SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ પૂજ્ય અધ્યાત્મયોગી, મેથ્યાદિભાવોના સૂક્ષ્મચિંતક, નમસ્કાર મહામંત્રના અનુપમ સાધક પંન્યાસ પ્રવર | શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રીનાં સાહિત્યની આછેરી ઝલક આત્મ ઉત્થાનનો પાયો - આત્મા છે, કર્મનો કર્યા - ભોક્તા છે. અને પરમપદને પામવાની યોગ્યતાવાળો છે તો તેનો વિકાસ કઈ રીતે થાય ? તે માટે પૂજ્યશ્રીનાં તત્ત્વદોહન, તત્ત્વપ્રભા, મંગલવાણી, સંતવચન સોહામણા, અજાત શત્રુની અમરવાણી, અનુપ્રેક્ષાનું અમૃત, ચિંતનધારા, મનન માધુરી, આત્મચિંતન, ધર્મચિંતન જેવા ૧૦ પુસ્તકોના લેખોને ૧૪ વિભાગમાં વ્યવસ્થિત સંકલન કરીને “આત્મ ઉત્થાનનો પાયો” શીર્ષકમાં ૭૮૫ પેજમાં એકદમ સારા કાગળ તથા સુંદર પ્રિન્ટીંગમાં પ્રકાશન કરવામાં આવ્યું છે. આત્મ ઉત્થાનના વિભાગોમાં આત્મચિંતન, મૈત્ર્યાદિભાવ ચિંતન, ધર્મચિંતન, સમ્યદર્શન, ભક્તિ, કર્મમીમાંસા, અહિંસા પરમો ધર્મ. જીવનની સફળતા, નયવાદ, સામાયિક ધર્મ, સાધુજીવન, ધ્યાન, ચિંતનની ચિનગારી, સંકલિત ચિતનિકા, પરિશિષ્ટ, પૂર્વાચાર્યોના વચનામૃતો એમ ૧૪ વિભાગ છે. પ્રેક્ટીકલ ધર્મને પામવા મનની શાંતિ સમાધિ માટે આ ગ્રંથ ખૂબ જ ઉપકારક છે. ત્રીજી વોલ્યુમ - આત્માના વિકાસ માટે પરમાત્માની આજ્ઞાનું પાલન પરમાત્માની ભક્તિ દ્વારા વિકસિત થાય છે. પૂજ્ય પંન્યાસજી ભગવંતે ચિંતન લેખોના જે અનેક પુસ્તકો તૈયાર કરેલા તેમાંથી હવે ત્રીજા વોલ્યુમમાં આસ્તિકતાનો આદર્શ, ધર્મશ્રદ્ધા, સાધના, જિનમાર્ગની પિછાન, આરાધનાનો માર્ગ, પ્રતિક્રમણની પવિત્રતા, પ્રતિમાપૂજન, દેવદર્શન, પ્રાર્થના આ પુસ્તકોના વિષયોને ગોઠવીને તૈયાર કરવામાં આવશે. મેટરનું શુદ્ધીકરણ અને સેટ કરવાનું ચાલુ છે. ટુંક સમયમાં પ્રેસમાં જશે... * ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ તથા જૈન જગતની દષ્ટિએ પત્રોના પ્રકાશનો ખૂબજ અલ્પ છે. ત્યારે પૂજ્ય પંન્યાસજી ભગવંત ધર્મતત્ત્વને વ્યક્તિ વિશેષ પ્રેરણા-હિતશિક્ષા-અનુપ્રેક્ષા રૂપ પત્રો લખતા તે પત્રો, પત્રને પામનારાઓ માટે શ્રેષ્ઠ ચિંતન માટે અને જીવન માટે ઉપકારક - માર્ગદર્શક બની રહેતા. તેને દાગીનાની જેમ સાચવી રાખતા અને અવસરે ફરી વાંચીને ગુણોને પ્રાપ્ત કરતાં અને અવગુણોને કાઢવા મથતા - એવા લગભગ ૧૦00 જેવા પત્રોનાં ૧૦ પુસ્તકો પ્રકાશિત થયા છે. થઈ રહ્યા છે... આ દશે પુસ્તકોમાં પૂજ્યશ્રીનું જીવન-કવન જુદા-જુદા પૂજ્યો કે શ્રાવકોએ ગુણાનુરાગથી આલેખેલ તે લીધેલ છે. જેથી પૂજ્યશ્રીના જીવનની સર્વતોમુખી પ્રતિભાના દર્શન થઈ શકે. - તથા દરેક ટાઈટલ પેજ ઉપર આગળ કે પાછળ સ્વહસ્તાક્ષરોમાં પત્ર પણ મૂકવામાં આવેલ છે. આ પત્રોના બધા જ પુસ્તકો પ્રકાશિત કરવાનો સંપૂર્ણ લાભ શ્રેષ્ઠિ શ્રી ભાઈચંદભાઈ મેઘજી મારૂ વડાલીયા સિંહણ. હાલાર, હાલ લંડનવાળા પરિવારે લીધો છે... આ પરિવારનાં સરલ સ્વભાવી, મિતભાષી, કાર્યકુશળ દીલીપભાઈ તથા તેમના જેવા જ સ્વભાવવાળા તેમના ધર્મપત્ની રેણુકાબહેન અને નામ તેવા ગુણો કેળવવા સજ્જ એવો સુપુત્ર આદર્શ એ ત્રણે પુન્યશાળીઓ પૂજ્યપાદ્ સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પ્રથમ પાવન પરિચયે જ પૂર્વના ધર્મસંસ્કારોના વારસાને ઉદિપ્ત કરવા સદ્ભાગી બન્યા. અને જામનગરમાં સ્થિર થયા. ધર્મ આરાધનાના મુખ્ય લક્ષ્મપૂર્વક જીવન જીવતા દીલીપભાઈ પોતાના ઉપકારી પિતાશ્રી ભાઈચંદભાઈ તથા. માતુશ્રી જશોદાબ્દનનાં પુન્યાર્થે અનેક સુકૃત્યોને કરતાં આ જ્ઞાનભક્તિને પણ મુખ્ય સ્થાન આપ્યું છે. અને એના જ ફળ સ્વરૂપે આ પત્રોના પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે... Yશૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy