________________
ત્રણ લોકમાં પ્રતાપશાળી શ્રી ચેટકરાજા જિનચરણોની સેવાથી પાપનો તાપ શમાવી સુરેન્દ્રોના ચિત્તમાં પણ
વાસ પામ્યા.
દેવેન્દ્રો પણ સંસારનો પરાભવ કરવા માટે નંદીશ્વરતીર્થના અલંકારસમાન શાશ્વતાજિનમંદિરોમાં અષ્ટાહ્નિકમહોત્સવ ઊજવે છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્વયંભૂરમણમાં જિનબિમ્બોની આકૃતિ જેવા મસ્ત્યોના દર્શનથી અન્યમત્સ્યોને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તે મત્સ્યો નમસ્કારમાં તત્પર બની દેવગતિમાં જાય છે.
મનુષ્ય, સુર અને અસુરોનું સામ્રાજ્ય જે નિઃશંકપણે ભોગવાય છે તે શ્રી જિનચરણોની કૃપાની લીલાનો જ
લેશ છે.
મનુષ્યલોકમાં ચક્રવર્તીઓ, દેવલોકમાં શક્રેન્દ્રો વગેરે અને પાતાલલોકમાં ધ૨ણેન્દ્ર વગેરે વિજયવંત વર્તે છે તે જિનભક્તિનો પ્રતાપ છે.
શ્રી જિનાજ્ઞાને મુકુટની માફક મસ્તકે ચડાવીને અગ્યાર રુદ્રોમાંથી કેટલાક સંસારસાગર તરી ગયા અને બાકીના તરી જશે.
પાણીમાં જેમ અગ્નિની જ્વાળા શમી જાય, અમૃતમાં જેમ વિષની ઊર્મિઓ શમી જાય, તેમ શંકરાદિ દેવોની કથાઓનો વિસ્તાર શ્રી જિનેશ્વરોની સમતામાં વિલીન થઈ જાય છે.
શ્રી જિનેન્દ્રનાં ચરિત્રોને સમ્યગ્ સંભારતા સત્પુરુષોને અહીં જ આનંદમાં એટલી મગ્નતા રહે છે કે તેમને મોક્ષની સ્પૃહા પણ રહેતી નથી તે યુક્ત જ છે.
જેમ પાણીથી તૃષા શમે છે, અન્નથી ક્ષુધા શમે છે, તેમ એક જિનદર્શનમાત્રથી ભવની પીડા શમે છે.
સમતાને ધારણ કરનારા પુરુષો કરોડો વર્ષો સુધી ભલે સમાધિ પાળે, તોપણ અરિહંતની આજ્ઞા વિના તેઓ શિવપદને પામશે જ નહિ.
જિનધર્મના સ્વીકાર વિના કોઈ નિયાણા વિનાનું દાન આપે, સુંદર રીતે શિયળનું પાલન કરે અને પ્રશંસા પામી શકાય તેવી તપશ્ચર્યાઓ કરે, તોપણ તેઓને પરમપદની પ્રાપ્તિ થતી નથી.
સૂર્યથી જેમ દિવસ છે, ચંદ્રથી જેમ પૂર્ણિમાની રાત્રિ છે, મેઘથી જેમ સુકાળ છે, તેમ જિનેશ્વરોથી અવ્યયપદ
છે.
જેમ દ્યૂત પાસાને આધીન છે, ખેતી વૃષ્ટિને આધીન છે, તેમ શિવપુરનો વાસ જિનધ્યાનને આધીન છે. ત્રણ જગતની લક્ષ્મીઓ સુલભ છે, અષ્ટ સિદ્ધિઓ સુલભ છે, પરંતુ જિનેશ્વરોનાં ચરણોનાં રજની કણિકાઓ અતિદુર્લભ છે.
અહો ! ખેદની વાત છે કે સૂર્યને પામીને પણ ઘુવડ તો અંધ જ રહે છે, તેમ જિનને પામીને પણ કેટલાક મનુષ્યો ગાઢ મિથ્યાત્વથી અંધ જ રહે છે.
જિન જ મહાદેવ છે, સ્વયંભૂ છે, પુરુષોત્તમ છે, પરમાત્મા છે, સુગત છે, અલક્ષ્ય છે, સ્વર્ગ, મૃત્યુ અને
પાતાલના સ્વામી છે.
બુદ્ધ, મહાદેવ વગેરેને સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણના વિષયવાળું જ જ્ઞાન છે, પરંતુ લોકોત્તરસત્ત્વથી ઉત્પન્ન થનારું જ્ઞાન શ્રી જિનેશ્વરોને જ હોય છે.
મેઘનું પાણી તળાવમાં પડ્યા પછી લોકો એમ બોલે છે કે ‘આ પાણી તળાવનું છે.' તેમ અરિહંતનાં વચનો હરિહરાદિને વિષે પડે છે, તેને અજ્ઞાની લોકો પોતપોતાના દેવનાં વચનો માને છે.
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
૪૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org