SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ અને સર્વદર્શિતાને પમાડનાર પણ થાય છે. દયા છે પ્રધાન જેમાં એવો કેવલિકથિત ધર્મ, જે કોઈ ત્રિકરણયોગે થાવજીવિત પ્રતિજ્ઞાપૂર્વક સાધનારા છે, તેઓ નિર્ઝન્થ સાધુ ગણાય છે. રાગ-દ્વેષની ગાંઠથી ઘણા છૂટેલા હોવાથી અને શેષ અંશથી સ્વલ્પ કાલમાં જ અવશ્ય છૂટનારા હોવાથી તેઓ પણ શરણ્ય છે. નિર્ચન્ય અવસ્થા વિતરાગ અવસ્થાને અવશ્ય લાવનારી હોવાથી તે પ્રચ્છન્ન વીતરાગતા જ છે. દયાપ્રધાનધર્મનું પ્રથમ ફળ નિર્ઝન્યતા છે અને અંતિમ ફળ વીતરાગતા છે. ક્ષયોપશમભાવની દયાનું પરિપૂર્ણ પાલન તે નિર્ઝન્યતા છે અને ક્ષાયિકભાવની દયાનું પ્રકટીકરણ તે વીતરાગતા છે. નિર્ઝન્યતા (સાધુ ધર્મ) એ પ્રયત્ન સાધ્ય દયાનું સ્વરૂપ છે અને વીતરાગતા એ સહજ સાધ્ય દયામયતા છે. દયા સર્વમાં મુખ્ય છે, પછી તે ધર્મ હો કે ધર્મને સાધનારા સાધુ હો કે સાધુપણાના ફળસ્વરૂપ અરિહંત કે સિદ્ધ પરમાત્મા હો. ધર્મવૃક્ષના મૂળમાં દયા છે. તેથી ધર્મવૃક્ષના ફળમાં પણ દયા જ પ્રકટે છે. સાધુ દયાના ભંડાર છે, તો અરિહંત અને સિદ્ધ એ દયાના નિધાન છે. દયાવૃત્તિ અને દયાની પ્રવૃત્તિમાં તારતમ્યતા ભલે હો પણ બધાનો આધાર એક દયા જ છે, તે સિવાય બીજું કશું જ નથી. અરિહંત અને સિદ્ધ પરમાત્માનું ધ્યાન કર્મક્ષયનું અસાધારણ કારણ છે જીવનું રૂપાંતર કરનાર રસાયણના સ્થાને એક દયા છે, તે કારણે તીર્થંકરોએ દયાને જ વખાણી છે. ધર્મતત્ત્વનું પાલન, પોષણ અને સંવર્ધન કરનારી એક દયા જ છે અને તે દુઃખી અને પાપી પ્રાણીઓનાં દુઃખ અને પાપનો નાશ કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિરૂપ છે તથા ક્ષાયિકભાવમાં સહજ સ્વભાવરૂપ છે. તે સ્વભાવ દુઃખરૂપી દાવાનળને ક્ષણમાત્રમાં શમાવવા માટે પુષ્પરાવર્ત મેઘની ગરજ સારે છે. પુષ્પરાવર્ત મેઘની ધારા જેમ ભયંકર દાવાનલને પણ શાંત કરી દે છે, તેમ આત્માનો સહજ શુદ્ધસ્વભાવ જેઓને પ્રગટ થયો છે, તેઓના ધ્યાનના પ્રભાવથી દુઃખદાવાનળમાં દાઝતા સંસારી જીવોના દુઃખદાહ ક્ષણવારમાં શમી જાય છે. શુદ્ધ સ્વરૂપને પામેલા અરિહંતાદિ આત્માઓનું ધ્યાન તેમના પૂજન વડે, સ્તવન વડે, તેમની આજ્ઞાનું પાલન આદિ કરવા વડે થાય છે. શુદ્ધ સ્વરૂપને પામેલા આત્માઓનું ધ્યાન એ જ પરમાત્માનું ધ્યાન છે અને એ જ નિજ શુદ્ધાત્માનું ધ્યાન છે. ધ્યાન વડે ધ્યાતા ધ્યેયની સાથે એકતાનો અનુભવ કરે છે તે સમાપત્તિ છે અને તે જ એક કર્મક્ષયનું અસાધારણ કારણ છે. નિજ શુદ્ધ આત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અરિહંત અને સિદ્ધ સમાન છે, તેથી અરિહંત અને સિદ્ધપરમાત્માનું ધ્યાન દ્રવ્ય, ગુણ અને પર્યાયથી પોતાના શુદ્ધ આત્માના ધ્યાનનું કારણ બને છે. કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે એ ન્યાયે અરિહંત અને સિદ્ધપરમાત્માના ધ્યાન વડે સકલકર્મનો ક્ષય થવાથી પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટે છે. કર્મક્ષયનું અસાધારણ કારણ શુદ્ધસ્વરૂપનું ધ્યાન છે. કહ્યું છે કે - मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च, तद्ध्यानं हितमात्मनः ॥१॥ સકલકર્મના ક્ષયથી મોક્ષ ઉત્પન્ન થાય છે અને સકલકર્મનો ક્ષય આત્મજ્ઞાનથી થાય છે. આત્મજ્ઞાન પરમાત્માના ધ્યાનથી પ્રગટે છે, તેથી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના લાભરૂપ મોક્ષ મેળવવા માટે પરમાત્માના ધ્યાનમાં લીન થવું જોઈએ. કેમકે તે ધ્યાન જ આત્માને મોક્ષસુખનું અસાધારણ કારણ હોવાથી અત્યંત હિતકર છે. KN અનુપ્રેક્ષાકિરણ ૧ . ૨૩ વર્ષ ૨૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy