SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પમાલ, સુગંધી ધૂપ, વાસ અને પ્રદીપાદિવડે થાય તે પૂજા છે. વસ્ત્રાભૂષણાદિવડે કરાય તે સત્કાર છે અને તથાભવ્યત્વપરિપાકાદિવડે પરમ અરિહંત પદવીના ઉપભોગપૂર્વક સિદ્ધિ પામનારા હોય છે, માટે તેઓ અહંન્ત કહેવાય છે. તેમને મારો નમસ્કાર થાઓ. નમસ્કાર બે પ્રકારનો છે દ્રવ્યસંકોચરૂપ અને ભાવસંકોચરૂપ. કર, શિર આદિનો સંકોચ તે દ્રવ્ય નમસ્કાર છે. નમસ્કારના યોગમાં ચતુર્થી વિભક્તિના બદલે ષષ્ઠી વિભક્તિ વાપરી છે, તે પ્રાકૃત ભાષાના કારણે છે. સર્વકાલના અરિહંતોનું ગ્રહણ કરવાને માટે બહુવચન છે. અતીત કાલમાં થઈ ગયેલા કેવલજ્ઞાની વગેરે, અનાગત કાલમાં થનારા પાનાભાદિ અને વર્તમાન કાલમાં થયેલા ઋષભાદિ અથવા વિદ્યમાન સીમંધરાદિ. અથવા અહિતોને એટલે સ્તવનાદિને યોગ્ય, સર્વને વિષે પ્રધાનપણે સ્તુતિ કરવાને લાયક- વાસુમપુરતું રિદા, પુરુદુત્તમ નડ્ડા !' “દેવ અસુર અને મનુષ્યોને વિષે પૂજાને યોગ્ય અને ઉત્તમ છે, માટે અહંત છે.” સર્વ ગુણથી સંપૂર્ણ હોવાથી સર્વોત્તમ અથવા ગુણપ્રકર્ષને પામેલા હોવાથી સ્તુતિ કરવાને લાયક અથવા ભયંકર ભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલા પ્રાણીઓને અનુપમ આનંદરૂપ પરમપદના પંથને દેખાડવા વડે કરીને સાર્થવાહાદિ સ્વરૂપ હોવાથી પરમ ઉપકારી છે. શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં કહ્યું છે કે: अडवीइ देसिअत्तं, तहेव निज्जामया समुप॑मि । छक्कायरक्खणट्ठा, महगोवा तेण वुच्चंति ॥१॥ અર્થાત-ભવ અટવીમાં સાર્થવાહ, ભવસમુદ્રમાં નિર્ધામક અને છકાય જીવના રક્ષક હોવાથી મહાગોપ કહેવાય છે. ભવાટવીમાં સાર્થવાહ - પ્રત્યવાય સહિત અટવીમાં માર્ગદર્શકના કહેવા મુજબ ચાલવાથી જેમ ઈચ્છિત પુરની પ્રાપ્તિ થાય છે, તેમ ભવાટવીમાં પણ જીવો જિનેશ્વરોએ ઉપદેશેલા માર્ગે ચાલવાથી નિવૃત્તિપુરને પ્રાપ્ત કરે છે. તેથી જિનેશ્વરોનું ભવઅટવીમાં માર્ગદશકપણું સિદ્ધ થાય છે. નિર્વિઘ્નપણે અટવીના પારને પામવાની ઈચ્છાવાળો જેમ સાર્થવાહને પરમ ઉપકારી માનીને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે, તેમ મોક્ષાર્થીઓને પણ રાગ-મદ-મોહથી રહિત શ્રી જિનેશ્વરદેવ ભાવપૂર્વક નમસ્કાર કરવા યોગ્ય છે. મિથ્યાત્વ અને અજ્ઞાનથી મોહિત માર્ગવાળી સંસાર-અટવીમાં જેમણે માર્ગદશકપણું કર્યું છે, તે અરિહંતોને હું નમસ્કાર કરું છું. સમ્યગદર્શનથી જોઈને, સમ્યજ્ઞાનથી સારી રીતે ઓળખીને તથા ચરણકરણરૂપ સમ્મચારિત્રથી સારી રીતે ચાલીને શ્રી જિનેશ્વરદેવો સિદ્ધિ સ્થાનને-નિર્વાણ સુખને તથા શાશ્વત, અવ્યાબાધ અને અજરામર ધામને પ્રાપ્ત થયેલા છે. ભવસમુદ્રમાં નિર્ધામક :- જેમ નિર્ધામકો સમ્યફ પ્રકારે સમુદ્રના પારને પામે છે, તેમ શ્રી જિનેન્દ્રો ભવસમુદ્રના પારને પામે છે, તેથી તેઓ પૂજાને યોગ્ય છે. મિથ્યાત્વરૂપી કાલિકાવાત-પ્રતિકૂળ વાયુના વિરહમાં તથા સમ્યસ્વરૂપી ગર્જભવાત-અનુકૂળ વાયુની વિદ્યમાનતામાં શ્રી જિનવરેન્દ્રો એક જ સમયમાં સિદ્ધિસ્થાનરૂપી નગરને પ્રાપ્ત થયા છે. અમૂઢજ્ઞાન અને મતિરૂપી કર્ણધાર, ત્રિવિધ ત્રણ દંડથી વિરામ પામેલા, શ્રેષ્ઠ નિર્યામક એવા શ્રી જિનવરેન્દ્રોને વિનયથી નમ્ર બનેલો એવો હું ભક્તિપૂર્વક વંદન કરું છું. છકાય જીવોના ગોવાળ - જેમ ગોપાલકો વ્યાપદ આદિ પશુઓથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર તૃણ અને જલયુક્ત વનોને વિષે તેને પહોંચાડે છે, તેમ શ્રી જિનવરેન્દ્રો જીવનિકાયરૂપી ગાયોનું જરામરણના ભયથી રક્ષણ કરે છે તથા નિર્વાણ સુખને પમાડે છે. તેથી મહાગોપ-પરમ ગોવાળ કહેવાય છે. એ રીતે ભવ્ય જીવલોકના પરમોપકારી હોવાથી તથા સર્વલોકોને વિષે ઉત્તમ હોવાથી શ્રી જિનવરેન્દ્રો સર્વને નમસ્કાર કરવા યોગ્ય છે. પંચપરમેષ્ઠીમાં પહેલો નમસ્કાર અરિહંતોને એટલા માટે છે કે અરિહંતોના ઉપદેશથી જ સિદ્ધાદિનું સ્વરૂપ જાણી શકાય છે. હંત' શબ્દના પાઠાંતરો :- અરિહંત શબ્દના ત્રણ પાઠાંતર છેઃ અરહંત, અરિહંત અને અહંત. અરહંત એટલે સર્વ લોકમાં ઉત્તમ હોવાથી પ્રથમ પૂજાને યોગ્ય. અરિહંત એટલે અત્યંત દુર્જય એવા સમસ્ત આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને હણનારા, નિર્દયપણે દલી નાંખનારા, પીલી નાંખનારા, શમાવી અને હરાવી દેનારા. સંક્ષિપ્તપરિચય Jain Education International * If For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy