________________
અને ગ્રહણ ગુણવાળા છે તથા અગુરુલઘુ આદિ અનંતપર્યાયવાળા છે, તે અજીવોનો વિચાર જેમાં સ્થિર ચિત્તથી થાય તે અજીવવિચય ધર્મધ્યાન છે. આ ધ્યાન દેહ અને આત્માના અભેદપણાની ભ્રાંતિનું નિવારણ કરનારું છે, કે જે ભ્રાંતિ અનંત શોક અને આતંક આદિનું કારણ છે. શ્રી નવકારમંત્રનું ધ્યાન પણ ભેદજ્ઞાનનું સાધન છે, માટે તેની આરાધના અજીવવિજયધર્મધ્યાન સ્વરૂપ બને છે.
૫. વિપાકવિચય-કર્મના વિપાકનું ચિન્તન તે વિપાકવિચય ધર્મધ્યાન છે. અરિહંતની પદવીથી માંડીને નારકીની વિપત્તિ સુધી જેનું એકછત્રી સામ્રાજ્ય વર્તે છે, તે શુભાશુભ કર્મના મધુર-કટુક ફળોનો વિચાર કરવો તે વિપાકવિચય ધર્મધ્યાન છે. વળી જે કર્મ મૂલ-ઉત્તર પ્રકૃતિના ભેદે અનેક પ્રકારનું છે, પુદ્ગલાત્મક છે, ક્ષીરનીરન્યાયે આત્માની સાથે અનાદિ કાળથી સંબંધિત છે, લોહાગ્નિ ન્યાયે આત્માને પીડા કારક છે, તે આ ધર્મધ્યાન આત્માને ભાવવૈરાગ્યનું કારણ બને છે. શ્રીનમસ્કારમંત્રનું ધ્યાન કર્મવિપાકથી છોડાવનાર છે તેથી આ ધ્યાન પણ તેની અંતર્ગત રહેલું છે.
૬. વિરાગરિચય-આ શરીર અશુચિ છે, શુક્ર-શોણિતરૂપી અશુચિથી ઉત્પન્ન થયેલું છે, મદિરાના ઘટની જેમ શુચિ ન થાય તેવું છે, વિનશ્વર છે, જેમાં જવા માત્રથી મિષ્ટાન્ન વિષ્ટારૂપ અને અમૃત પણ મૂત્રરૂપ થઈ જાય છે, અનિત્ય છે, અપરિત્રાણ છે, યમની પીડા વખતે પિતા, માતા, ભ્રાતા ભગિની, પુત્રવધૂ કે પુત્ર છે તેમાંના કોઈથી પણ રક્ષણ ન થઈ શકે તેવું છે. જેમાંથી નિરંતર અશુચિ વહે છે અને નવ છિદ્રો વડે નિરંતર અશુચિ બહાર નીકળે છે તેથી નક્કી થાય છે કે તેની અંદર સુંદર કાંઈ નથી. આ જાતિનો શરીરના સ્વભાવનો વિચાર વૈરાગ્યનો હેતુ થાય છે. તથા વિષયો પરિણામે ટુ છે, કિંપાકવૃક્ષના ફળોના ઉપભોગની ઉપમાવાળા છે, ભંગુર છે, પરાધીન છે, સંતોષરૂપી અમૃતરસના આસ્વાદનના શત્રુ છે અને તેનાથી ઉત્પન્ન થનારું સુખ લાળને ચાટવાથી થનારા બાળકના દુગ્ધાસ્વાદના સુખની જેમ અપારમાર્થિક છે. તેમાં આસ્થા રાખવી વિવેકીઓને યુક્ત નથી. તેનાથી વિરામ પામવો-વિરતિ સ્વીકારવી એ જ કલ્યાણકારી છે.
વળી આ ગૃહવાસ સળગતા અગ્નિની જ્વાળા સમાન છે, તેમાં વિષયથી સ્નિગ્ધ એવી ઇન્દ્રિયરૂપી લાકડાં બળે છે. જેમાંથી ધૂમની ઘટાની જેમ અજ્ઞાનની પરંપરા પ્રસરી રહી છે, એ જ્વાળાને શમાવવાનું સામર્થ્ય માત્ર એક ધર્મરૂપી મેઘમાં રહેલું છે, તેથી તેમાં જ માત્ર પ્રવૃત્તિ કરવી ઉચિત છે. આવું ધર્મધ્યાન રાગના હેતુઓનો નિરોધ કરનાર હોવાથી તથા પરમાનંદના આસ્વાદતુલ્ય આનંદને સાક્ષાત્ આપનાર હોવાથી અવશ્ય કરવા લાયક છે. નવકારમંત્રની આરાધનામાં આ વિરાગરિચય ધર્મધ્યાન ભરેલું છે.
૭. ભવરિચય-સ્વકૃતકર્મના ફળનો ઉપભોગ કરવા માટે જીવને ફરી ફરી જન્મ લેવો પડે છે. ત્યાં અરઘટ્ટઘટીયંત્રન્યાયથી મૂત્ર, પુરીષ અને આંતરડાં ભરેલી દુર્ગધમય જઠરરૂપી કોટરોમાં વારંવાર વસવું પડે છે. વળી, ત્યાં વસનાર જંતુને કોઈની સહાય નથી. ઈત્યાદિ ભવપરિવર્તનનો વિચાર સત્મવૃત્તિમાં હેતુભૂત એવા ભવનિર્વેદનું કારણ થાય છે. શ્રી નવકારમંત્રના ધ્યાનથી આ ભવનિર્વેદ પુષ્ટ થાય છે તેથી તે ભવરિચય, ધર્મધ્યાનનો જ એક પ્રકાર છે.
૮. સંસ્થાનવિચ-નીચે વેત્રાસન (ખુરસી) જેવો, મધ્યમાં ઝાલર જેવો, આગળ મુરજ (ડમરું) જેવો ચૌદરાજ પ્રમાણ લોક છે, વગેરે ચિન્તન વારંવાર કરવાથી ચિત્તનો અન્ય વિષયોમાં થતો સંચાર અટકી જાય છે અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે. શ્રી નવકારમંત્રના ધ્યાનમાં પણ ચૌદરાજ-લોકનો વિચાર આવી જાય છે તેથી તે પણ સંસ્થાન-વિચય ધ્યાનનો જ એક પ્રકાર છે.
૯. આજ્ઞાવિચય-પરલોક-બંધ-મોલ-ધર્મ-અધર્માદિ અતીન્દ્રિય અને સૂક્ષ્મ ભાવોને વિષે આપ્તવચનને પ્રમાણ તરીકે ધારણ કરવાથી સકલ સંશયો વિલીન થઈ જાય છે અને સકલ પ્રવૃત્તિને જિવાડનાર પ્રાણતુલ્ય શ્રદ્ધાની
મહામંત્રમાં શુભધ્યાનના પ્રકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org