SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ કૃપાનો સિદ્ધાન્ત છે. બીજો એ પ્રેમ અને દયાનો સિદ્ધાન્ત છે. પોતાના આત્માને જો ન પિછાણ્યો તો બીજી વાતોથી ફાયદો શો? આત્માની પિછાણનું લક્ષણ દયા અને પ્રેમ છે. પ્રથમપદમાં મંગળમયતાદિ ત્રણ વસ્તુ નમો પદ મંગળવાચક છે, ‘હિં પદ લોકોત્તમવાચક છે અને ‘તાનું પદ શરણવાચક છે. નમો પદરૂપ સાધક અવસ્થામાંથી “દિં પદરૂપ સાધ્ય અવસ્થામાં જવાનું છે અને તે બંને અવસ્થામાં આત્મતત્ત્વ કાયમ રહીને શરણ આપનારું છે. સાધકઅવસ્થા મંગળરૂપ છે, સાધ્યઅવસ્થા લોકોત્તમસ્વરૂપ છે અને બંને અવસ્થામાં કાયમ રહેનારા આત્મતત્ત્વ' શરણરૂપ છે. વિશ્વવ્યાપી પંચપરમેષ્ઠિ અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને પંચપરમેષ્ઠિમાં અરિહંત, અરિહંતમાં સમગ્રવિશ્વ અને સમગ્રવિશ્વમાં અરિહંત, એ રીતે નિશ્ચયનયથી સર્વજીવોનું શુદ્ધ આત્માસ્વરૂપ છે, સિદ્ધસમાન છે, તેથી અરિહંતો અભય, ચલુ, માર્ગ, બોધિ અને શરણને આપનાર છે. - દરેક જીવનું શુદ્ધઆત્મસ્વરૂપ સંસારસમુદ્રથી તારનારું, રાગાદિદોષોને જિતાવનારું, બોધિ આદિને અપાવનારું તથા સકલકર્મનો ક્ષય કરાવનારું છે. પ્રત્યેક શુદ્ધ આત્મા ચારકષાય અને પાંચ વિષયરૂપ સંસારસમુદ્રથી પાર ઉતારનાર છે એવી ભાવનાપૂર્વક કરેલો પંચપરમેષ્ઠિનમસ્કાર ભાવનમસ્કાર બને છે અને પંચપરમેષ્ઠિમાં જીવમાત્રનું શુદ્ધસ્વરૂપ સંગૃહીત છે. એ ભાવનાપૂર્વક થતો નમસ્કાર પણ ભાવનમસ્કાર બનીને સકલકર્મોનો ક્ષય કરાવે છે. . પ્રત્યેક આત્માનું શુદ્ધસ્વરૂપ અને તેનું આલંબન ભવસમુદ્રથી પાર ઉતારનારું હોવાથી તે પરમ ઉપકારક બને છે. તે ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ એ ભાવનમસ્કાર છે. એથી પોતાના આત્માના શુદ્ધસ્વરૂના શરણનો પણ સ્વીકાર થાય છે. તેથી તે નિશ્ચયનમસ્કાર પણ બને છે. અરિહંત મંગળ, લોકોત્તમ અને શરણભૂત કેમ ? અરિહંત ગુણપ્રકર્ષવાન હોવાથી પરમ મંગળરૂપ છે. પુણ્યપ્રકર્ષવાન હોવાથી અચિત્ત્વશક્તિયુક્ત છે અને તેના પ્રભાવે તીર્થ પ્રવર્તાવી મોક્ષમાર્ગ દર્શાવે છે તેથી લોકોત્તમ છે. સર્વથા પરાર્થરસિક હોવાથી શરણ-આધાર-અવલંબન આપે છે. વળી નામાદિ ચારેય નિક્ષેપવડે ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં દુર્ગતિમાં પડતા જીવોને ટેકારૂપ બને છે માટે શરણરૂપ છે. અરિહંતપદની અર્થભાવના – અભયદાન આપનારા અરિહંતભગવંતોનું શરણ. - રત્નત્રયથી યુક્ત, અથવા રિક્ત એટલે કે કર્મસંબંધથી રહિત સિદ્ધભગવંતોનું શરણ. હૃ– કર્મ હણવા ઉદ્યમ કરનારા સાધુભગવંતોનું શરણ. ત– તપ-ત્યાગમય જિનધર્મનું શરણ. N ૩૫ર (ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy