SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રાહી નૈગમ અને સંગ્રહ નય એ બે એક જ માન્યતાવાળા છે તથા અસર્વસંગ્રાહી નૈગમ અને વ્યવહાર નય એ બે પણ સમાન માન્યતાવાળા છે. આથી નૈગમ નયનો સંગ્રહ વ્યવહાર નયમાં અંતર્ભાવ થઈ જાય છે અથવા સંગ્રહ અને વ્યવહાર નયનો નૈગમ નયમાં અંતર્ભાવ થઈ જાય છે. નૈગમ નય ચારે નિક્ષેપને ઈચ્છે છે તો સંગ્રહ અને વ્યવહાર પણ તેનાથી અભિન્ન હોઈ ચારે નિક્ષેપને ઈચ્છે છે તો સંગ્રહ અને વ્યવહાર પણ તેનાથી અભિન્ન હોઈ ચારે નિક્ષેપને ઈચ્છે છે એમ સુતરાં સિદ્ધ થાય છે. વિશેષ એટલો છે કે સંગ્રહ નય સ્થાપના સામાન્ય ને ઈચ્છે છે અને વ્યવહાર નય સ્થાપના વિશેષને ઈચ્છે છે. ઋજુસૂત્ર નય પણ ચારે નિક્ષેપને ઈચ્છે છે, કારણ કે ઋજુસૂત્ર નય પણ વર્તમાન શ્રણસ્થાયી દ્રવ્યને માને જ છે નય “અનાકાર' એવા દ્રવ્યને ભાવતક માનીને ઈચ્છે તે નય ભાવના વિશેષ હેતભૂત “સાકર' એવી સ્થાપનાને કેમ ન માને ? એ જ રીતે જુસૂત્ર નય દ્રવ્યને માનનાર હોવાથી નામને પણ માને છે જ. વાચ્યાર્થશૂન્ય સંજ્ઞા માત્ર નામને પણ ભાવનું કારણ માની જે નય માને અને ઈચ્છે, તે નય ભાવના સવિશેષ કારણભૂત સ્થાપનાને ન માને એ બને જ કેમ ? અથવા જુસૂત્ર નય, ઈન્દ્રાદિકની સંજ્ઞારૂપ નામ ભાવઈન્દ્રમાં છે. તેથી જે નામને ઈચ્છતો હોય તો દ્રવ્ય અને સ્થાપના પણ ભાવઈન્દ્રમાં નામ કરતાં નજીકના હેતુ છે, માટે તેને સવિશેષપણે માનવા જોઈએ. શબ્દરૂપ નામ એ તો બાહ્યતર હેતુ છે, જ્યારે ઈન્દ્ર મૂર્તિ રૂપ દ્રવ્ય અને તેની વિશિષ્ટ આકૃતિરૂપ સ્થાપના, એ બંને ઈન્દ્રરૂપ પર્યાયની સાથે કથંચિત તાદાભ્ય સંબંધો રહેલા હોવાથી વધારે નજીકના હેત છે. શબ્દ રૂપ નામ અથવા નામરૂપ શબ્દ એ તો વાચ્ય-વાચકભાવ માત્રના સંબંધરૂપે જ રહેલ છે, છતાં તે ભાવનું કારણ બની શકે છે તો પછી સ્થાપના અને દ્રવ્ય તો તેનાથી સમીપતર હોવાથી તેથી પણ વિશેષ ભાવના હેતુરૂપ બને એમાં કશું જ આશ્ચર્ય નથી. અર્થાત્ નામ અને ભાવને માનનાર ઋજુસૂત્રનય સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપને ન સ્વીકારે એ ચાલી શકે તેમ નથી. પદદ્વાર જે વડે અર્થ જણાય તે ‘પદ' કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે. નામિક, નૈપાતિક, ઔપસર્ગિક, આખ્યાતિક અને મિશ્ર. જેમકે – “અશ્વ | ગૌ I’ આદિ નામિક પદો છે. “પર્વ ! હજુ ' ઇત્યાદિ નૈપાતિક પદો છે મા ! પર ' આદિ ઔપસર્ગિક પદો છે “અતિ | ઘાવતિ 'ઈત્યાદિ આખ્યાતિક પદો છે ને “સંયત | નિયત !' આદિ મિશ્ર પદો છે. “નમ: I' એ અહીં નૈપાતિક પદ છે. પદની આદિમાં તથા અંતમાં પડે તે નિપાત કહેવાય અને નિપાત' શબ્દને સ્વાર્થમાં “અ” પ્રત્યય આવવાથી નૈપાતિક બની જાય છે. પદાર્થદ્વાર પદાર્થ' એટલે પદનો અર્થ. “નમ: ” એ પદ પૂજા અર્થમાં છે તે પૂજા બે પ્રકારે છે. : દ્રવ્ય-સંકોચરૂપ અને ભાવ-સંકોચરૂપ. હાથ, પગ, મસ્તક વગેરેનો સંકોચ તે દ્રવ્ય-સંકોચ અને “અહંદાદિના ગુણોમાં વિશુદ્ધ મનનો પ્રવેશ' તે ભાવ-સંકોચ. દ્રવ્ય-સંકોચ અને ભાવ-સંકોચની ચતુર્ભાગી બને છે. (૧) દ્રવ્ય-સંકોચ હોય અને ભાવ-સંકોચ ન હોય. (૨) દ્રવ્ય-સંકોચ ન હોય અને ભાવ-સંકોચ હોય. (૩) દ્રવ્ય-સંકોચ હોય અને ભાવ-સંકોચ પણ હોય. તથા (૪) દ્રવ્ય અને ભાવ-ઉભય સંકોચ ન હોય. છેલ્લો ભંગ શૂન્ય છે. બીજો અને ત્રીજો ભંગ આદરણીય છે અને પ્રથમ ભંગ અનાદરણીય છે. દ્રવ્ય અને ભાવ-સંકોચમાં ભાવ સંકોચ એ જ પ્રધાન છે; કારણ કે તે જ એક એકાંતિક ફળને આપનારો છે. ભાવ-સંકોચ વિનાનો દ્રવ્ય-સંકોચ પાલકાદિની જેમ નિષ્ફળ છે. તથા દ્રવ્ય-સંકોચ વિનાનો ભાવ-સંકોચ અનુત્તર સુરાદિની જેમ ફળવાળો છે, તો પણ દ્રવ્ય-સંકોચયુક્ત ભાવ-સંકોચવાનને પ્રાયઃ જે વિશુદ્ધિ થાય છે તે વિશુદ્ધિ દ્રવ્ય-સંકોચરહિત કેવલ ભાવ-સંકોચવવાને થતી નથી. તેથી ઉભય સંકોચ એ જ ઇષ્ટ અને શ્રેષ્ઠ છે. તથા શાંખકુમારાદિની જેમ તત્કાળ ઈષ્ટસિદ્ધિને આપનાર થાય છે. તૈલોક્યદીપક મહામંત્રાધિરાજ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy