________________
અસ્વસ્થતાનાં એંધાણ વધુ દેખાવાં લાગ્યાં. સમય ઘડિયાળના ટક...ટેક...ટક અવાજ સાથે વહેવા માંડયો. કલાક ઉપર કલાક વીતવા માંડયા, શ્વાસની તકલીફ ખૂબ વધી ગઈ, છતાં પૂજ્યશ્રી ખૂબ જ જાગૃત અને સમાધિદશામાં દેખાયા.
શિષ્યગણ “નવકાર', “ચત્તારિ મંગલ', “ખામેમિ સવ્ય જીવે' આદિ અવસરઉચિત આરાધનાનાં સૂત્રો સંભળાવવામાં અપ્રમત્ત બન્યો.
દિવસ ઢળ્યોને સાંજ પડી.
છ વાગે પૂ. શ્રી કુંદકુંદવિજયજી, મુનિશ્રી વજસેનવિજયજી, મુનિશ્રી જિનસેનવિજયજી, મુનિશ્રી ચારિત્રભૂષણવિજયજી અને મુનિશ્રી રત્નસેનવિજયજી આદિ પાંચ મુનિભગવંતો તથા ચંદ્રકાંત અને હું એમ ૭ જણાએ પૂજ્યશ્રી સાથે પ્રતિક્રમણ શરૂ કર્યું.
પ્રતિક્રમણની બધી ક્રિયાઓ કરી, દરેક કાઉસ્સગ્ન કર્યા, બધા કાઉસ્સગ્ગ પૂજ્યશ્રી સ્વસ્થતાપૂર્વક પારતા. સકલસંઘને મિચ્છામિ દુક્કડં દીધા.
પછી માત્રુ કરવાની શંકા થઈ, પાટ પરથી જાળવીને નીચે બેસાડવામાં આવ્યા, સ્વસ્થતા પૂર્વક માત્રુ કર્યું, પછી પાછા પાટ પર બેઠા, તે સમયે મુનિભગવંતોએ પૂજ્યશ્રીને પ્રાર્થના કરી કે
“જો આપ બે મિનિટ પાટ પર બેસો તો ગળામાં જે કફ અટકયો છે તે છૂટો થાય” ત્યારે પૂજ્યશ્રી બોલ્યા, “હવે આ છેલ્લો સમય છે' આટલું કહીને પૂજ્યશ્રી પાટ પર પગ લાંબા કરી બેસી ગયા, સજાગ અને સાવધાન બની ગયા.
સહુ સાથે સમાપના કરી. તેમાં જે કફનો અવાજ આવતો હતો, તે ધીરે ધીરે મંદ પડવા લાગ્યો. બધા મહાત્માઓ ખુશ થયા કે હાશ ! આપણા ગુરુજીને રાહત થઈ, પણ એ રાહત ઠગારી નીકળી, કારણ કે પૂજ્ય મુનિરાજ શ્રી વજસેનવિજ્યજી મહારાજે પૂજ્યશ્રીની નાડી તપાસી અને એક મિનિટમાં તો એમની ચીસ નીકળી કે ગુરુ મહારાજ ! નાડી જાય છે પોતાના પ્રાણપ્યારા પરમગુરુદેવની છેલ્લા પંદર-પંદર વર્ષથી ખડે પગે અપ્રમત્તભાવે સેવા કરીને પોતાને ગુરુજીમાં વિલીન કરી દીધા હતા, તે ગુરુજીની નાડી મંદ પડે, વિયોગની વસમી વેળા નજર સમક્ષ આવે અને એ ભક્ત શિષ્યની ચીસ નીકળે તેમાં નવાઈ ન હતી. તરત જ મુનિશ્રી કુંદકુંદવિજયજીએ સાહેબજીના કાન પાસે મુખ રાખી શ્રી નમસ્કારમહામંત્ર સંભળાવવાનું ચાલુ કર્યું.
સૌએ નવકાર મહામંત્રની ધૂન ચાલુ કરી અને પૂજ્ય મુનિરાજ શ્રી વજસેનવિજયજી મહારાજ પોતાના પ્રાણપ્યારા ગુરુમહારાજને બચાવવા બહાર જઈને તુરત ઈજેકશન તૈયાર કરી પાછા આવ્યા. એમના પગમાં જોર આવ્યું. હૈયામાં ધ્યાન એક જ હતું કે મારા ગુરુમહારાજને બચાવી લઉં...બચાવી લઉં....ઇજેકશન આપ્યું. છતાં પણ નાડી ધીમી થતી જતી હતી. અને શરીર પર પરસેવો થયો.
શ્વાસ મંદ પડતો ગયો, આઠના ટકોરા થયા, ત્યાં એકાએક પૂજ્યશ્રીની બંને આંખો ખૂલી ગઈ. તે વાત્સલ્ય વરસાવતી ખુલ્લી સૌમ્ય આંખો. પરમ તેજનો પ્રકાશ પાથરતી હતી અને આરાધનાનું અમૃત વરસાવતી હતી.
ત્રિલોક્યદીપક-મહામંત્રાધિરાજ
16.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org