SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાનિશીથ સિવાયના બીજા વર્તમાન આગમમાં આ રીતે નવ પદ અને આઠ સંપદાદિ પ્રમાણવાલો નમસ્કાર બીજી કોઈ જગ્યાએ કહેલો દેખાતો નથી. શ્રી ભગવતી સૂત્રની આદિમાં માત્ર પાંચ જ પદો કહ્યાં છે. પ્રત્યાખ્યાન નિર્યુક્તિમાં ‘નો અરિહંતાણં ।' એમ કહી નવકા૨સીનું પચ્ચક્ખાણ પા૨વાનું કહ્યું છે. તે નિર્યુક્તિની ચૂર્ણિમાં કહ્યું છે કે, તે નવકારના અનુક્રમે પદો દશ અથવા છ છે. છ પદો નો અરિહંતસિદ્ધગાયરિયડવન્નાયસાહૂળ ।' એ પ્રમાણે અને દશ પદો ‘નમો અરિહંતાળું, નમો સિદ્ધાળું ।' એ રીતે ‘નમો’ પદ સહિત સમજવાં. નમસ્કાર નિર્યુક્તિમાં એંશી (૮૦) પદ પ્રમાણ બીજી વીશ ગાથાઓ છે, જેમકે ‘અરિહંતનનુવારો, નીવં મોદ્ ભવસહસ્સામો ।' ઇત્યાદિ. તે તો નવકા૨ના માહાત્મ્યને પ્રતિપાદન કરનારી ગાથાઓ છે, પણ તે નવકા૨રૂપ થવાને યોગ્ય નથી, કારણ કે, તે ઘણાં પદ સ્વરૂપ છે અને નવકા૨ તો કેવળ નવપદ સ્વરૂપ જ છે. એ રીતે ૫૨માગમસૂત્રાંતર્ગત શ્રી વજસ્વામી વગેરે દશ પૂર્વધરાદિ બહુશ્રુત, સંવિગ્ન, સુવિહિતસૂરિપુરંદરોએ કરેલી વ્યાખ્યાઓ દ્વારા આદર કરાયેલો અને અંતિમ પદમાં ‘વર્’ એ પ્રમાણેના પાઠયુક્ત અડસઠ વર્ણ પ્રમાણ પરિપૂર્ણ નવકારસૂત્રનું અધ્યયન કરવું જોઈએ તે આ પ્રમાણે : नमो अरिहंताणं 11911 नमो सिद्धाणं 11311 नमो आयरियाणं 11311 नमो उवज्झायाणं ॥૪॥ F नमो लोए सव्यसाहूणं ॥५॥ एसो पंच नमुक्कारो सव्वपावप्पणासणी मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं bh 11411 ॥૧॥ એનું વ્યાખ્યાન શ્રી વજસ્વામી આદિ શ્રુતધરોએ જે રીતે છેદગ્રન્થાદિ આગમોમાં લખ્યું છે, તે રીતે ભક્તિ બહુમાનના અતિશયથી અને ભવ્ય પ્રાણીઓને વિશેષે કરીને ઉ૫કા૨ક છે. એમ જાણીને અહીં બતાવીએ છીએપ્રશ્ન :- હે ભગવન્ ! આ અચિત્ત્વ ચિન્તામણિકલ્પ શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધ સૂત્રનો શો અર્થ કહેલો છે ? ઉત્તરઃ- હે ગૌતમ ! આ અચિત્ત્વ ચિન્તામણિકલ્પ શ્રી પંચમંગલમાશ્રુતસ્કંધ સૂત્રનો અર્થ આ પ્રમાણે કહેલો છે : આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ અને સર્વલોકમાં પંચાસ્તિકાય રહેલ છે, તેમ સકલ આગમોમાં અંતર્ગત ૨હેલ છે અને તે યથાર્થ ક્રિયાનુવાદસદ્ભૂતગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છફલપ્રસાધક પરમસ્તુતિવાદરૂપ છે. પરમસ્તુતિ સર્વ જગતમાં ઉત્તમ હોય તેની કરવી જોઈએ. સર્વ જગતમાં ઉત્તમ જે કોઈ થઈ ગયા, જે કોઈ થાય છે અને જે કોઈ થશે, તે સર્વે અરિહંતાદિક પાંચ જ છે, તે સિવાય બીજા નથી જ. તે પાંચ અનુક્રમે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તે પાંચેનો ગર્ભીર્થસદ્ભાવ એટલે ૫૨મ ૨હસ્યભૂત અર્થ નીચે મુજબ છે. અરિહંત આઠ મહાપ્રાતિહાર્યોની પૂજાવડે (દેવાસુરમનુષ્યસહિત સમસ્ત જગતને વિષે પ્રસિદ્ધ, અનન્યસદેશ, અચિન્ત્ય, અપ્રમેય, કેવલાધિષ્ઠિત અને પ્રવર-ઉત્તમ તત્ત્વરૂપ અરિહંત છે. કહ્યું છે કે-‘વંદન નમસ્કારને યોગ્ય, પૂજા સત્કારને યોગ્ય અને સિદ્ધિગમનને યોગ્ય હોય તે અરિહંત છે.’ વચનવડે સ્તુત્યાદિ તે વંદન છે અને કાયાવડે અવનામનાદિ, તે નમન છે. વંદન-નમન વખતે બહુમાનાદિ યુક્ત પ્રણિધાનાદિ તે સમ્યગ્ ધ્યાનાદિ છે. ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy