________________
નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવથી પાંચેય પરમેષ્ઠિઓ ત્રણેય જગતના જીવોને સર્વક્ષેત્ર અને સર્વકાળમાં પવિત્ર કરી રહેલા છે.
‘અરિહંતાદિ’ નામનિક્ષેપ વડે ૫૨મેષ્ઠિઓનો સામાન્ય બોધ થાય છે, સ્થાપનાનિક્ષેપ વડે તેઓમાં રહેલી વિશેષતાઓનો બોધ થાય છે, દ્રવ્યનિક્ષેપ વડે તેઓની સાધનાનું સ્વરૂપ સમજાય છે અને ભાવનિક્ષેપ વડે તેઓની સિદ્ધિનું સ્વરૂપ સમજાય છે.
ચારેય નિક્ષેપ વડે થયેલો પાંચેય પરમેષ્ઠિઓનો બોધ તે વસ્તુવિષયક બોધ છે. સર્વવસ્તુઓમાં શ્રેષ્ઠવસ્તુ પાંચ પરમેષ્ઠિઓ છે, એ સમજ પાંચ પદોથી સ્પષ્ટ થાય છે.
વસ્તુ એટલે જેમાં ગુણપર્યાય વસે છે, તેના બોધને શાસ્ત્રકારો વ્યવહારનયનો બોધ કહે છે. વસ્તુને પૂર્ણપણે સમજવા માટે વ્યવહારનયની સાથે નિશ્ચયનયના બોધની પણ તેટલી જ આવશ્યકતા છે.
પ્રથમ વ્યવહારનયથી વસ્તુને સ્પષ્ટપણે સમજવી અને પછી તે જ વસ્તુને નિશ્ચયનયથી સમજવી એ ક્રમ છે. નિશ્ચયનયને સમજવા માટે પ્રથમ વ્યવહારનયનું જ્ઞાન જરૂરી છે.
વ્યવહારનયના જ્ઞાનને વસ્તુવિષયક બાહ્યજ્ઞાન (Objective Reality) કહેવાય છે. વસ્તુવિષયકબાહ્યજ્ઞાન થયા પછી તત્ત્વવિષયકજ્ઞાન સમજવું સરળ થઈ પડે છે. તત્ત્વવિષયકજ્ઞાન એ મુખ્ય પ્રયોજનભૂત છે. તે જ્ઞાનને વસ્તુવિષયક આત્યંતરજ્ઞાન (Ideal Reality) કહેવાય છે.
આત્યંતરજ્ઞાન એ નિશ્ચયનયનો વિષય છે. વ્યવહારનયથી પંચપરમેષ્ઠિઓને જાણી લીધા બાદ જો નિશ્ચયનયથી પણ તેઓનું સ્વરૂપ જાણવામાં ન આવે તો વ્યવહારનયવિષયકજ્ઞાન સાધનામાં વિશેષ ઉપકારક નીવડતું નથી. કેટલીક વખત તે જ્ઞાન અહંકારાદિ દોષોનું નિમિત્ત પણ બની જાય છે, તેથી નિશ્ચયનય વડે પંચપરમેષ્ઠિઓને જાણવા સાધકને અનિવાર્ય થઈ પડે છે.
નવકારના પ્રથમ પાંચ પદ વડે વ્યવહારનયની મુખ્યતાથી પંચપરમેષ્ઠિઓને નમસ્કાર કર્યા પછી, છેલ્લાં ચાર પદોની ચૂલિકામાં નિશ્ચયનયથી પણ પંચપરમેષ્ઠિઓને નમસ્કાર અને તેના ફળનો નિર્દેશ કરાય છે.
નિશ્ચયનયથી પંચપરમેષ્ઠિસ્વરૂપ આત્મા પોતે છે, એવું જ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવને હોય છે.
નવકારમંત્રની ચૂલિકા નમસ્કારનું નિશ્ચયસ્વરૂપ પણ જણાવે છે. ‘સો’શબ્દથી સમીપતરવર્તી નમસ્કાર પરિણામ પામેલો પંચપરમેષ્ઠિરૂપ પોતાનો આત્મા સૂચવાય છે અને એ જ પરમાર્થનમસ્કારરૂપ હોવાથી સર્વપાપોનો પ્રણાશક બને છે તથા સર્વમંગલોમાં પ્રથમમંગલ (જે સ્વરૂપલાભ) તેને પ્રાપ્ત કરાવે છે.
વ્યવહારનયનો નમસ્કાર સાધનરૂપ બનીને નિશ્ચયનયના નમસ્કાર સુધી પહોંચાડે છે. નિશ્ચયનયનો નમસ્કાર પંચપરમેષ્ઠિરૂપે પોતાનો આત્મા છે તેથી તે આત્મસમાપત્તિરૂપ બને છે.
સમાપત્તિ બે પ્રકારની છે ઃ વિષયસમાપત્તિ અને આત્મસમાપત્તિ.
વ્યવહારનયથી પંચપરમેષ્ઠિનું ચાર નિક્ષેપ વડે થતું જ્ઞાન તે વિષયસમાપત્તિરૂપ છે અને નિશ્ચયનયથી પંચપરમેષ્ઠિરૂપે નિજ આત્માનું જ્ઞાન તે આત્મસમાપત્તિરૂપે છે.
આત્મસમાપત્તિ એટલે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણેયની એકતા અને તેનું સંવેદન.
કહ્યું છે કે
'विषयस्य समापत्ति-संपत्तिर्भावसंज्ञिनः ।
आत्मनस्तु समापत्तिर्भावो द्रव्यस्य तात्त्विक : ॥
‘-દ્યા. દ્વાત્રિંશિા: ૨૦/૧૧
અર્થાત્ - વિષયની સમાપત્તિમાં ‘‘નામ’’ સંજ્ઞા છે, અર્થાત્ જે વિષયમાં આત્માનો ઉપયોગ જોડાય છે. તે વસ્તુનું નામ આત્માને પ્રાપ્ત થાય છે.
જેમ કે અગ્નિના ઉપયોગમાં જોડાયેલો ‘‘માણવક’’ અગ્નિ શબ્દથી સંબોધાય છે, આત્માની સમાપત્તિ એ
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
૩૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org