________________
પરધન'ની જેમ ઉપયોગમાં આવતી નહિ હોવાથી નિષ્ઠયોજન છે, તેથી એ ત્રણે પ્રકારની વસ્તુને આ નય “અસતુ' યાને “અવસ્તુ' માને છે. તે કહે છે કે-જો સંવ્યવહારોપલબ્ધિ-રહિત હોવાથી સામાન્યને “અસત્' માનવામાં આવતું હોય તો અતીત, અનાગત અને પરકીય પણ અનુપયોગી હોવાથી “અસ” જ માનવું જોઈએ. વસ્તુનો વર્તમાનકાલીન સ્વકીય પર્યાય માત્ર જ “સ” છે. એના બે ભેદ છે એક સૂક્ષ્મ અને બીજો સ્થૂલ સૂક્ષ્મ ઋજુસૂત્રનય “સમય” માત્રના વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે અને માને છે. જેમકે-ક્ષણક્ષથી પદાર્થ. પૂલ ઋજુસૂત્ર નય અનેક સમયના વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે અને માને છે. જેમકે-સો વર્ષનો મનુષ્યપર્યાય. એ રીતે સૂક્ષ્મ-સ્થૂળ સાંપ્રતકાલીન, નામ-સ્થાપનાદિયુક્ત સ્વકીય વસ્તુને જ જુસૂત્ર નય વસ્તુ તરીકે સ્વીકારે છે.
અહીં સુધીના ચાર નિયો, એ અર્થનય છે અને હવે પછીના ત્રણ નયો, એ શબ્દનાય છે. જો કે – સાતે નયો જ્ઞાનાત્મક અને શબ્દાત્મક છે, (પરાર્થ-પ્રતિપાદનમાં શબ્દાત્મક બની જાય છે અને સ્વાર્થપ્રકાશનમાં જ્ઞાનાત્મક રહે છે.) તોપણ અહીં બાકીના ત્રણે નવો શબ્દનય છે એમ જણાવામાં આવ્યું છે એનું તાત્પર્ય એ છે કે નૈગમાદિ ચાર નો “અર્થ' પ્રધાન છે અને શબ્દાદિ ત્રણ નયો “શબ્દ” પ્રધાન છે. જો કે – સાતે નયો અર્થનું જ પ્રતિપાદન કરે છે, તોપણ નૈગમાદિ નવો શબ્દના લિંગાદિનું પરાવર્તન થઈ જવા માત્રથી અર્થમાં પરાવર્તન માનતા નથી.
જ્યારે શબ્દાદિ ત્રણ નવો શબ્દના લિંગાદિના પરાવર્તનથી અર્થનું પણ પરાવર્તન સ્વીકારે છે. શGદનય :
શબ્દોમાં લિંગાદિના ભેદે અર્થનો ભેદ બતાવનાર “શબ્દ” નય છે. શબ્દમાં જે લિંગાદિનો વ્યવહાર થાય છે તે અર્થની અપેક્ષાએ હોય છે. અર્થમાં જે લિંગ હોય છે તેના સમાન લિંગનો વ્યવહાર પ્રાયઃ શબ્દમાં પણ થાય છે અને એજ લિંગને શબ્દનું લિંગ માની લેવામાં આવે છે. એ કારણે શબ્દનયની એ માન્યતા છે કે- “જ્યાં લિંગ આદિકનો ભેદ છે, ત્યાં અર્થમાં પણ અવશ્ય ભેદ પડી જાય છે. જેમકે-પહાડ અને પહાડી, નર અને નદી. નળો અને નળી ઇત્યાદિ મોટા પહાડને પહાડ અને નાના પહાડને પહાડી કહેવાય છે. એજ રીતિએ મોટી નદીને નદ અને નાની નદીને નદી તથા મોટા નળાને નળો અને નાના નળાને નળી કહેવામાં આવે છે. એથી સિદ્ધ થાય છે કે લિંગભેદ એ અર્થભેદમાં કારણ છે.' એજ રીતે સંખ્યા, પુરુષ, ઉપસર્ગ, કાળ, કારક આદિના ભેદથી અર્થભેદને સ્વીકારનાર આ નય છે.
વર્તમાનકાલીન-પ્રત્યુત્પન્ન વસ્તુને ઋજુસૂત્ર નય માને છે. તેને જ શબ્દનય વિશેષતર માને છે. એને શબ્દનય એટલા માટે કહેવામાં આવે છે કે-તે પ્રધાનપણે શબ્દના વાચ્યાર્થને ગ્રહણ કરે છે. અર્થાત્ શબ્દના વાસ્ત્રાર્થને ગ્રહણ કરનાર નયને પણ ઉપચારથી શબ્દનય કહેવામાં આવે છે. આ નય શબ્દના વાચ્યાર્થીને જ પ્રધાનપણે માનતો હોવાથી, તેના મતે “ઘટ’ શબ્દવડે કેવલ “ભાવ” ઘટનું જ ગ્રહણ થાય છે. આ નયના મતે જલાહરણાદિ' ક્રિયામાં સમર્થ હોય તે જ “ઘટ' કહેવાય. નામાદિ ઘટો “જલાહરણાદિ ક્રિયામાં સમર્થ નથી, માટે તેને “ઘટ' ન કહેવાય. જો અતીત, અનુત્પન્ન અને પરકીય, એ નિપ્રયોજન હોવાથી ઘટરૂપ વસ્તુ; ન મનાય, તો નામ-સ્થાપનાદિ ઘટો પણ “જલાહરણાદિ સ્વપ્રયોજન માટે અસમર્થ હોવાથી ઘટરૂપ ન જ મનાય. અર્થાત–આ નયના મતે “ઘટ’ શબ્દથી નામ-સ્થાપનાદિરહિત કેવળ “ભાવઘટ' નું જ ગ્રહણ થાય છે.
તદુપરાન્ત સામાન્યપણે પ્રત્યુત્પન્ન વસ્તુને વસ્તુ તરીકે માનનાર ઋજુસૂત્ર નય કરતાં શબ્દનય તેને “સપ્તભંગી' - ભિન્નવચન' આદિ વડે વિશેષતર માને છે. તોપણ સમભિરૂઢ' નયની જેમ શબ્દના પર્યાયભેદે વસ્તુનો ભેદ શબ્દનય માનતો નથી. સમભિરૂટ નય -
જ્યાં શબ્દનો ભેદ છે : ત્યાં અર્થનો ભેદ અવશ્ય છે, એમ માનનાર સમભિરૂઢ નય છે. શબ્દનય તો અર્થભેદ ત્યાં જ કહે છે, કે જ્યાં લિંગ આદિનો ભેદ હોય' પરન્તુ આ નય તો પ્રત્યેક શબ્દના અર્થ જુદા જુદા માને
નમસ્કાર મહામંત્રનો પ્રભાવ
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org