SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ, કાળ, જાતિ આદિથી શૂન્ય કેવળ અર્થમાત્ર નિર્માસ બને, ત્યારે જો તે સ્થૂળવિષયક હોય તો નિર્વિતર્ક અને સૂક્ષ્મવિષયક હોય તો નિર્વિચાર સમાધિરૂપ બને છે, એમ શ્રી પાતંજલ યોગદર્શન કહે છે. સ્થળ એટલે મનુષ્યાદિ પર્યાયરૂપ અને સૂક્ષ્મ એટલે શુદ્ધ આત્મસ્વરૂપ સમજવું. શ્રી જૈનદર્શન મુજબ પર્યાયુક્ત સ્થૂળ-સૂક્ષ્મ દ્રવ્યનું ધ્યાન એ સવિતર્ક-સવિચાર અને પર્યાયવિનિર્મુક્તિ સ્થૂળ-સૂક્ષ્મદ્રવ્યનું ધ્યાનનું તે નિર્વિતર્ક-નિર્વિચાર સમાધિ છે. અથવા અંતરાત્મામાં પરમાત્માના ગુણોનો અભેદ આરોપ (સમાપત્તિ) તે ધ્યાનનું ફળ છે અને તે સંસર્ગારીપ વડે થાય છે. સંસર્ગારોપ એટલે જેના તાત્ત્વિક અનંત ગુણો આવિર્ભાવ પામેલા છે, તેવા સિદ્ધાત્માઓના ગુણો વિષે અતંરાત્માનો એકાગ્ર ઉપયોગ અને તે ચંચળ ચિત્તવાળાને ઈદ્રિયોના નિગ્રહ વિના થતો નથી. ઈદ્રિયોનો નિગ્રહ શ્રી જિનપ્રતિમાદિ અને સૂત્ર-સ્વાધ્યાયાદિના આલંબન વિના થતો નથી. માટે તત્ત્વની પ્રાપ્તિમાં સૂત્ર-સ્વાધ્યાય અને શ્રી જિનપ્રતિમાદિનું આલંબન પણ પ્રકૃષ્ટ ઉપકારક છે. તે માટે શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથામાં કહ્યું છે કે मूलोत्तरगुणाः सर्वे, सर्वा चेयं बहिष्किया । मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमीरिताः ॥ અર્થ:- સાધુઓ અને શ્રાવકોના મૂલ-ઉત્તરગુણો તથા સઘળી બાહ્ય ક્રિયાઓ ધ્યાનયોગને માટે કહેલ છે.' નવકારમાં ભગવદ્ભક્તિ નવકારમાં કેવળ વીર પૂજા નથી પરંતુ ભગવદ્ભક્તિ પણ ભરેલી છે. સકલ જીવલોકનું કલ્યાણ કરવું એ શ્રી પરમેષ્ઠિભગવંતોને સ્વભાવરૂપ બની ગયું છે. તેઓશ્રીનો તે સ્વભાવ તેઓશ્રીનાં નામ, આકૃતિ દ્રવ્ય અને ભાવ-એ ચારેય નિલેપ વડે આવિર્ભાવ પામે છે. નવકારનાં પહેલાં પાંચ પદમાં રહેલા પાંચેય પરમેષ્ઠિઓ ચારેય નિક્ષેપથી ત્રણેય કાળમાં અને ચૌદેય લોકમાં પોતાના સ્વભાવથી જ સર્વનું કલ્યાણ કરી રહેલા છે. છેલ્લા ચાર પદોમાં તેઓશ્રીને નમસ્કાર કરનારા ચારેય ગતિના સમ્યગ્દષ્ટિ અને માર્ગાનુસારી જીવો, “ધ્યાતા-ધ્યેયસ્વરૂપ બને એ ન્યાયે આગમથી અર્થાત જ્ઞાનોપયોગથી ભાવનિક્ષેપે શ્રી પંચપરમેષ્ઠિરૂપ બનીને સકળપાપના વિધ્વંસક તથા સકળમંગળના ઉત્પાદક બને છે. નો'આગમથી ભાવનિક્ષેપે શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓ પોતે છે અને આગમથી ભાવનિક્ષેપે તેઓશ્રીના જ્ઞાતા અને તેઓશ્રીના ધ્યાનમાં ઉપયોગવંત એવા ધ્યાતા પણ છે. નમસ્કારની ચૂલિકા મળીને પાંચ પદ તે મહાશ્રુતસ્કંધરૂપ છે. એનો અર્થ એ થયો કે નમસ્કાર્ય, નમસ્કાર કરનાર અને નમસ્કાર્યના હૃદયમાં જ્ઞાન અને કરુણાના વિષયભૂત સમસ્ત જીવલોક શ્રી નમસ્કાર મહામંત્રરૂપી મહાશ્રુતસ્કંધમાં સમાવિષ્ટ થઈ જાય છે. - ચૌદ રાજલોક અને સચરાચર સૃષ્ટિને આવરી લેતો શ્રી નમસ્કારમંત્ર સર્વવ્યાપક છે. સમગ્ર વિશ્વ સાથે વિવેકપૂર્વકની એકતાનતા અને એકરસતા કેળવવા માટેનું સહેલામાં સહેલું સાધન અર્થભાવનાપૂર્વક થતું શ્રી નમસ્કારમહામંત્રનું સ્મરણ અને રટણ છે. પરમેષ્ઠિઓ પછી તે ત્રણેય કાળના અને સર્વક્ષેત્રના હો પણ તે જાતિથી એક છે. તેથી એકનો પ્રભાવ સર્વમાં છે અને સર્વનો પ્રભાવ એકમાં છે. એક શ્રી અરિહંતના સ્મરણમાં સર્વનું સ્મરણ આવી જાય છે. ત્રણેય ભુવનમાં રહેલ સારભૂત તત્ત્વ આહત્ય અને તેનું સ્મરણ એક શ્રી અરિહંતના સ્મરણથી થાય છે, તેથી શ્રી અરિહંતના સ્મરણનો પ્રભાવ અચિંત્ય છે. S અનુપ્રેક્ષાકિરણ ૨ ti 14 r 3 f iri rit *k T : ૨૯૭ વર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy