________________
ફાંસી મળે છે. અને એકનું ખૂન કરનારને પણ એક જ ફાંસી મળે છે. જો આ જન્મમાં પ્રાપ્ત થતા ફળથી જ અનુષ્ઠાનના ફળની સમાપ્તિ માનવામાં આવે તો એવાં ઘણાં અનુષ્ઠાનો છે કે જેનું પરિપૂર્ણ ફળ ભોગવવા માટે આ ભવમાં પૂરતી સામગ્રી જ નથી.
એક જીવને અભયદાન આપનાર યા એક જીવને પ્રાણાન્ત આપત્તિમાંથી ઉગારનાર આત્માને પણ જે પુણ્ય બંધાય છે, તેનો બદલો મેળવી આપવાની (એક વખત પ્રાણ આપવાની) સામગ્રી આ દુનિયામાં નથી, તો પછી સમસ્ત જીવનમાં અનેક જીવોને અભયદાન આપનાર અને અનેક આત્માઓને પ્રાણાન્ત આપત્તિઓમાંથી
ઉગારનાર આત્માઓને બંધાતા પુણ્યનો બદલો આ જન્મમાં જ કઈ રીતિએ પ્રાપ્ત થવાનો ? અર્થાત્ – ધર્માં અગર અધર્મી કોઈ પણ અનુષ્ઠાનનું સાચું ફળ જન્માન્તરમાં જ પ્રાપ્ત થાય છે. આ જન્મમાં જે ફળ પ્રાપ્ત થાય છે તે અધૂરું, અલ્પ અને ક્ષણિક હોય છે, તેથી તેવા અધૂરા, અલ્પ અને ક્ષણિક ફળ ઉપરથી ધર્મક્રિયાના ફળનું માપ કાઢવાનો પ્રયત્ન કરવો એ તૃણના અગ્રભાગથી સમુદ્રના પાણીનું માપ કાઢવાનો પ્રયાસ કરવા બરોબર છે. જેમ તૃણના અગ્રભાગથી સમુદ્રનું પાણી માપી શકાતું નથી, તેમ આ જન્મના યત્કિંચિત્ બનાવોથી સારી યા નરસી ક્રિયાઓનાં ફળ માપી શકાતાં નથી. સારી યા નરસી ક્રિયાઓનાં ફળ પરંપરાએ અનંત બની શકે છે તેથી ધર્માનુષ્ઠાનોના અનંત ફળોનું શાસ્ત્રીય પ્રતિપાદન કોઈ પણ રીતિએ અસત્ય ઠરતું નથી.
નમસ્કારમંત્ર ગણવાની વિધિ
નિદ્રાનો ત્યાગ કરીને પરમ મંગળને અર્થે બહુમાનપૂર્વક, વર્ણ ન સંભળાય તે રીતે ‘નવકારમંત્ર' નું સ્મરણ કરવું. કહ્યું છે કે ‘શય્યા ઉપર બેઠેલા પુરુષે પંચરમેષ્ઠિનું મનમાં ચિંતન કરવું એમ કરવાથી અવિનયની પ્રવૃત્તિ રોકાય છે.’
બીજા આચાર્યો એમ કહે છે કે એવી કોઈ પણ અવસ્થા નથી કે જેની અંદર ‘નવકારમંત્ર’ન ગણી શકાય. એ બન્ને મતો પંચાશકની વૃત્તિમાં કહ્યા છે. શ્રાદ્ધદિન કૃત્યમાં એમ કહ્યું છે કે શય્યાનું સ્થાન મૂકીને નીચે ભૂમિ ઉપર બેસવું અને ભાવબંધુ તથા જગતના નાથ એવા પંચપરમેષ્ઠીનો નમસ્કાર ગણવો. યતિદિનચર્યામાં આ રીતે કહ્યું છે કે રાત્રિના પાછલા પ્રહરે બાલવૃદ્ધ ઇત્યાદિ સર્વે સાધુઓએ જાગીને સાત આઠવાર ‘નવકારમંત્ર' કહેવો.
નિદ્રા કરી ઊઠેલો પુરુષ મનમાં નવકાર ગણતો શય્યા મૂકે. પવિત્ર ભૂમિ ઉપર ઊભો રહી અથવા પદ્માસન આદિ આસને બેસી પૂર્વ-ઉત્તર અથવા જ્યાં જિનપ્રતિમા હોય તે દિશાએ મુખ કરે અને ચિત્તની એકાગ્રતા વગેરે થવાને માટે કમલ બંધથી અથવા હસ્તજપથી નવકા૨મંત્ર ગણે.
તેમાં કમલબંધની વિધિ આ પ્રમાણે છે. કલ્પિત અષ્ટદળ કમળની કર્ણિકા ઉપર પ્રથમ પદ સ્થાપન કરવું. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશાના દલ ઉપર અનુક્રમે બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ સ્થાપન કરવું અને અગ્નિ, નૈૠત્ય, વાયવ્ય અને ઈશાન એ ચાર ખૂણાની દિશામાં બાકી રહેલા ચાર પદ અનુક્રમે સ્થાપન
કરવા.
શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં કહ્યું છે કે આઠ પાખંડીનાં શ્વેત કમળની કર્ણિકાને વિષે ચિત્ત સ્થિર રાખીને ત્યાં પવિત્ર સાત અક્ષરના મંત્ર ‘નમો અરિહંતા ।' નું ચિંતવન કરવું પૂર્વ આદિ ચાર દિશાની ચાર પાખંડીને વિષે અનુક્રમે “નમો સિદ્ધાળું ।' આદિ ચાર પદનું અને વિદિશાને વિષે બાકીના ચાર પદનું ચિંતવન કરવું. મન-વચન-કાયાની શુદ્ધિથી મૌનપણે જો એ ૨ીતે ૧૦૮ વાર નવકારનું ચિંતવન કરે તો ભોજન કરવા છતાં પણ ઉપવાસનું ફળ પામે.
હસ્તજપની વિધિ
નંદ્યાવર્ત, શંખાવર્ત ઇત્યાદિ પ્રકારથી હસ્તજપ કરે તે પણ ઇષ્ટ સિદ્ધિ આદિ ઘણાં ફળની પ્રાપ્તિ કરાવનારો થાય છે. કહ્યું છે કે જે ભવ્ય હસ્તજપને વિષે નંદ્યાવર્ત બાર સંખ્યાએ નવ વાર એટલે હાથ ઉપર ફરતા રહેલા
નમસ્કારનું ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
૨૦
www.jainelibrary.org