________________
સ્વરૂપની અનુભૂતિ
અરિહંતાદિ ચારનું શરણ એ શુદ્ધ આત્મસ્વરૂપનું સ્મરણ કરાવનાર હોવાથી અને તેના ધ્યાનમાં જ તલ્લીન કરનાર હોવાથી તત્ત્વતઃ શુદ્ધ આત્મસ્વરૂપનું જ શરણ છે. અને શુદ્ધ આત્મસ્વરૂપનું શરણ જ પરમ સમાધિને આપનાર હોવાથી પરમ આદેય છે. તે માટેની યોગ્યતા દુષ્કતગઈ અને સુકૃતાનુમોદનથી પ્રાપ્ત થાય છે તેથી દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમોદના પણ ઉપાદેય છે.
દુષ્કૃતગઈ અને સુકૃતાનુમોદના સહિત અરિહંતાદિ ચારનું શરણ એ ભવ્યત્વ પરિપાકના ઉપાય તરીકે શાસ્ત્રમાં વર્ણવેલું છે તે યુક્તિ અને અનુભવથી પણ ગમ્ય છે.
દુષ્કૃતગઈ અને સુકૃતાનુમોદન પરાર્થવૃત્તિ અને કૃતજ્ઞતા ભાવને ઉત્તેજિત કરનાર હોવાથી અંતઃકરણની શુદ્ધતા કરે છે એ યુક્તિ છે અને અંતઃકરણમાં જ પરમાત્મસ્વરૂપનું પ્રતિબિંબ પડી શકે છે એવો સર્વ યોગીપુરુષોનો પણ અનુભવ છે.
સમુદ્ર કે સરોવર જ્યારે નિસ્તરંગ બને છે ત્યારે જ તેમાં આકાશાદિનું પ્રતિબિંબ પડી શકે છે. તેની જેમ અંતઃકરણરૂપી સમુદ્ર કે સરોવર જ્યારે સંકલ્પ-વિકલ્પરૂપી તરંગોથી રહિત બને છે ત્યારે જ તેમાં અરિહંતાદિ ચારનું અને શુદ્ધાત્માનું પ્રતિબિંબ પડે છે.
- અંતઃકરણને નિસ્તરંગ અને નિર્વિકલ્પ બનાવનાર દુષ્કૃતગહ અને સુકૃતાનુમોદનના શુભ પરિણામ છે અને તેમાં શુદ્ધાત્માનું પ્રતિબિંબ પાડનાર અરિહંતાદિ ચારનું સ્મરણ અને શરણ છે.
સ્મરણ ધ્યાનાદિ વડે થાય છે અને શરણગમન આજ્ઞાપાલનના અધ્યવસાય વડે થાય છે. આજ્ઞાપાલનનો અધ્યવસાય નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિને આપનારો છે અને નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિ એટલે શુદ્ધાત્માની સાથે એકતાની અનુભૂતિ. તેને અંગ્રેજીમાં self Identification (સેલ્ફ આઈડેન્ટીફિકેશન) અર્થાત્ સ્વરૂપની અનુભૂતિ પણ કહે છે.
એ રીતે પરંપરાએ દુષ્કતગઈ અને સુકૃતાનુમોદના તથા સાક્ષાત્ શ્રી અરિહતાદિ ચારનું શરણગમન નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિ-સ્વરૂપાનુભૂતિનું કારણ બને છે, તેથી તે ત્રણેયને જીવનું તથાભવ્યત્વ-મુક્તિ ગમન યોગ્યત્વ પકાવનાર તરીકે શાસ્ત્રમાં ઓળખાવવામાં આવેલ છે તે યથાર્થ છે.
તે ત્રણેય સાધનોનો ભવ્યત્વ પકાવવાના ઉપાય તરીકે આશ્રય લેવો એ દુર્લભ એવા માનવજીવનમાં પ્રત્યેક મુમુક્ષુ આત્માનું પરમ કર્તવ્ય છે.
નાના મોટાને બે હાથ જોડીને નમે એ દુનિયાનો ક્રમ છે. એ રીતે મોટો નાનાને ભલે ન નમે, પણ તેને પોતાના દયમાં સ્થાન આપે, તેનું હિત ચિત્તવે, તેને સન્માર્ગમાં જોડે અને તેનું કલ્યાણ થાય તેમ વિચારે એ પણ એક પ્રકારનો મોટાનો નાના પ્રત્યેનો નમસ્કારભાવ છે.
૨૬૪
છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org