SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આ શુભભાવના અને નવકાર મહામંત્રના પ્રભાવે તરત જ એ સાપ છૂટો થઈને સડસડાટ કરતો પોતાનાં સ્થાન પર ચાલ્યો ગયો. આ જીવને બચાવવાનો તેનો ઉદ્ધાર કરવાનો આત્મિક સંતોષ સાહેબજીના હૃદયમાં સમાતો ન હતો. હૈયાની વિશાળતાને વરેલા પૂજ્યશ્રીએ હાલાર જેવા એકદમ લગભગ ધર્મરહિત ક્ષેત્રમાં વિચરીને લોકોને ઘર્મવાસિત કર્યા, તેમ માલેગામ જેવાં સુધારક ગામને પણ પોતાની સમતા અને સદ્ઘાણી દ્વારા ધર્મનું ઉપાસક બનાવી પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાળુ બનાવ્યું હતું. નિંદાનું નામ નહિં. સાથોસાથ સવળી વિચારણા. અવળું બોલે નહિં, અવળું બોલનારનાં વાક્યોને પણ સવળા બનાવી દે અને કોઈપણ લખાણને અંતે નકારાત્મક વાત આવે જ નહિં આ હતી પૂજ્યશ્રીની સાહજિક સિદ્ધિ! નાના કે મોડા કોઈપણ હોય, પહેલાં તેમનું સાંભળે અને પછી તે તે વ્યક્તિની યોગ્યતા મુજબ થોડી અને નાનકડી પણ એવી તત્ત્વચર્ચા મૂકી દે કે જે સામાના અંતરાત્માને કાયમ માટે સ્થિર કરી દે. આવો અનુભવ જે જે પુણ્યાત્માઓને થયો છે તેઓ આજે પણ એવી જ અનુભૂતિ કરે છે. મૈત્રીભાવનો ડંકો વગાડયો. સાધુતાની જ્યોત પ્રસરાવી અને તેથી જ દરેક ગચ્છ સમુદાયમાં તથા સકળસંઘમાં તેઓ અજાતશત્રુઅણગાર તરીકે પ્રખ્યાતિને પામનારા બન્યા. સાધુપદની જવાબદારીને સમજનારા પૂજ્યપાદશ્રીને એમના પૂજ્યોએ વારંવાર આચાર્યપદ માટે આગ્રહ કર્યો છતાં પોતાની નમ્રતાને આગળ કરીને એ જ વિનંતિ કરતા કે મારામાં એ પદની યોગ્યતા નથી ત્યારે વડીલો વિચારતાં કે આ પુણ્યાત્મા આવા મહાનપદને યોગ્ય હોવા છતાં જો એ પદ ન લે તો બીજાને કેમ અપાય, તેથી ત્રણ વખત તો બધાની પદવીઓ બંધ રહી હતી. ધ્યાનયોગને પામેલા પૂજ્યશ્રીના સાન્નિધ્યને સેવનારા આત્માઓ પણ ધ્યાનસ્થ બની જતા અને જીવનમાં એક અનોખી અનુભૂતિ કરી શક્યા હતા. શિષ્ય-પ્રશિષ્યોનાં જીવનમાં સંયમની શુદ્ધિ સાથે અરસપરસ મૈત્રીભાવ વૈયાવચ્ચ, ક્ષમા આદિ ગુણોનું આઘાન કરવામાં એવા સફળ સુકાની બન્યા કે જેથી આજે પણ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર ગુરુના માર્ગે આગળ વધી રહ્યો છે. સ્વ-પરોપકારની ભાવનાથી ભાવિતાત્મા પૂજ્ય પંન્યાસજી ભગવંતે ચિતનો-વ્યાખ્યાનો-લેખો તથા પત્રો દ્વારા પોતાના શિષ્ય-પ્રશિષ્યો અને યોગ્ય જિજ્ઞાસુ આત્માઓમાં સંયમભાવ-અધ્યાત્મભાવ-પ્રભુભક્તિભાવની વૃદ્ધિ કરી. સામુદાયિક નવપદજીની ઓળીઓ ઉપધાન ખીરનાં એકાસણાં જેવાં અનુષ્ઠાનોમાં નવકારનો નાદ એવો ગજાવ્યો કે બધાનાં હૈયામાં નવકારના મહિમાને વર્ણવતો પૂર્વસૂરિકૃત આ શ્લોક બેસી ગયો કે, जिणसासणस्स सारो-चउदसपुवाण जो समुद्धारो । जस्स मणे नवकारो-संसारो तस्स किं कुणइ ॥ જે જિનશાસનનો સાર છે, જે ચૌદ પૂર્વમાંથી ઉદ્ભરેલો છે, એવો નવકાર જેના હૈયામાં છે તેને સંસાર કંઈ કરી શકે નહિ. ગમે તે આશયથી આત્મા નવકારનું સ્મરણ કરે તો પણ તેના જીવનમાં નવકાર પુણ્યપ્રકાશ પાથર્યા વિના ન રહે કારણ કે નવકાર સર્વ પાપનો નાશક મંત્ર છે. ૧. તેમાંથી ૫૦ જેટલા પત્રો સચવાઈ ગયેલા, તે અમને પાછાં મળ્યા છે. તેમાં જે પ્રેરણા સદુપદેશનો વાત્સલ્યભર્યો ઘોઘ વહી રહ્યો છે, તે તો જ્યારે વાંચન કરવામાં આવે ત્યારે સ્વાનુભવ-સિદ્ધ થઈ શકે છે. Sત્રલોકથદીપક મહામંત્રાધિરાજો રે, 13 IN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy