________________
પરમાત્માની આજ્ઞાના કારણે માનવાની છે.
મંત્ર-તંત્ર-યંત્ર, દેવગુપૂજન-ભક્તિ-સ્મરણ, જ્ઞાનધ્યાનાદિ જ્યારે આજ્ઞાના આરાધનસ્વરૂપ બને છે, ત્યારે સાનુબંધ બને છે અને મુક્તિપર્યત પહોંચાડે છે.
ચાર ગતિ, પાંચ જાતિ અને ચોરાશીલક્ષ જીવયોનિ, તેના કારણભૂત ચાર કષાય, પાંચ વિષય અને અઢાર પાપસ્થાનક ત્યાં સુધી જ ટકે છે, કે જ્યાં સુધી આજ્ઞાપાલનનો અધ્યવસાય પ્રકટ્યો નથી. સંસારમાં સુખ કે દુઃખ અનુક્રમે આજ્ઞાપાલન અને આજ્ઞા વિરાધનનું ફળ છે.
આજ્ઞાનું પાલન સર્વ જીવનિકાયને હિતકારી છે, શ્રેયસ્કર છે અને કલ્યાણનું કારણ છે. આજ્ઞાનું વિરાધન સ્વચ્છંદતાને પોષનારું હોવાથી અકલ્યાણકારી છે, અહિતકારી છે અને તેથી વર્જ્ય છે. નમસ્કારમંત્ર આજ્ઞાપાલનનું શિક્ષણ આપે છે. આજ્ઞારાધનાથી શિવપદની પ્રાપ્તિ
'आज्ञाराद्धा विराद्धा च शिवाय च भवाय च ।'
આજ્ઞાની આરાધના મોક્ષને માટે થાય છે અને વિરાધના સંસારનું કારણ બને છે. પરંતુ તે આજ્ઞા કેવી છે તે આજ્ઞાકારક એવા પંચપરમેષ્ઠિઓની ભક્તિથી જ સમાય છે.
૧. અરિહંતની આજ્ઞાઃ અનાદિકાળથી સેવેલા બીજા આત્માઓ પ્રત્યેના શત્રુભાવનો નાશ કરનારી છે. ૨. અહંતની આજ્ઞા પૂજ્ય પુરુષોમાં રહેલી પૂજ્યતા કે જે અનાદિકાળથી અદશ્ય છે તેને દેખાડનારી છે. ૩. અરુહંતની આજ્ઞા : ફરીથી જન્મ-મરણ ન કરવાં પડે તેવી આરાધના બતાવનારી છે.
સિદ્ધની આજ્ઞા : આજ્ઞા એ સિદ્ધ છે, ત્રિકોટિપરિશુદ્ધ છે અને સર્વને પ્રમાણભૂત છે. આ બીજા પદની ભક્તિ આજ્ઞાના સિદ્ધસ્વરૂપને કે ત્રિકાલાબાધ્યસ્વરૂપને બતાવનારી છે.
- આચાર્યની આજ્ઞાઃ “શત્રુભાવને હણનારી, પૂજ્યતાને પમાડનારી, જન્મ-મરણથી છોડાવનારી તથા સિદ્ધ અને અકાઢ્ય એવી આશા જ આચરવાલાયક છે.” એ રીતે આજ્ઞાની આચરણીયતાને ઓળખાવનાર ત્રીજા પદની ભક્તિ છે.
ઉપાધ્યાયની આજ્ઞાઃ આજ્ઞા જેની પાસે રહેલી છે. તેની સમીપ ભણવું અને આજ્ઞાની પુષ્ટિ માટે તેની પુષ્ટિ કરાવે તેવાં જ શાસ્ત્રો ભણવાં અને ભણાવવાં. અર્થાત આજ્ઞા જ ભણવા અને ભણાવવાયોગ્ય છે એવો ભાવ ચોથા પદની ભક્તિથી ઉત્પન્ન થાય છે.
સાધુની આજ્ઞાઃ “લોકમાં સૌએ એ આજ્ઞાઓ જ સાધવાયોગ્ય-આરાધવાયોગ્ય છે.” એવો ભાવ પાંચમા પદની ભક્તિથી પ્રગટ થાય છે.
એ આજ્ઞાઓ લોકમાં સર્વ જીવો ઉપર પોતાનું આધિપત્ય ધરાવે છે. ઈચ્છાએ કે અનિચ્છાએ સર્વ જીવો એ આજ્ઞાઓને જ આધીન રહેલા છે, એવી સમજ પંચમપદની ભક્તિથી પ્રાપ્ત થાય છે અર્થાત આજ્ઞાની સર્વસત્તાધીશતા તથા સર્વસાધ્યતા-ઉપાદેયતા સમજાય છે.
પાંચેય પદોની ભક્તિથી આજ્ઞાનું પૂર્ણસ્વરૂપ સમજાય છે, તેથી આજ્ઞાની આરાધના કરવાનો વર્ષોલ્લાસ જાગે છે અને જીવને શિવપદની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત, વ્યાપ્ત અને સમાપ્ત
પંચપરમેષ્ઠિ એ જિનાજ્ઞાનું મૂર્તિમંતસ્વરૂપ છે. પ્રથમ બે પદો એ આજ્ઞારાધનના ફળસ્વરૂપ છે. છેલ્લા ત્રણ પરમેષ્ઠિઓ સ્વયં આજ્ઞારાધનસ્વરૂપ છે.
THE
અનુપ્રેક્ષાકિરણ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org