SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ છે. નમનીયને ન નમવું તે મિથ્યાત્વ છે, આત્માના શુદ્ધ સ્વરૂપને ન જાણવું તે અજ્ઞાન છે અને આચરવા લાયકને ન આચરવું તે અવિરતિ છે. નવકારના પ્રથમપદના આરાધનથી નમનીયને નમન, જ્ઞાતવ્યનું જ્ઞાન અને કરણીયનું કરણ થતું હોવાથી ત્રણેય દોષોનું નિવારણ થઈ જાય છે. બહિરાત્મભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મભાવ નવકારના પ્રથમપદથી બહિરાત્મભાવનો ત્યાગ, અંતરાત્મભાવનો સ્વીકાર અને પરમાત્મભાવનો આદર થાય છે. શ્રી આનન્દઘનજી મહારાજ સુમતિનાથ ભગવાનના સ્તવનમાં ફરમાવે છે કે બહિરાતમ તજી અંતર આતમા-રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની, પરમાતમનું હો આત્મ ભાવવું, આતમ અરપણ દાવ સુજ્ઞાની, સુમતિ ચરણ કજ આતમ અરપણા સુમતિનાથ ભગવાનના ચરણકમળમાં આત્માનું અર્પણ કરવાનો દાવ તે છે કે બહિરાતત્મભાવનો ત્યાગ કરી, અંતરાત્મભાવમાં સ્થિર થઈ, પોતાનો આત્મા તત્ત્વથી પરમાત્મા છે એવા ભાવમાં રમણ કરવું. નમો પદ વડે બહિરાત્મભાવનો ત્યાગ અને અંતરાત્મભાવનો સ્વીકાર થાય છે તથા અરિહં અને તાણે પદ વડે આત્માનું પરમાત્મસ્વરૂપે ભાવન અને તેના પરિણામે રક્ષણ થાય છે. ત્રણેય ભાવોનું પૃથક પૃથક વર્ણન કરતાં તેઓશ્રી ફરમાવે છે કે - આતમ બુદ્ધ હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અદ્યરૂપ, સુજ્ઞાની; કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ સુજ્ઞાની, સુમતિચરણ. જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો વરજિત સકલ ઉપાધિ સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણ ગણ મણિ આગરુ, ઈમ પરમાતમ સાધુ સુજ્ઞાની, સુમતિચરણ. કાયા, વચન, મન આદિને એકાંત આત્મબુદ્ધિથી ગ્રહણ કરનાર બહિરાત્મભાવ છે અને તે પાપરૂપ છે. તે જ કાયાદિનો સાક્ષીભાવ અંતરાત્મસ્વરૂપ કહેવાય છે અને જે પરમાત્મસ્વરૂપ જ્ઞાનાનંદથી પૂર્ણ છે, સર્વ બાહ્ય ઉપાધિથી રહિત છે, અતીન્દ્રિય ગુણ સમૂહરૂપ મણિઓની ખાણ છે તેની સાધના કરવી જોઈએ. નવકારના પ્રથમપદની સાધના બહિરાત્મભાવને છોડાવી અંતરાત્મભાવમાં સ્થિર કરી, પરમાત્માભાવની ભાવના કરાવે છે તેથી પુનઃ પુનઃ કરવા યોગ્ય છે. કહ્યું છે કેबाह्यात्मानमपास्य प्रसत्तिभाजाऽन्तरात्मना योगी । सततं परमात्मानं, विचिन्तयेत्तन्मयत्त्वाय ॥ યોગશાસ્ત્ર, પ્ર૦ ૧૨, શ્લોક ૬ યોગી બાહ્યાત્મભાવનો ત્યાગ કરી, પ્રસન્ન એવા અત્તરાત્મભાવ વડે, પરમાત્મતત્ત્વનું વિશિષ્ટ ચિંતન તન્મય થવા માટે નિરન્તર કરે. પ્રથમપદનો જાપ અને તેના અર્થનું ચિન્તન, સાધકને યોગીઓની ઉપરોક્ત ભાવનાનો અભ્યાસ કરાવનાર થાય છે. ગતિચતુણ્યથી મુક્તિ અને અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ નવકારનું પ્રથમપદ “નમો' સવિચારનું પ્રેરક છે, “અરિહં' પદ સવિવેકનું પ્રેરક છે અને “તાણ' પદ સદ્વર્તનનું પ્રેરક છે. સવિચાર, વિવેક અને સદ્વર્તન એ જ નિશ્ચયથી રત્નત્રયી છે. N ૨૫૦ ૨૫૦ ( સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy