SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ આહલ્ય પાંચેય પરમેષ્ઠિઓમાં “આઈય’ વ્યાપ્ત છે. “આહત્ય એટલે અરિહંતોની શક્તિ. તે શક્તિ સામ્યસ્વરૂપ છે. તે જ અરિહંતોનું આશૈશ્ચર્ય છે. અરિહંતોની આજ્ઞા ભેદભાવનો નાશ કરી જીવરાશિ પ્રત્યે ચૈતન્યસ્વરૂપે અભેદભાવ પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે. ભેદભાવમાંથી હિંસાદિ તથા ક્રોધાદિ આશ્રવોની અને અભેદભાવમાંથી અહિંસાદિ તથા ક્ષમાદિ સંવરસ્વરૂપ ધર્મોની ઉત્પત્તિ થાય છે. આશ્રવોના ત્યાગરૂપ અને સંવરોના સ્વીકારરૂપ પ્રભુ આજ્ઞાનું તાત્પર્ય ભેદબુદ્ધિનો નાશ અને અભેદબુદ્ધિનો આવિર્ભાવ છે અર્થાત સામ્યબુદ્ધિ-સમત્વભાવની પ્રાપ્તિ છે. એ સમત્વભાવ જ સકલ અરિહંતોનું પ્રતિષ્ઠાન, મોક્ષલક્ષ્મીનું નિવાસસ્થાન અને સ્વર્ગ-મૃત્યુ-પાતાળરૂપ ત્રિલોકનું સ્વામીત્વ-પ્રભુત્વ ધરાવે છે. સમગ્રવિશ્વની વ્યવસ્થા ઉપર સામ્યભાવનું પ્રભુત્વ છે. વ્યવસ્થિત લોકસ્થિતિ સામ્યભાવના આધારે છે. વિશ્વમાં દેખાતી અવ્યવસ્થા-એ સામ્યભાવના ભંગનું અને વિષમભાવના સેવનનું ફળ છે. તે અવ્યવસ્થાનું સામ્યભાવથી નિવારણ થઈ જાય છે અને પાછી વ્યવસ્થિતતા ઉત્પન્ન થઈ જાય છે, તેની પાછળ “આહત્ય” કાર્ય કરે છે. “આહત્ય' વિશ્વવત્સલ છે તેથી જ અરિહંતોની ભક્તિ સમસ્તસત્વવિષયકનેહપરિણામને વિકસાવે છે. તેઓની વીતરાગતા નિશ્ચયનયથી વીતરાગસ્વરૂપ છે, એટલે મોહનીયકર્મના ઉદયથી થતાં પરપુગલભાવવિષયકરાગના સર્વથા અભાવરૂપ છે, નિમૅળક્ષયરૂપ છે અને શુદ્ધ આત્મસ્વરૂપના લાભારૂપ છેઃ વ્યવહારનયથી તે વીતરાગતા વિશિષ્ટ પ્રીતિરૂપ છે, જીવરાશિ ઉપર સ્વાભાવિક સ્નેહ, કરુણા અને વાત્સલ્યના વિસ્તારરૂપ છે. એ “આહત્ય' જ સાધુમાં જીવમાત્રને સહાયરૂપે, ઉપાધ્યાયમાં જ્ઞાનદાનરૂપે, આચાર્યમાં આચારપ્રદાનરૂપે સિદ્ધમાં પૂર્ણતાના આવિર્ભાવરૂપે અને અરિહંતોમાં સર્વના મૂળરૂપે રહેલું છે. મૂળ હંમેશાં શ્વેત હોય છે. ફળ લાલ, પુષ્પ પીત, પત્ર નીલ અને સ્કંધ શ્યામ હોય છે. તે અનુક્રમે પાંચેય પરમેષ્ઠિઓના ભિન્નભિન્નવર્ણરૂપે ધ્યાન કરવા માટે વિહિત થયેલાં છે. શ્યામવર્ણ અનેક ગુણોને ધરાવે છે. શ્યામવર્ણની અવગણના ઉપદ્રવકારક છે. પૃથ્વી અને મેઘ જેટલા વધારે શ્યામ તેટલા વધારે ઉત્પાદક છે. આંખની કીકી અને માથાના વાળ જેમ વધારે શ્યામ તેમ વધારે જ્ઞાન અને વધારે પ્રેમ પ્રકટાવનારા ગણાય છે. - સાધુની શ્યામતામાંથી જ ઉપાધ્યાયનું જ્ઞાન, આચાર્યોનો આચાર, સિદ્ધોની સિદ્ધિ અને અરિહંતોનું આહત્ય' પ્રકટ થાય છે. જેમ લોકમાં તેમ લોકોત્તરમાં શ્યામ વસ્તુનું મહત્ત્વ બધાનાં મૂળ તરીકે ગણાયેલું છે. તપ-જપ-સંયમ-ઉપસર્ગ-પરિષહસહનાદિ સાધુધર્મના શ્યામવર્ણને વ્યક્ત કરે છે. તેથી તે બધાં ઉચ્ચ પદોનો ઉત્પાદક છે. એ રીતે પાંચેય પરમેષ્ઠિઓમાં “આહત્ય અને સર્વશ્રેષ્ઠ પાંચ વર્ણો સમાયેલા છે. ચાર નિક્ષેપે પંચપરમેષ્ઠિને નમસ્કાર एष पञ्चनमस्कार :, सर्वपापप्रणाशनः । मंगलानां च सर्वेषां, प्रथमं भवति मंगलम् ॥ ભાવાર્થ - પાંચેયને કરેલો આ નમસ્કાર સર્વપાપોનો નાશ કરે છે અને સર્વમંગળોમાં પ્રથમમંગળ છે. નવકારમંત્ર અડસઠ અક્ષર, આઠ સંપદા અને નવપદોથી બનેલો છે. પ્રથમ પાંચપદ પરમેષ્ઠિઓને દ્રવ્યભાવનમસ્કારરૂપ છે. અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૮૩ IN ૩૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy