________________
કોઢનારોગ, ઉદરના રોગ, ઉધરસનો રોગ, શ્વાસ અને દમના રોગો ઈત્યાદિ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. અપ્રતિમ વચનની પ્રાપ્તિ થાય છે તથા મોટાઓ તરફથી પણ મહાન પૂજાની પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં શ્રી તીર્થંકરગણધરાદિ મહાપુરુષોએ પ્રાપ્ત કરેલ પરમ ગતિ (મુક્તિસ્થાન)ની પ્રાપ્તિ થાય છે.૧ ફળ ષેિ શંકા અયોગ્ય જ છે.
શ્રી નમસ્કાર મંત્ર યા પદસ્થ ધ્યાનના આ પ્રભાવને સાંભળી કેટલાકોને એ શંકા થવા સંભવ છે કે
શાસ્ત્ર કહેલી આ બધી વાતો પૂર્વ કાળ માટે સાચી પણ હશે, કિન્તુ અત્યારે તો શ્રી નવકારમંત્ર યા કોઈ પણ મંત્રના જાપથી કોઈ પણ પ્રકારની સિદ્ધિ થતી અનુભવાતી નથી.
શ્રી નવકારમંત્ર યા પ્રત્યેક ધર્માનુષ્ઠાન સામે આ જાતિની શંકા આજે થાય છે, તેથી તેનું યથાશક્ય સમાધાન કરી લેવું અતિશય જરૂરી છે. “પદસ્થાદિ સંધ્યાનોનો પ્રભાવ આ કાળમાં નથી.” એમ કહેવું એ સદંતર ખોટું છે. આપણે પહેલાં જ જોઈ આવ્યા છીએ કે “જગતના સર્વ પ્રાણીઓ કોઈને કોઈ પ્રકારનું ધ્યાન તો કર્યા જ કરે છે.' સધ્યાનની પ્રાપ્તિ થયા પહેલાંનું પ્રત્યેક પ્રાણીનું એ ધ્યાન દુર્ગાનની કોટિમાં જાય છે. તેવા પ્રકારના દુધ્ધનને ઓળખવવા માટે શાસ્ત્રોમાં આર્ત અને રૌદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને આર્ત અને રૌદ્ર ચિંતવનામાં અનાદિ કાળથી ટેવાયેલો જીવ પોતાની તે ચિંતવનાનો ત્યાગ કરી ધર્મ અને શુક્લ જેવાં ઉજ્જવલ ધ્યાનોને ધ્યાવાનો પ્રયાસ કરે તો પણ તેને એકદમ સફળતા મળી શકતી નથી. ધર્મશાસ્ત્રોમાં સધ્યાનનો જે પ્રભાવ વર્ણવ્યો છે તે સધ્યાન પ્રારંભમાં જ દરેક ધ્યાતાને પ્રાપ્ત થઈ જાય છે એમ સમજવાનું નથી, કિન્તુ સમજવાનું એ છે કે એ ધ્યાનોના પરિબળ કાળે દુનિયાની એવી કોઈ પણ પ્રકારની ઋદ્ધિ કે સિદ્ધિ નથી કે જે ધ્યાતાને પ્રાપ્ત ન થાય.
વળી સધ્યાનની અભ્યાસદશામાં યા તો તેના પ્રારંભકાળમાં શાસ્ત્રોમાં વર્ણવેલી કોઈ પણ ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થતી નથી એ કહેવું પણ સાચું નથી. શરૂઆતનાં અભ્યાસમાં આર્ત-રૌદ્રની પ્રબળતાથી ધર્મધ્યાનની અસર આત્મા ઉપર ન પણ થાય, તોપણ તેથી શાસે કહેલા ફળ ઉપર અશ્રદ્ધાળુ બનવાની જરૂર નથી. શાસ્ત્ર જે ફળોનો નિર્દેશ કરેલો છે તે શાસ્ત્રનિર્દિષ્ટ વિધિપૂર્વક થતી આરાધનાઓ માટે સમજવાનો છે. વિપરીત વિધિ કે અવિધિથી થતી આરાધનાનું ફળ પણ પરિપૂર્ણ વિધિયુક્ત આરાધના જેટલું માગવું એ કોઈ પણ રીતિએ સંગત નથી. એ વાત સાચી છે કે વિધિના રાગ કે અવિધિના પશ્ચાત્તાપપૂર્વક થતી અવિધિ કે વિપરીત વિધિપૂર્વકની આરાધના પણ વિધિના માર્ગે લઈ જનારી હોવાથી શાસ્ત્ર તેનો નિષેધ કરેલો નથી, તોપણ સંપૂર્ણ ફળની સાથે તો પરિપૂર્ણ વિધિધી યુક્ત આરાધના જ સંબંધ ધરાવે છે.
પરિપૂર્ણ વિધિપૂર્વકની આરાધના થવી આ કાળમાં શક્ય નથી, માટે શાસ્ત્ર કહેલું અનુષ્ઠાન આ કાળમાં નિરર્થક છે.' - એમ કહેવું એ પણ વિચાર વગરનું છે. શાસ્ત્ર કહેલાં અનુષ્ઠાનો એક ભવની અપેક્ષાએ નિર્માણ કરેલાં હોતાં નથી. એ અનુષ્ઠાનો તો જન્મ-જન્માંતરોની સાથે સંબંધ ધરાવે છે. આત્માનું મુક્તિરૂપી કાર્ય એક જ ભવની આરાધનાથી સિદ્ધ થઈ જવું, એ કોઈના માટે શક્ય નથી. શ્રીમતી મરુદેવી માતા આદિનાં કવચિત મળતાં દષ્ટાંતો શાસ્ત્રોમાં આશ્ચર્યરૂપ ગણાયાં છે. અનાદિકાલીન અસભ્યાસ ટાળવા માટે એક ભવનો અભ્યાસ પૂરતો નથી. અનેક ભવોના અભ્યાસને પરિણામે આત્મા તેવી જાતિના મનોબળને પ્રાપ્ત કરી શકે છે, કે જે તેને તે જ ભવમાં સિદ્ધિ અપાવે છે. આ વાતને સમજી શકનાર આત્મા “આ કાળમાં યા કોઈ પણ કાળમાં ધર્માનુષ્ઠાનનિરર્થક છે,' એમ કહેવાની હિંમત કદાપિ કરી શકશે નહિ.
આથી એમ પણ સમજવાનું નથી કે ધર્માનુષ્ઠાન એ જન્માંતરમાં જ ફળનારી ચીજ છે અને આ જન્મમાં તેનું કાંઈ પણ ફળ નથી.” જેઓને આ જન્મમાં ફળની જ દરકાર છે તેઓ માટે તો ધર્માનુષ્ઠાન નિરર્થક જ છે, એમ માનવું એ પણ ન્યાયવિરુદ્ધ છે. એમ તો પ્રત્યેક ક્રિયા પછી તે ધર્માનુષ્ઠાન હો કે અધર્માનુષ્ઠાન હો, પૂર્ણતયા જન્માંતરમાં જ ફળે છે. આ જન્મમાં તેનું જે ફળ પ્રાપ્ત થાય છે તે સ્વલ્પ જ છે. અનેકનાં ખૂન કરનારને એક જ
૭૮
રૈલોકચદીપક મહામંત્રાધિરાજ
Jain Education internationar
O Private
Personal use
awary.org