________________
ગુજરાતી સ્તોત્રો શ્રી નવકારમંત્રનો છંદ
દુહા વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર, નિશ્ચ શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર. ૧
અડસઠ અક્ષર અધિક ફલ, નવપદ નવે નિધાન, વિતરાગ સ્વયં મુખ વદે, પંચપરમેષ્ઠિ પ્રધાન. ૨ એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય, સંચિત સાગર સાતનાં, પાતિક દૂર પલાય. ૩ સકલમંત્રશિરમુકુટમણિ, સદ્ગુરુ ભાષિત સાર, સો ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીયે નવકાર. ૪
છંદ નવકારથકી શ્રીપાલ નરેસર, પામ્યો રાજ્ય પ્રસિદ્ધ, શમશાન વિષે શિવ નામ કુમારને, સોવન પુરસો સિદ્ધ; નવ લાખ જપતાં નરક નિવારે, પામે ભવનો પાર; સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. બાંધી વડશાખા શિક બેસી, હેઠળ કુંડ હતાશ, તસ્કરને મંત્ર સમર્મો શ્રાવક, ઊડ્યો તે આકાશ; વિધિ રીતે જપતાં વિષધરવિષ ટાળે, ઢાળે અમૃતધાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૨ બીજોરા કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ, જેણે નવકારે હત્યા ટાલી, પામ્યો યક્ષ પ્રતિબોધ; નવ લાખ જપતાં થાયે જિનવર, ઈસ્યો છે અધિકાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૩ પલ્લીપતિ શિખ્યો મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ, પરભવ તે રાજસિંહ પૃથિવીપતિ, પામ્યો પરિગલ રિદ્ધ; એ મંત્ર થકી અમરાપુર પોહોતો, ચારુદત્ત સુવિચાર, સો ભવિયાં ભ ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૪ સંન્યાસી કાશી તપ સાધંતો, પંચાગ્નિ પરજાલે, દીઠો શ્રી પાર્શ્વકુમારે પન્નગ, અધબલતો તે ટાલે;
SN ૪૭૦
આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org