SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ એ રીતે એક અરિહંતપદ બોલતાં અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનધર્મની મંગળમયતા, લોકોત્તમતા અને શરણમયતાનો સ્વીકાર થાય છે. દ્વૈત- કર્મશત્રુને હણનાર. પાપને હણવાનો ભાવ, પાપની ગણીયતામાંથી પ્રગટે છે એટલે કર્મશત્રુને હણનાર એ અર્થ દુષ્કૃતગરૂપ છે. રહંત-પૂજાને યોગ્ય' એવો ભાવ પૂજ્યમાં રહેલા ગુણોને જોવાથી પ્રગટે છે એટલે તે સુકતાનુમોદનરૂપ મહંત- ફરીથી જન્મ ન લેનારા એટલે જન્મ-જરા-મરણને જીતી જનારા જેઓ હોય તેઓ જ વાસ્તવિક શરણને આપી શકે છે માટે તે શરણાગતિરૂપ છે. રિહંત' શબ્દ પાપગર્તાસૂચક છે અરહંતશબ્દ સુકૃતાનુમોદનસૂચક છે અને મહંત' શબ્દ શરણગમનસૂચક છે. પ્રથમપદની અર્થભાવના આત્માની ત્રણ અવસ્થાઓઃ “નમો પદ વડે પાપનું મૂળ “અજ્ઞાન અને તેનું મૂળ “અહ” નાશ પામે છે. તેના પરિણામે બહિરાત્મભાવ (યા ઔદયિકભાવ) રૂપ પાપભાવનો નાશ થાય છે. તે સાતમું (વપાવપાતળો) પદ બતાવે છે. ગહિં પદ બોલતાં જ સર્વ મંગળોમાં પ્રવેશ થાય છે. “અંતરાત્મભાવ” (યા લયોપશમભાવ)ની પ્રાપ્તિ થવી, તે જ સર્વ મંગળમાં પ્રવેશ થવાની પ્રક્રિયા છે. તે આઠમું (મંછા ૨ સર્ષિ) પદ બતાવે છે. નિરંતર વધતું એવું પ્રથમ મંગળ, તેનું મૂળ શુદ્ધઆત્મતત્ત્વ છે, તે જ રક્ષણ કરનાર છે. “તાનું પદ વડે તે શુદ્ધતત્ત્વની સાથે એકતાનતા થાય છે. તેના ફળસ્વરૂપ પરમાત્મભાવની (યા ક્ષાયિકભાવની) પ્રાપ્તિ થાય છે. તે નવમું (પઢમં હવ મં8િ) પદ બતાવે છે. એ રીતે નમસ્કારનું પ્રથમપદ જ બહિરાત્મભાવને દૂર કરી, અંતરાત્મભાવમાં પ્રવેશ કરાવી અંતે પ્રધાનમંગળરૂપ પરમાત્મભાવની નિકટ લઈ આવે છે. તેથી આ પ્રથમપદ અત્યંત આદરપૂર્વક આરાધવા લાયક નમસ્કારમાં રહેલ ત્રણ ઉપાયો શરણગમનથી મિથ્યામોહ વિલય પામે છે, તેથી શુદ્ધ આત્માનું જ્ઞાન થાય છે. મોહ જવાથી અને આત્મજ્ઞાન થવાથી રાગ-દ્વેષ વિલય પામે છે. રાગ સ્વપક્ષપાતરૂપ છે, દ્વેષ પરની ઉપેક્ષારૂપ છે. જેવું આત્મસ્વરૂપ પોતામાં છે, તેવું જ સર્વમાં છે-એવો નિર્ણય જ્યારે દઢ થાય છે, ત્યારે સ્વપક્ષપાતરૂપ રાગ અને પરની ઉપેક્ષારૂપ દ્વેષ વિલીન થઈ સ્વ-પરમાં એકત્વનો-અભેદનો પ્રતિભાસ થાય છે. તેથી સમતાનો આવિર્ભાવ થાય છે અને આત્માનું શુદ્ધ અને પૂર્ણ સ્વરૂપ પ્રકાશી ઊઠે છે. એ જ પ્રક્રિયાથી પોતાનું શુદ્ધસ્વરૂપ પામીને સર્વ અરિહંતો સર્વકર્મરાશિ ખપાવીને મોક્ષ પામે છે અને ભવ્યજીવોને તે માર્ગે જવા ઉપદેશ આપી જાય છે. તેઓના ઉપદેશરૂપી ધર્મકથાનું અનુમોદન થાય છે, એ સુક્તાનુમોદન છે. તેઓને નમસ્કાર એ આજ સુધી તેઓની કરેલી ઉપેક્ષારૂપ દુષ્કૃતનું ગહણ છે અને એ નમસ્કાર વડે તેઓની શરણાગતિ પ્રાપ્ત થાય છે. તે શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ કરવાનું સાધન છે આત્મસ્વરૂપનો બોધ તે બોધિ છે અને અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy