SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર્યુક્ત રીતિએ ઘટાદિ પદાર્થો સાથે શબ્દનો વાચ્ય-વાચકભાવ સંબંધ નિત્ય છે તેથી તે સંબંધનો સંબંધી શબ્દ પણ નિત્ય સિદ્ધ થાય છે. સંબંધી “શબ્દ” નિત્ય હોય તો વાચ્ય-વાચકભાવ સંબંધ પણ નિત્ય ઘટી શકે છે. જ્ઞાનની અનિત્યત્વ સિદ્ધિઃ જ કારણથી જ્ઞાન જીવથી અભિન્ન છે, તે કારણથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે કારણ કે-જીવ પણ દેવાદિભાવે વારંવાર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. અક્ષરનો અનન્તમો ભાગ નિત્ય ઉઘાડો-અનાવૃત્ત. કહ્યો છે, તે અવિશિષ્ટ જ્ઞાનસામાન્યને ઉદ્દેશીને કહ્યું છે. અહીં સમ્યગ્રજ્ઞાનના પ્રસંગમાં તેનો અધિકાર નથી. નમસ્કાર' સમ્યગુજ્ઞાનાત્મક હોવાથી તે ઉત્પન્ન થાય છે. આકાશાદિના અવગાહના વગેરે ગુણો, ગુણો હોવાથી નીલરક્તાદિ ગુણોની પેઠે ઉત્પાદાદિ ધર્મવાળા છે, તેથી નમસ્કારાદિ જીવના ગુણો પણ ઉત્પાદાદિ ધર્મવાળા છે. અવગાહક દ્રવ્યની અનિત્યતા સિદ્ધ થયા પછી અવગાહની અનિત્યતા આપોઆપ સિદ્ધ થાય છે. આકાશની સાથે ઘટપટાદિનો સંયોગ તે અવગાહ છે અને એ સંયોગ બે આંગળીના સંયોગની પેઠે અવશ્ય ઉત્પાદાદિ ધર્મવાળો છે. એ જ પ્રમાણે ગતિઉપકાર આદિ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના ગુણો પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા જ છે. આકાશનો ઘટાદિ સાથે સંયોગ તથા પરમાણુંના વર્ણગંધાદિ પર્યાયો, આકાશ અને પરમાણું દ્રવ્યથી એકાન્ત ભિન્ન નથી, કિન્તુ કંથચિત અભિન્ન પણ છે. પર્યાયનો નાશ થવાથી પર્યાયી દ્રવ્યનો પણ નાશ માનવો જ જોઈએ. કારણ કે – પર્યાય પર્યાયીથી સર્વથા ભિન્ન નથી, કિન્તુ કથંચિત અભિન્ન છે, તેથી આકાશાદિ દ્રવ્યો પણ સર્વથા નિત્ય છે એમ કહેવું એ સર્વથા ખોટું છે. શદાદિની અનિયત્વ સિદ્ધિઃ ' શબ્દ નિત્ય નથી, કિન્તુ ઉત્પાદ-વ્યયયુક્ત છે. કારણ કે-શબ્દ એ ઘટપટાદિપદાર્થોની જેમ ઇન્દ્રિયગ્રાહ્ય છે, પ્રયત્નજન્ય છે અને પુદ્ગલસમૂહાત્મક છે. શબ્દની જેમ જ્ઞાન પણ અનિત્ય છે. નિમિત્તના સભાવથી ઉત્પન્ન થનારી વસ્તુઓ ઘટપટાદિની જેમ હંમેશા અનિત્ય જ હોય છે. શબ્દ અને જ્ઞાની જેમ શિરોમનાદિ ક્રિયા પણ અનિત્ય છે. કારણ કે – તે પણ સ્વ-સ્વ-નિમિત્તથી ઉત્પન્ન થનારી હોય છે અને જે નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે ઘટપટાદિની જેમ અનિત્ય જ છે. જ્ઞાન, શબ્દ અને ક્રિયા એ ઉત્પત્યાત્મક સિદ્ધ થવાથી તદાત્મક નમસ્કાર પણ ઉત્પત્તિ આદિ ધર્મથી યુક્ત છે એ આપોઆપ સિદ્ધ થાય છે. ઉત્પત્તિમત્ વસ્તુ પોતાની ઉત્પત્તિમાં કોઈ ને કોઈ નિમિત્તની અપેક્ષા અવશ્ય રાખે છે. એ કારણે નમસ્કારની ઉત્પત્તિમાં ત્રિવિધ નિમિત્તો ઈચ્છેલાં છે જે આપણે ઉપર જોઈ આવ્યા છીએ. તોપણ અધિક સ્પષ્ટતા માટે તેને જરા વિસ્તારથી જેઈ જવાની આવશ્યકતા છે. ઉત્પત્તિનાં વિવિધ નિમિત્તો : દેહ, વાચના અને લબ્ધિ એ નમસ્કારની ઉત્પત્તિમાં નિમિત્ત છે એમ આદિના નૈગમાદિ ત્રણ નવો માને છે. ઘટાદિ પદાર્થો પૂર્વ ઉત્પન્ન થયેલા છે, તો પણ તેને પ્રગટ કરવા માટે દીપકની આવશ્યકતા પડે છે. તેમ પૂર્વે ઉત્પન્ન થયેલ “નમસ્કારને પણ આ ભવમાં ઉત્પન્ન થવા માટે આ ભવના શરીરની આવશ્યકતા રહે છે જ. ભવપ્રત્યયિક અવધિજ્ઞાનને જેમ ભવધારણીય દેહનું સમુત્થાન હેતુરૂપ છે, તેમ પૂર્વે ઉત્પન્ન થયેલા “નમસ્કાર'ને પણ વર્તમાન ભવના દેહનું સમુત્થાન અર્થાત્ શરીર એ હેતુ છે. જુસૂત્ર નયનો મત એવો છે કે – “નમસ્કાર' જો પૂર્વભવમાં ઉત્પન્ન થયો હોય, તો પછી તેને આ ભવનું શરીર (સમુત્થાનરૂપ કારણ) કાંઈ ઉપકાર કરી શકતું નથી. તેના મતે ઉત્પન્ન થયેલાને કારણની અપેક્ષા હોતી નથી. જે “નમસ્કાર' આ ભવમાં ઉત્પન્ન થાય છે, તેમાં વાચના અને લબ્ધિ સિવાય બીજો કોઈ કારણની આવશ્યકતા રહેતી નથી. નમસ્કારનો લાભ કાં સ્વથી થનારો હોય છે, કાં પરથી થનારો હોય છે. એ સિવાય ક નમસ્કારની ઉત્પત્તિ ? : આ ૪૫ વર્ષ ક : ૪૫ : - - જે છે cr For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy