SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષરમાં રમતાં આવડતું ન હોય તે કારણે માનવીને વિનશ્વર સંસારમાં રખડવું પડે છે. શબ્દની આકૃતિઓને બદલે શબ્દના અંતરમાં છૂપાયેલા ભાવને ગ્રહણ કરવાની સાહજિકવૃત્તિના અભાવે, માનવી વાતવાતમાં કષાયના હુમલાનો ભોગ થઈ પડે છે, શબ્દ કયા શુભ યા અશુભ ભાવને લઈને આવી રહ્યો છે તે જાણવાની નિર્મળ બુદ્ધિ જેને મળી છે, તે આત્મા શબ્દની આરાધનમાં ઓતપ્રોત થઈ શકે છે. કારણ કે, શબ્દનો મૌલિક પ્રભાવ તેના અંતસ્થભાવને ખૂબ જ અનુકૂળ થઈ ગયો હોય છે. શબ્દ દ્વારા જ નિઃશબ્દમાં પ્રવેશી શકાય છે. જેમનું મન બહારને બહાર રઝળે છે તેમણે શ્રી નવકારના શબ્દોમાં પ્રવેશવું જોઈએ. તેમનો પ્રવેશ થોડા જ વખતમાં તેમના મન ઉપર અસર ઉપજાવશે અને તેનું સ્વભાવિક બની ગયેલું બહિર્ભમણ ઘણું જ ઓછું થઈ જશે. ઉચ્ચાર કરતાં વિચારની શક્તિ વિશેષ છે, વિચાર કરતાં ભાવની શક્તિ વિશેષ છે અને ભાવ કરતાં સંકલ્પની શક્તિ વિશેષ છે. ઉચ્ચાર, વિચાર, ભાવ અને સંકલ્પ એ ચારેય માનવી પાસે હોવા છતાં તેનો કશો ખાસ સદુપયોગ આજે તો વર્તાતો નથી. મતલબ કે તે ચારેય ઉપર આજે માનવીના આત્માનો નહિ, પરંતુ કર્મ અને કષાયોનો કાબૂ છે. કર્મ અને કષાયોના કાબૂમાં પડેલા પોતાના જીવનના ખજાનાને છોડાવવા માટે માનવીએ તે કર્મ અને કષાયોનો ભુક્કો ઉડાડી દે તેવા શ્રી નમસ્કાર મંત્રના શબ્દ શબ્દને આંતરખલમાં ચીવટપૂર્વક ઘૂંટવો જોઈએ, પછી જુઓ તેનો પ્રભાવ. શબ્દને બરાબર પકડવા માટે પ્રસન્નચિત્ત, સાબૂત અંતઃકરણ અને સમતાભાવ આવશ્યક છે. તો જ તે હાથ ચઢશે અને તેમાંની અચિજ્યશક્તિ આપણી થશે. શરીરને ઉચ્ચાર કહી શકાય, મનને વિચાર કહી શકાય, અંતઃકરણને ભાવ કહી શકાય અને આત્માને સંકલ્પ કહી શકાય. ઉચ્ચાર શરીરમાં રહે છે, વિચાર મનમાં રહે છે, ભાવ અંતઃકરણમાં રહે છે અને સંકલ્પ આત્મામાં રહે છે. મુખથી શબ્દ બોલીએ અને તેની જે અસર થાય, તેના કરતાં સમગ્ર શરીર વાટે બહાર નીકળતા સંકલ્પની ઘણી વધારે અસર થાય છે. મુખથી બોલાયેલો શબ્દ બહુ જ ઓછા વાતાવરણને શુદ્ધ યા અશુદ્ધ કરી શકે છે. જ્યારે અંતઃકરણમાં સ્કુરાયમાન થયેલો ભાવ ઘૂંટાઈને બહાર નીકળે છે અને તેની અસર ઘણા મોટા વિસ્તારમાં ફેલાય છે. અશ્રાવ્ય ધ્વનિતરંગો વડે કિંમતી યંત્રોમાંની ચીકાશ અને રજને સાફ કરવાના વર્તમાન વૈજ્ઞાનિકપ્રયોગો, અંતઃકરણમાં હુરતી શુભભાવની ઊર્મિઓની અમાપ સૂક્ષ્મતા અને પ્રભાવનું સમર્થન કરે છે. ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ નવકાર મહામંત્ર પણ શબ્દ સંકલિત છે, તેની આરાધના વડે આજ સુધીમાં અનંતા આત્માઓ મોક્ષના પરમસુખને વર્યા છે. વર્તમાનમાં પણ અનેક એવા આત્માઓ મોક્ષના સુખને વરે છે અને ભવિષ્યમાં એવા અનંત આત્માઓ તેની આરાધના વડે નિર્મળ આત્મસ્વરૂપના ભાગી થશે. માંદા માણસને સાજો કરવામાં જ્યારે સઘળી દુન્યવી દવાઓ બાતલ જાય છે, ત્યારે શાણો ડોક્ટર પ્રભુપ્રાર્થનાનો આશરો લેવાની સલાહ આપે છે. તે એમ સાબિત કરે છે કે માંદાની સાચી દવા પણ શબ્દ જ છે. ઉચ્ચાર એટલે કેવળ જીભ અને મોં વડે જેમ તેમ બોલી નાખેલા અક્ષરો નહિ, પરંતુ અંતઃકરણની પવિત્રતાપૂર્વક, તે શબ્દો જેના શુભ નામનું સૂચન કરતા હોય તેને સમર્પિત થયા પૂર્વકનો શબ્દોચાર. દા.ત., “નમો અરિહંતાણં' તો ઐલોકચદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy