SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ સિદ્ધિને, નવ મ કાર ચાર મંગળ અને પાંચ મહાવ્રતોને, ત્રણ “લ'કાર ત્રણ લોકને, ત્રણ “હકાર આદિ, મધ્ય અને અંત્ય મંગળને, બે “ચ'કાર દેશ અને સર્વ ચારિત્રને, બે “ક' કાર બે પ્રકારના ઘાતી-અઘાતી કર્મોને, પાંચ “પ'કાર પાંચ પરમેષ્ઠિને, ત્રણ “૨'કાર (જ્ઞાન, દર્શન ચારિત્રરૂપી) ત્રણ રત્નોને, ત્રણ “યકાર (મન, વચન, કાયાના) ત્રણ યોગો અને તેના નિગ્રહને, બે “ગકાર (ગુરુ અને પરમગુરુ એમ) બે પ્રકારના ગુરુઓને અને બે “એ'કાર સાતમો સ્વર હોવાથી સાત રાજ ઊર્ધ્વ અને સાત રાજ અધો એવા ચૌદ રાજલોકને સૂચવે છે. મૂળમંત્રના ચોવીસ ગુરુ અક્ષરો ચોવીસ તીર્થંકરોરૂપી પરમ ગુરુઓને અને અગિયાર લઘુઅક્ષરો વર્તમાન તીર્થપતિના અગિયાર ગણધર ભગવંતોરૂપી ગુરુઓને પણ જણાવનારા છે. પ્રાણશક્તિ અને મનસ્તત્વ નમસ્કારરૂપી ક્રિયા દ્વારા શ્વાસનું મનસ્તત્ત્વમાં રૂપાંતર થઈ જાય છે. જેમ જેમ નમસ્કારના જાપની સંખ્યા વધતી જાય છે, તેમતેમ આધ્યાત્મિક ઉન્નતિ થતાંની સાથે સાધક શ્વાસપ્રશ્વાસને મનની જ ક્રિયારૂપે જાણી શકે છે.તેથી મનના સંકલ્પ-વિકલ્પો શમી જાય છે. મનને સીધેસીધી રીતે પ્રાણશક્તિ દ્વારા જ સંયમમાં લેતી ક્રિયા-પ્રણાલિ અનન્તને પહોંચવાનો સહેલામાં સહેલો, ખૂબ જ અસરકારક અને સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક રસ્તો છે. નમસ્કારની ક્રિયા અને જપ દ્વારા આ માર્ગની સરળપણે સિદ્ધિ થતી જાય છે, તેથી જપ દ્વારા થતી નમસ્કારની ક્રિયાનો માર્ગ અનન્ત એવા પરમાત્મસ્વરૂપને પામવાનો ઝડપી, સુનિશ્ચિત અને અનેક મહાપુરુષો વડે અનુભવીને પ્રકાશેલો રાજમાર્ગ છે. તુલસીદાસજીનું પણ કથન છે કે : नाम लिया उसने सब कुछ लिया ए सब शास्त्रका भेद, नाम लिया विना नरक में पड़े पढ पढ पुरान अरू वेद, મંત્રના શબ્દોમાં થતો પ્રાણનો વિનિયોગ કોઈ એક અર્થમાં જ પુરાઈ ન રહેતાં શાસ્ત્રનિર્દિષ્ટ સર્વ અર્થોમાં વ્યાપી જાય છે. મંત્રજાપ વડે શરીર, પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને પ્રજ્ઞાપત્યંત સર્વ કરણો શુદ્ધિને અનુભવે છે અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિપર્યંત જીવાત્માને લઈ જાય છે. મંત્રના શબ્દો વડે મન-બુદ્ધિ આદિનું પ્રાણતત્ત્વમાં રૂપાંતર થાય છે અને પ્રાણતત્ત્વ સીધેસીધી આત્માનુભૂતિ કરાવે છે. પ્રાણતત્ત્વ આત્માના વીર્યગુણની સાથે નિકટનો સંબંધ ધરાવે છે. શબ્દના બે અર્થ હોય છે : એક વાર્થ અને બીજો લક્ષ્યાર્થ. વાચ્યાર્થીનો સંબંધ શબ્દકોષ સાથે છે, લક્ષ્યાર્થીનો સંબંધ સાક્ષાત જીવન સાથે છે. પંચમંગલનો લક્ષ્યાર્થ પ્રાણતત્ત્વની શુદ્ધિ દ્વારા સાક્ષાત જીવનશુદ્ધિ કરાવનારો થાય છે. કર્મનો નિરનુબંધ ક્ષય. ચિત્તમાં અરતિ, ઉદ્વેગ અને કંટાળો જણાય ત્યારે જાણવું કે મોહનીયકર્મનો ઉદય અને તેની સાથે અશુભકર્મનો વિપાક જાગ્યો છે, તેને ટાળવાનો ઉપાય પંચમંગલ છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. એકાગ્રતાપૂર્વક પંચમંગલનો જાપ શાંત ચિત્તે કરવાથી અશુભકર્મ ટળી જઈ શુભ બની જાય છે. તેનો અર્થ એ છે કે ઉદયમાં આવેલું કર્મ અવશ્ય ભોગવવું પડે છે. તેને જ્ઞાની જ્ઞાનથી, સમતાથી અને અજ્ઞાની અજ્ઞાનથી, આર્તરૌદ્રધ્યાનથી વેદે છે. જ્ઞાનીને નવીન બંધ થતો નથી, અજ્ઞાનીને થાય છે. સત્તામાંથી એટલે સંચિતમાંથી ઉદયમાં આવવા સમ્મુખ થયેલા કર્મમાં વર્તમાનના શુભાશુભ ભાવથી ફેરફાર થઈ શકે છે. પંચમંગલના જાપ અને સ્મરણમાં જ્ઞાનીના જ્ઞાનગુણની, સાધુના સંયમગુણની, તપસ્વીઓના તપગુણની અનુમોદના થાય છે અને તે તે ગુણોનું માનસિક આસેવન થાય છે. તેથી જે શુભ ભાવ જાગે છે. તેનાથી કર્મનીસ્થિતિ અને અશુભરસ ઘટી જાય ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy