________________
કે “જો તું મારું કહ્યું માને તો ઘરની દાસીની માફક લક્ષ્મી તને વશ થઈ જાય.” શિવ કહે છે કે ચોક્કસ હું તમારું કહ્યું કરીશ. તમારી કૃપાથી મારી નિર્ધનતા નાશ પામો.”
પછી પરિવ્રાજકના આદેશથી શિવ કોઈ એક સ્થાનેથી અક્ષત શબ લાવ્યો. કાળી ચૌદશની રાત્રિએ શિવ પાસેથી પુષ્પાદિક અન્ય સામગ્રી મંગાવીને ત્રિદંડી સ્વયં એક ભયાનક સ્મશાન ભૂમિ પર ગયો. ત્યાં એક દેદીપ્યમાન માંડલું બનાવ્યું. શબના હાથમાં એક તીક્ષ્ણ ધારવાળી તલવાર મૂકી. પછી શબ-મડદાના પગને તળીએ તેલ ઘસવાનો શિવને આદેશ કરી દુષ્ટબુદ્ધિવાળો ત્રિદંડી નિશ્ચલચિત્તે મંત્રનું સ્મરણ કરવા લાગ્યો.
આ બધાં કારસ્તાન ઉપરથી શિવ પણ સમજી ગયો કે પોતે આફતમાં છે. તે વિચાર કરે છે કે ભયંકર સ્મશાનભૂમિ, કાળી અંધારી રાત્રિ, ક્રૂર ત્રિદંડી અને ઉઘાડી તલવારે ઊભું રાખેલું આ શબ-આ બધું જોતાં લાગે છે કે મને મારી નાંખવાનો ત્રિદંડીનો આ સમારંભ છે.
બીજી વાત એ છે કે હવે અહીંથી નાસી છૂટવું પણ શક્ય નથી. કોઈ સહાય આપે એમ પણ નથી. હવે શું કરવું ?' આ ચિંતાથી તે ભયભીત થયેલો છે. તે જ વખતે પોતાના પિતાની હિતશિક્ષા તેને યાદ આવી. એકાગ્ર મને તે પંચપરમેષ્ઠિનમસ્કાર યાદ કરવા લાગ્યો.
બીજી બાજુથી ત્રિદંડીના તીવ્ર મંત્રથી શબ ઊભું થઈને ચાલવા લાગ્યું, પણ તુરત જ નીચે પડ્યું. ફરી સ્થિર ચિત્તે ત્રિદંડી મંત્ર ભણવા લાગ્યો. ફરીથી શબ ઊભું થયું અને ફરીથી નીચે પડ્યું. શંકાશીલ બનેલો ત્રિદંડી શિવને પૂછે છે કે “ભાઈ, તું કાંઈ મંત્રતંત્ર જાણે છે કે શું ?' શિવને ખબર નથી કે પોતાના નમસ્કારના પાઠથી ત્રિદંડીનો મંત્ર અને પરિશ્રમ નિષ્ફળ જાય છે. એટલે એ તો ભોળાભાવથી કહે છે કે હું કાંઈજ જાણતો નથી.” પુનઃ બન્ને જણ પોતપોતાના મંત્રો યાદ કરવા લાગ્યા.
| ત્રિદંડીએ મંત્રના બળથી શબને વૈતાલથી અધિષ્ઠિત કરેલું, પણ નમસ્કારના પ્રભાવથી શિવને કંઈજ નુકસાન થયું નહીં, બલ્ક જે દેવાધિષ્ઠિત શબથી ત્રિદંડીએ શિવને મારી નાખવાની યોજના ઘડી હતી તેનાથી તે પોતે જ મરાયો. શબના હાથમાં રહેલી તલવારથી તેનું જ મસ્તક કપાયું અને તેમાંથી સુવર્ણપુરુષ ઉત્પન્ન થયો.
તેના સર્વ અંગો સુવર્ણનાં હોય છે અને સુવર્ણપુરુષ મંત્રાધિષ્ઠિત હોવાથી તેનાં અંગોપાંગમાંથી જેટલું સુવર્ણ કાઢવામાં આવે તેટલું જ સુવર્ણ બીજે દિવસે ભરાઈ જાય. પુણ્યશાળી શિવને સુવર્ણપુરુષની પ્રાપ્તિ થઈ એટલે એને ભૂમિમાં ગુપ્ત રીતિએ રાખી, તેમાંથી પોતાની ઈચ્છાનુસાર સુવર્ણ મેળવી અલ્પકાળમાં તે મોટો શ્રીમંત થઈ ગયો. તેને હવે ખાત્રી થઈ ગઈ કે આ બધુંયે ધર્મનું ફળ છે. લક્ષ્મી તો વિનાશશાળી છે. આમ સમજી ખૂબ ખૂબ દાન દેવા લાગ્યો અને તેણે જ ચૈત્ય બંધાવ્યું છે. આ વૃત્તાંત સાંભળીને રાજસિંહકુમાર પોતાના મિત્રને કહે છે કે “ભાઈ જો તો ખરો, નમસ્કારનો કેવો પ્રભાવ છે કે એનાથી આ ભવમાં પણ તમામ આપત્તિ નાશ પામે છે !' શ્રીમતી
ત્યાંથી આગળ ચાલતાં રાજપુત્ર પોતનપુર નામના નગરે પહોંચ્યો. ત્યાં કોઈ શ્રીમંતને ઘેર મહોત્સવ ચાલી રહ્યો હતો. તે જોઈને કુમાર કોઈ પુરુષને ઉત્સવનું કારણ પૂછે છે. તે કહે છે કે
સાંભળો, આ વૃત્તાંત ઘણો જ અજાયબી ભરેલો છે. આ નગરમાં સુયત નામનો શ્રાવક વસે છે. તે શ્રાવકાચારમાં ઘણો જ નિપુણ છે. તેને શ્રીમતી નામની પુત્રી છે. ધર્મશાસ્ત્રના અભ્યાસથી તત્ત્વના મર્મને પામેલી તે કન્યા શુદ્ધ આચારને આચરનારી થઈ. તેના રૂપથી મોહિત થયેલા કોઈ મિથ્યાદષ્ટિ શ્રેષ્ઠિપુત્રે તેની માગણી કરી અને તેના પિતાને સમજવી ધામધૂમપૂર્વક તેને પરણ્યો અને પોતાને ઘેર લાવ્યો. N ૪૮૮
છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org