SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ લેશમાત્ર પણ ક્લેશ નથી. કેળના સ્તંભ જેવો આ અસાર સંસાર ક્યાં અને આગમ તથા યુક્તિદ્વારા નિશ્ચિત થયો છે વૈભવ જેમાં એવી સિદ્ધશિલા ક્યાં! ઉજ્જવળધર્મવાળા, શુક્લધ્યાનવાળા, શુક્લલેશ્યાવાળા અને નિર્મળકીર્તિવાળા શ્રી સિદ્ધિભગવંતો અમને સિદ્ધિ આપો. જ્ઞાન અને ક્રિયાનો યોગ થવાથી સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. પક્ષીને બે પાંખો જેમ ઈષ્ટસ્થાને પહોંચાડે છે તેમ તપ અને શિમરૂપી બે પાંખો પ્રાણીને પણ ઈચ્છિતસ્થાને પહોંચાડે છે. નિશ્ચય અને વ્યવહાર અને સૂર્ય અને ચંદ્રની જેમ નિરંતર પ્રકાશ આપે છે. મનશુદ્ધિ એ આત્યંતરતત્ત્વ છે અને સંયમ એ બાહ્યતત્ત્વ છે, તે બન્નેના સંયોગથી મોક્ષની પ્રાપ્તિ છે. એક પાંખથી પંખી ઊડે નહિ, એક ચક્રથી રથ ચાલે નહિ, તેમ એકાંતમાર્ગથી નિર્વાણ પમાય નહિ. જેમ દશની અંદર નવ સુધીની સંખ્યાઓ સમાઈ જાય છે તેમ અનેકાંતસમુદ્રમાં એકાંતરૂપી સઘળી નદીઓ સમાઈ જાય છે. જેમ દરિદ્રના ઘરમાં ચક્રવર્તીની સમૃદ્ધિ સમાય નહીં તેમ તુચ્છ એકાંતમાં અનેકાંતની સંપદાઓ સમાય નહી. સત્તાસત્ત્વ, નિત્યાનિત્ય, ધર્માધર્મ વગેરે બળે ગુણો વસ્તુની સિદ્ધિ દર્શાવનારા છે માટે બુદ્ધિના આઠ ગુણોનું અવલંબન લઈ, એકાંતનો આગ્રહ મૂકી દઈ વસ્તુતત્ત્વને માટે પ્રયત્ન કરો. ત્રણ રેખાવાળો અને માથે અનુસ્વારવાળો / કાર એવું દેખાડે છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નવાળો આત્મા મોક્ષને પામે છે. ઔદારિકાદિ પાંચ શરીરનો નાશ કરનાર અને પંચમી સિદ્ધિ ગતિને આપનાર ‘નમો સિદ્ધાણં' એવા પાંચ અક્ષરો જન્મ, જરા, મરણાદિક સ્વભાવવાળા સંસારથી તમારું રક્ષણ કરો. પ્રકાશ ત્રીજો જેમણે આચાર્યોના ચરણોનું શરણું સ્વીકાર્યું છે તેઓને અજ્ઞાનરૂપી અંધકાર નડતો નથી, કર્મળનો લેપ તથા મન, વચન અને કાયાનાં કષ્ટો પણ હોતાં નથી. મોહના ત્રાસથી જકડાયેલા પ્રાણીઓને પણ આચાર્યો, કેશીગણધરની માફક દુઃખથી મુકાવે છે તે ઘણું જ આશ્ચર્ય છે. આચાર્ય તેમને કહેવાય છે કે જેમના આચારો મનોહર હોય તથા જેમનું જ્ઞાન શિવસંગમ કરાવનારું હોય. તે યતીન્દ્રો મારે શરણ હો કે જેઓ યથાસ્થિતપદાર્થના ઉપદેશક છે, અહિંસાદિ યમોનું પાલન કરે છે તથા પોતાના આત્માનું પૂજન કરે છે. સંયમી મુનિઓના સ્વામી એવા તે આચાર્યો શત્રુ, મિત્ર, સુખ, દુઃખ, ઈષ્ટ, અનિષ્ટ મોક્ષ, ભવ આદિ તમામ પદાર્થો પર સમાનવૃત્તિવાળા હોય છે. ભ્રમર જેમ કમળ પર જઈ પહોંચે છે તેમ અમૂલ્યસિદ્ધિઓ તથા ઉજ્જવલલબ્ધિઓ સ્વયમેવ આચાર્યો પાસે જઈ પહોંચે છે. એવા આ “નમો કાયા ' ત્રીજા પદના સાત અક્ષરો સાત નરકપૃથ્વીરૂપ દુર્ગતિનો નાશ કરો. IN ૪૫૮ ૪૫૮ આ ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ MS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy