેળવવો જ રહ્યો. તે વૈરાગ્ય કેળવવાનો ઉપાય વિષયોની વિપાક વિરસતા અને વિનશ્વરતાનું વારંવાર ચિંતન કરવું તે છે. પરંતુ આ કાર્ય ધા૨વા જેટલું સહેલું નથી વારંવારના સુખાનુભવથી વિષયો પ્રત્યે કેળવાયેલી દૃઢરાગવાસના એટલી તો ઊંડી હોય છે કે તે ચિંતનમાત્રથી નાશ પામતી નથી. ઊલટું અનેકશઃ અભ્યાસથી કેળવેલી વૈરાગ્યભાવના એક જ વા૨ના વિષયસંસર્ગથી પણ ચાલી જતી અનુભવાય છે. વૈરાગ્યનો આ માર્ગ સામા પ્રવાહે તરવા બરોબર છે, તે માર્ગે સિદ્ધિ અનુભવનાર પુરુષ વિરલ હોય છે. અનેક જન્મના પુષ્કળ અભ્યાસના પરિણામે કોઈક જીવને જ્ઞાન અને વિચારના આ માર્ગે વૈરાગ્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજો એક માર્ગ સરળ છે અને તે સામાન્ય મનુષ્યોથી પણ આચરી શકાય તેવો છે. મોટા ભાગના જીવો આ માર્ગે ચાલીને સહેલાઈથી સિદ્ધિને મેળવી શક્યા છે. આ માર્ગ વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો નથી પરંતુ વિષયો પ્રત્યેના રાગનું સ્થાન બદલવાનો છે. આ માર્ગમાં અનાદિસિદ્ધરાગવાસનાની સામે થવાને બદલે તેને અનુકૂળ વર્તન કરી સ્વાર્થ સાધી લેવાનો છે. સાદી ભાષામાં કહીએ તો લાડવો આપીને કલ્લી કાઢી લેવા જેવો આ સરળ માર્ગ છે. ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે જીવને જે સહજ અનુરાગ છે તેનું સ્થાન મોટે ભાગે કુત્સિત, બીભત્સ અને અપ્રશસ્ત હોય છે. જીવને કિન્નરીઓના મધુર શબ્દો ગમે છે, કામિનીઓનાં મનોહર રૂપ ગમે છે, સુવાસિત પદાર્થોની સુંદર ગંધ ગમે છે, સ્વાદિષ્ટ વસ્તુઓના મધુર રસો ગમે છે અને સુકુમાર પદાર્થોના કોમળ સ્પર્શ ગમે છે પરંતુ એ બધા ક્ષણવિપરિણામી હોય છે તેનાથી મળતું સુખ કેળના થડની જેમ અસાર હોય છે, તેથી જીવને તૃપ્તિ થતી નથી, અતૃપ્તિ વધે છે. તેનાથી મળતાં સુખોનો અનુભવ રાગવાસનાને ઘટાડવાને બદલે વધારે દૃઢ કરે છે. એ જ શબ્દ, રૂપ, ગંધ ૨સ અને સ્પર્શના સ્થાન અપ્રશસ્તના બદલે પ્રશસ્ત સ્વીકારવામાં આવે તો તેથી ૨ાગવાસના શિથિલ થાય છે, ચંચળતા મટે છે અને જીવને શાંતિ પ્રાપ્ત થાય છે. વિષયોનો રાગ જે વાસનાઓને ૧૫૦ Jain Education International ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy