SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પછી ભલે તે શબ્દો પર્યાપવાચી હોય અને તેનાં લિંગ, વચન આદિ પણ સમાન હોય. ‘ઇન્દ્ર’ શબ્દથી ઐશ્વર્યનો અનુભવ કરનાર અને ‘પુરન્દર’ શબ્દથી પુર-નગરીનો ભાંગનાર એવો બોધ થાય છે. ઇન્દ્ર અને પુરન્દ૨, એ બે શબ્દોનો આધાર એક જ વ્યક્તિ હોવાથી તે પર્યાયવાચી બની જાય છે, તોપણ તે બંનેના અર્થ જુદા જુદા છે. એ રીતે પ્રત્યેક શબ્દમાં પૃથક્ અર્થ બતાવવાનું સામર્થ્ય છે, એમ આ નય માને છે ‘ઘટ’ શબ્દથી જે અર્થ વાચ્ય છે, તે અર્થ કુટ, કુમ્ભ, કલશાદિ શબ્દોથી વાચ્ય હોતો નથી અને જો તેમ માનવામાં ન આવે તો સંકરાદિ અનેક દોષોની પ્રાપ્તિ થાય છે. એક ‘ઘટાદિ’ વસ્તુનો અન્ય ‘કુટાદિ’ વસ્તુમાં સંક્રમ થઈ શકતો હોય, તો ઘટાદિ અર્થમાં પટાદિ અર્થનો પણ સંક્રમ થતો માનવો જોઈએ. અને એ રીતે થાય તો સંશય, વિપર્યય, એકતા અને સંકીર્ણતાદિ અનેક દોષોનો સમૂહ ઉત્પન્ન થાય છે. જેમકે- ‘આ ઘટ છે કે પટ છે ?’ – એવો સંશય અગર ‘ઘટમાં જ પટના નિશ્ચયરૂપ’ વિપર્યય અથવા ઘટપટાદિ પદાર્થોનો ભેદભાવ-એકતા અથવા મેચકર્મણિની જેમ ઘટપટાદિ અર્થની સંકીર્ણતા આવીને ઊભી રહે છે. તાત્પર્યાર્થ એ છે કે-ઘટ, કુટ, કુમ્ભાદિ શબ્દોથી વાચ્ય પદાર્થનો પરસ્પર ‘અભેદ’ માનવો એ યોગ્ય નથી. કિન્તુ ભેદ માનવો એ જ યુક્ત છે. કારણ કે-જેમ વાચક શબ્દના ભેદથી ઘટ, પટ, સ્તમ્ભાદિ શબ્દોથી વાચ્ય ઘટ, પટ, સ્તમ્ભાદિ પદાર્થો ભિન્ન છે, તેમ ઘટ, ફુટ, કુમ્ભાદિમાં પણ વાચક શબ્દોનો ભેદ છે માટે તે ભિન્ન છે. બીજી વાત એ છે કે લિંગ અને વચનાદિની વિભિન્નતાથી જો અર્થની વિભિન્નતા સ્વીકારવામાં આવે છે, તો પછી ઘટ, કુટ, કુમ્ભ, કલશાદિ શબ્દોના ભેદથી વાચ્ય અર્થોનો ભેદ શા માટે સ્વીકારવામાં ન આવે ? ધ્વનિનો ભેદ ઉભયત્ર સમાન છે. અથવા તો એક શબ્દમાં અનેક અર્થોની પ્રવૃત્તિ જ સંભવી શકતી નથી-એવો સમભિરૂઢ નયનો સિદ્ધાન્ત છે. એ સિદ્ધાન્ત સ્વીકારવાનું પ્રયોજન આપણે ઉપર જોઈ આવ્યા છીએ. આ નય દેશ-પ્રદેશાદિની ભિન્ન કલ્પનામાં ‘ષષ્ઠી’ સમાસ માનતો નથી, કિન્તુ ‘કર્મધારય’ સમાસ માને છે. એના મતે ધર્માસ્તિકાય વગેરે ‘દેશી’ તે જ ‘દેશ’ છે. ‘દેશ' એ દેશીથી અત્યંત ભિન્ન સ્વતંત્ર વસ્તુ નથી. ‘દેશી’થી ‘દેશ’ ભિન્ન માનવામાં આવે તો અત્યન્ત ભિન્ન વિન્ધ્ય અને સહ્યની જેમ બંનેનો સંબંધ કેવી રીતે ઘટે ? એ જ રીતે આ નય કર્તાથી ક્રિયાને અવ્યતિરિક્ત માને છે. કુમ્ભકા૨થી કુમ્ભ કરવાની ક્રિયા ભિન્ન નથી. કર્તા સંબંધી ક્રિયાનો સંબંધ કર્તાથીવ્યતિરિક્ત ‘ઘટરૂપકર્મ’ માં પણ માનવામાં આવે તો પરસ્પર ‘એકતાદિ’ દોષોની પ્રાપ્તિ થાય. માટે કર્તા સંબંધી ક્રિયાનો સંબંધ કર્તામાં જ માનવો, કિન્તુ કર્માદિમાં ન માનવો એવો સમભિરૂઢ નયનો સિદ્ધાન્ત છે. એવંભૂત નય : જે શબ્દનો અર્થ જે ક્રિયાને દર્શાવતો હોય, તે ક્રિયામાં તત્પર પદાર્થને જ તે શબ્દનો વાચ્ય માનવો એ એવંભૂત નયનો વિષય છે. જેમકે-પૂજા કરતી વખતે જ તેને ‘પૂજારી’ માનવો, સેવા કરતી વખતે જ તેને ‘સેવક; માનવો, અને યુદ્ધ કરતી વખતે જ તેને યોદ્ધો’ માનવો. પ્રત્યેક શબ્દનો અર્થ કોઈને કોઈ ક્રિયાની સાથે સંબંધ રાખનાર હોય જ છે. ‘શાકટાયનનો મત છે કે-પ્રત્યેક શબ્દની ઉત્પત્તિ કોઈ ને કોઈ ધાતુ ઉ૫૨થી જ થયેલી છે. કોઈપણ ભાષામાં મોટે ભાગે ધાતુથી સંબંધ નહિ રાખનાર શબ્દ મળી શકવો અશક્ય છે. તાત્પર્ય કે-પ્રત્યેક શબ્દ કોઈ ને કોઈ ક્રિયાથી સંબંધ રાખે છે જ. સમભિરૂઢ નય કોઈ એક સમયે ક્રિયા જોઈને, એ વસ્તુ માટે એ જ શબ્દનો પ્રયોગ સર્વદા ક૨શે, પરન્તુ એવંભૂત નય, જ્યારે અને જ્યાં સુધી ક્રિયા થઈ રહી હોય, ત્યારે અને ત્યાં સુધી જ તેને તે શબ્દથી બોલાવશે. શબ્દ-નય અને સમભિરૂઢ-નય કરતાં આ નય શબ્દના અર્થમાં વિશેષ તત્પર છે. એવંભૂત-નય ઘટ શબ્દને ચેષ્ટાવાન અર્થવડે અને તે ‘ચેષ્ટારૂપ અર્થને' ‘ઘટ' શબ્દવડે નિયત કરે છે. જેવો અભિધાયક હોય તેવા જ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ४० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy