SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા કેવળ સ્વસંવેદ્યતા છે. વાણીના વિષયથી પર અને તર્ક તેમ જ વિચારને અગોચર એવી એ અવસ્થા છે અને એ અવસ્થા જ ‘નમો’ પદનું સાધ્ય છે. મન સંસાર છે. આત્મા મોક્ષ છે. મનનું વલણ સંસા૨ તરફથી વાળી આત્મા તરફ લઈ જવું તેનું જ નામ માત્રામાંથી અમાત્રા તરફ જવું. એ જવાનો માર્ગ અર્ધમાત્રા છે. તે સ્વસંવેદ્ય છે. તેને શૂન્યાવસ્થા અને તાંત્રિક પરિભાષામાં બિંદુનવક કહેવામાં આવે છે. ‘નમો’ એ જીવાત્માને પરમાત્મા તરફ લઈ જવા માટે સેતુનું કામ કરે છે. સેતુને અર્ધમાત્રા પણ કહે છે. ત્રિમાત્ર તરફથી અમાત્રમાં જવા માટે ‘નમો’ સેતુ (પુલ)નું કામ કરે છે. આ રીતે ‘નમો’ એ મોક્ષમાં જવાનો અવ્યક્ત માર્ગ છે. ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીની અંતરાત્મભાવની અવસ્થાઓ બિંદુનવકથી અભિવ્યક્ત થાય છે ‘નમો’ને અરિહંતાદિ નવપદો સાથે જોડવાથી અવ્યક્ત એવા બિંદુનવકને વ્યક્તસ્વરૂપ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ અવ્યક્તદશા, અમાત્રપદમાં છે. અર્ધમાત્રામાં અંશે વ્યક્ત અને અંશે અવ્યક્તદશા છે. ત્રિમાત્ર વ્યક્ત અવસ્થા છે. વ્યક્તમાંથી અવ્યક્તમાં જવા માટે જે અર્થવ્યક્ત અને અર્ધ અવ્યક્ત દશા છે, તે જ સેતુ છે અને તે જ ‘નમો’ પદથી વાચ્ય છે. શ્રી અરિહંત સાથે નમો પદ જોડાય ત્યારે મનનું ધ્યાન ( Attention) સંસાર તરફથી મોક્ષ તરફ વળે છે. સિદ્ધપદ સાથે નમોપદ જોડાય ત્યારે સાચો રસ ( Intrest ) જાગે છે. આચાર્યપદ સાથે નમોપદ જોડાય ત્યારે મુક્ત પદેચ્છા ( Desire ) ઉત્પન્ન થાય છે. ઉપાધ્યાયપદ સાથે નમોપદ જોડાય ત્યારે આધ્યાત્મિક બળ ( will ) પ્રગટે છે. સાધુપદ સાથે નમોપદ જોડાય ત્યારે મુક્તાવસ્થાની શક્તિનું ભાન ( Power of Imagination ) પ્રગટે છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રપદ સાથે નમોપદ જોડાય ત્યારે મોક્ષપદનો સાક્ષાત્કાર, મુક્તિનો અનુભવ અને મુક્તિની એકતા (Visualisation, Identification and Complete absorptton.) ઉત્પન્ન થાય છે. આ રીતે ‘નમો’ પદ સાથે થતું નવપદોનું ધ્યાન જીવને બહિરાત્મભાવમાંથી છોડાવી અંતરાત્મભાવમાં લાવી પરમાત્મભાવમાં સ્થાપનાર છે. ગુણસ્થાનક ૪ ૫ ء બિંદુનવક બિંદુ અર્ધન્દુ નિરોધિની નમોપદ-ચિંતન Jain Education International નવપદો ની ઉપયોગિતા અર્ધમાત્રા તચ્ચિત્ તન્મન તલ્લેશ્ય For Private & Personal Use Only સેતુ અરિહંત સિદ્ધ આચાર્ય ૨૧૧ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy