________________
નમસ્કારનો સ્વીકાર
નમો પદ એ અવ્યય છે. તે નમસ્કાર કે પૂજા અર્થમાં વપરાય છે.
‘ાન ધાતુ પણ પૂર્વે છે. “યનું' ધાતુના દાન, પૂજા અને આત્મભોગ એમ ત્રણ અર્થો થાય છેતે ઉપરાંત સંગતિકરણ અર્થ પણ છે.
તેમ “નમો પદનો પણ એક સંગતિકરણ અર્થ છે. તે અર્થ વડે નમસ્કાર કરનાર, નમસ્કાર વડે નમસ્કાર લેનાર એવા અરિહંતાદિ પંચપરમેષ્ઠિભગવંતોની સાથે સંગતિ સાધે છે. તે દ્વારા સર્વજીવરાશિ સાથે સંબંધસંગતિ સધાય છે. તે સંબંધસંગતિ સાધવારૂપ કાર્યની સિદ્ધિ ‘તા પદ દ્વારા થાય છે.
क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे नौका । પંચપરમેષ્ઠિભગવંતરૂપ મહાસજ્જનપુરુષોની નમસ્કાર વડે સાધેલ ક્ષણમાત્ર પણ એ અદ્વિતીયસંગતિ સંસારસમુદ્રમાં ડૂબતા જીવને તારવા માટે અભુતનૌકારૂપ બને છે. તેથી જ નમસ્કારમંત્રને નવકાર કે નૌકાર મંત્ર પણ કહેવાય છે.
અરિહંતો પણ નમસ્કારને ગ્રહણ કરે છે. તે ગ્રહણ ત્રણ પ્રકારનું છેઃ એક સ્વીકારવાચકપદથી ગ્રહણ થયેલું, બીજું ઇચ્છાપૂર્વક સ્વીકારેલું અને ત્રીજું ન નિષેધેલું. પરમેષ્ઠિભગવંતોને કરેલો નમસ્કાર, તેઓએ ત્રીજા અર્થમાં પ્રહણ કરેલો મનાય છે. નવકારથી પૂર્ણતા
નવકારમાં મસ્તક ઝુકાવીને કર્મના સર્જનમાત્રને ધર્મના શરણમાં ઝુકાવવાનું છે. હાથ જોડીને ધર્મના સ્વામીની સાથે એકમેક થવાનું છે.
કર્મથી પોતાની જાતને અલગ કરવાની અને ધર્મની સાથે જોડાઈ જવાની ક્રિયાનું નામ નમસ્કાર છે.
વંદનનો એક અર્થ કરજોડ-માનમોડ છે. વંદન એટલે મનથી માન છોડવાનું છે, કરથી હાથ જોડવાના છે અને ધર્મ, ધર્મસાધક, ધર્મસિદ્ધની સાથે અભેદ થવાનું છે. તેનું સાધન મંત્ર, મંત્રોચ્ચાર, મંત્રમનન છે. તે દ્વારા કર્મક્ષય અને આત્મલાભ મેળવવાનો છે.
મંત્રના ઉચ્ચારણ વડે પ્રાણ, પ્રાણની ગતિ વડે મન, મનના મનન વડે બુદ્ધિ, ચિત્ત અને તે બધા પરનો “અહં ઓગાળીને શુદ્ધ થવાનું છે. શુદ્ધ અંતઃકરણમાં આત્મતત્ત્વનું પ્રતિબિંબ પડે છે. દ્રવ્ય ગુણથી અને પર્યાયથી અરિહંતતુલ્ય આત્મદર્શન થાય છે કહ્યું છે કેमननमयी निजविभवे, निजसंकोचमये त्राणमयी । कवलित-विश्वविकल्पा, अनुभूतिः कापि मंत्र शब्दार्थः ।। मंत्र-मूर्ति समादाय देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः सोऽयं साक्षद्व्यवस्थितः ॥
અર્થ - નિજ આત્મવૈભવનું મનન, નિજ આત્મસંકોચ વડે ઉત્પન્ન થતા ભયથી રક્ષણ અને જેમાં સમસ્તવિકલ્પો નાશ પામ્યા છે, એવો નિજઆત્માનો અનુભવ એ મંત્ર શબ્દનો અર્થ છે.
पूर्णाहन्ताऽनुसंध्यात्मा, स्फुर्जन्मननधर्मतः। संसारक्षयकृत् त्राण-धर्मतो मंत्र उच्यते ॥
અર્થ - રહુરાયમાન મનનધર્મ વડે પોતાની પૂર્ણતાનું અનુસંધાન કરાવનાર તથા પ્રાણધર્મ વડે સંસારનો ક્ષય કરનાર મંત્ર કહેવાય છે. ભાવનમસ્કાર
સમ્યગ્દષ્ટિ ઉપયોગવાનને ભાવસંકોચરૂપ મનઃપ્રણિધાન હોય, જિનાજ્ઞાનું પાલન, ચારિત્રનું અનુષ્ઠાન, ઉગ્ર, વીર, ઘોર પરાક્રમપૂર્વકનો તપ-તે બધાં ભાવનમસ્કારનાં અંગો છે.
અનુપ્રેક્ષાકિરણ ૬
૪૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org