SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ લયોપશમભાવના ધર્મો ધર્મરૂપ છે. નમો' મમત્વભાવનો ત્યાગ કરાવી, સમત્વભાવ તરફ લઈ જાય છે તેથી સેતુરૂપ છે. નમો' એ મિથ્યાત્વમોહરૂપી અઢારમા પાપસ્થાનકનો ત્યાગ કરાવી સમ્યગ્દર્શનગુણની સહાયથી જીવને અયોગિકેવળી નામના ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રબળ નિમિત્ત બને છે, તેથી તેને ધર્મપ્રવેશનું દ્વાર કહ્યું છે. બહિરાત્મભાવરૂપી વિમાત્રનો ત્યાગ કરાવી પરમાત્મભાવરૂપી અમાત્રને પ્રાપ્ત કરાવનાર અંતરાત્મભાવનો પ્રદર્શક નમો એ નમસ્કારવાચક નમો’ પદ છે. તે પદ પરમાત્મભાવનું પુનઃ પુનઃ મનન કરાવી બહિરાત્મભાવનો સંકોચ અને અંતરાત્મભાવનો વિકાસ કરે છે. નિર્વિકલ્પપદની પ્રાપ્તિ માટે અશુભવિકલ્પોથી મુક્ત કરાવી શુભવિકલ્પોમાં જોડનાર “નમો' પદ છે. તેને દ્રવ્યભાવસંકોચરૂપ કહેલ છે. દ્રવ્યસંકોચ હાથ, પગ, મસ્તકાદિ અવયવોનો અને ભાવસંકોચ વિશુદ્ધ મનનો છે. વિશુદ્ધમાન વડે, અશુદ્ધમન ટળી પરિશુદ્ધ આત્માની પ્રાપ્તિ (નમો પદ વડે) થાય છે. નમસ્કારભાવ ચમત્કાર ત્યાં નમસ્કાર અને નમસ્કાર ત્યાં જયજયકાર. નમસ્કારભાવ વડે પુષ્ટ થયેલું મન સુધા વરસાવનારા ચન્દ્રનું કામ કરે છે. ચન્દ્ર પરપ્રકાશ્ય છે, તેમ નમસ્કારભાવ લાવનાર કૃતજ્ઞભાવ એ પરોપકારભાવરૂપી સૂર્યથી પ્રાકાશય ચન્દ્ર આપણું કર્તવ્ય સર્વના હિતમાં સક્રિય બનવાનું છે, તે કારણે સર્વજીવહિતકર શ્રી નવકારને સમર્પિત થવાનો ઉત્સાહ અને પુરુષાર્થ પ્રગટ કરવો જોઈએ. अपवित्रः पवित्रो वा, सुस्थितो- दुस्थितोऽपि वा । ध्यायेत् पंचनमस्कारं सर्वपापैः प्रमुच्यते ॥ શ્વાસોચ્છવાસ ક્યારે લેવાય અને ક્યાં લેવાય તે પ્રશ્ન આપણે ક્યારેય કોઈને પૂછતા નથી, તેમ શ્રી નવકાર ક્યારે અને ક્યાં ગણાય તે પ્રશ્ન પણ પૂછવા જેવો નથી. આંતરિકશુદ્ધિનું સતત કાર્ય કરનારા શ્રી નવકારના સ્મરણથી ઘડીભરને માટે પણ છૂટા પડ્યા એટલે આપણી અંદરના અને બહારના વાતાવરણમાં જે મલિનતત્ત્વો એકઠાં થાય છે તે સાધનામાં અવરોધરૂપ બને છે. નવકારભાવવિહોણા ભાવની છાયામાં થાક, ગ્લાનિ અને વિસંવાદિતા વધે છે. નમસ્કારભાવવિહોણું જીવન, માત્રા, મેળ, છંદ અને અર્થપૂર્ણ શબ્દરચનાવિહોણા કાવ્યસમું નિરસ તેમ જ ભારરૂપ બની રહે છે. સર્વશિરોમણી મંત્ર શુદ્ધ આત્મદ્રવ્ય મોક્ષરૂપી મોદકના સ્થાને છે, તેનું જ્ઞાન ગોળના સ્થાને અને તે જ્ઞાનનો સ્વીકાર ઘીના સ્થાને છે. આત્મદ્રવ્ય પૂર્ણ છે, એવા જ્ઞાન અને સ્વીકારપૂર્વક તેનું જ સ્મરણ, તેમાં જ રમણતા એ આટાના સ્થાને છે. અન્ય સર્વઇચ્છાઓના નિરોધરૂપ તારૂપી અગ્નિ વડે આત્મધ્યાનરૂપ આટાના ભાખરા બનાવી, તેને ક ( વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy