SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमत्सर्वज्ञवाणीजलनिधिमथनात्, शुद्धचिद्रूपरत्नः यस्मात् लब्धं मयाऽहो कथमपि विधिनाऽप्राप्तपूर्वं प्रियं च ॥१॥ ભાવાર્થ - “શ્રી સર્વજ્ઞ ભગવંતની વાણીરૂપી મહાસાગરનું મંથન કરવા વડે શુદ્ધ ચિતૂપરત્નને મેં મહાભાગ્યયોગે-મહા પ્રયત્ન પ્રાપ્ત કર્યું છે, કે જે કદી પૂર્વે પ્રાપ્ત થયું નથી અને જે આનંદથી ભરપૂર છે. તે પ્રાપ્ત કર્યા પછી હવે મારે બીજું કાંઈ પણ જાણવા યોગ્ય, જોવા યોગ્ય, શોધવા યોગ્ય, કરવા યોગ્ય, કહેવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય કે શ્રેયરૂપે ગ્રહણ કરવા યોગ્ય છે જ નહિ એ ખરેખર આશ્ચર્ય છે.” શ્રી સર્વજ્ઞભગવંતની વાણી જેનો મહિમા ગાય છે, જે વસ્તુ જાણવાયોગ્ય, દેખવાયોગ્ય, શોધવાયોગ્ય, કરવાયોગ્ય, બોલવાયોગ્ય, ધ્યાનવાયોગ્ય, સાંભળવાયોગ્ય, પામવાયોગ્ય, આદરવાયોગ્ય અને પ્રીતિ કરવા યોગ્ય છે, તે કેવળ શુદ્ધચિકૂપરત્ન જ છે. જ્ઞાનચેતનામાં સ્થિર થવાથી મળતું શ્રેય-પરમાનંદ જ છે, તેથી તેમાં જ સર્વ પ્રકારે પ્રયત્ન કરવા યોગ્ય છે. તેની પ્રાપ્તિથી જ કૃતકૃત્યતાનો અનુભવ કરવા યોગ્ય છે. આ શુદ્ધ ચિતૂપરત્ન એ જ શ્રી નમસ્કારમંત્રનું શેય અને ધ્યેય છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતો એ શુદ્ધ ચિતૂપરત્નને પ્રાપ્ત થયેલા છે, તેથી તેઓશ્રી વારંવાર નમનીય છે, પૂજનીય છે, સેવનીય છે, આદરણીય છે અને સર્વ પ્રકારે સન્માનનીય છે. શ્રી નમસ્કારમંત્રના સ્મરણવડ, જાપવડે, ધ્યાનવડે, શ્રી પંચપરમેષ્ઠિભગવંતોમાં રહેલ શુદ્ધચિકૂપરત્નનું જ સ્મરણ, જાપ અને ધ્યાન થાય છે. તે દ્વારા પોતાના શુદ્ધચિતૂપ આત્મરત્નમાં જ લીનતા થતી હોવાથી તેઓનું ધ્યાન પરમઆલંબનરૂપ છે. શ્રી નમસ્કારમંત્ર એ દ્વીપ છે, દીપ છે, ત્રાણ છે, શરણ છે, ગતિ છે અને પ્રતિષ્ઠાન છે. તે બધાનો અર્થ એક જ છે કે ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં શુદ્ધચિકૂપરત્ન એ જ દ્વીપ, દીપ, ત્રાણ, શરણ, ગતિ અને પરમ પ્રતિષ્ઠાન છે. તેમાં જ ત્રિકરણ યોગે લીન થવું એ પરમ પુરુષાર્થ છે. તેનાથી રાગાદિ ભાવોનું વિસર્જન થાય છે અને જ્ઞાનાદિ ભાવોનું સેવન થાય છે, તેમ જ સાંયોગિક ભાવથી પર બનીને અસાંયોગિક આત્મભાવોમાં સ્થિર થવાય છે. શુદ્ધચિકૂપઆત્મરત્ન એ જ એ એક ધ્યેય છે એવી શ્રદ્ધા સુદઢ બને છે. એ શ્રદ્ધાને સુદઢ બનાવવાનો પરમ ઉપાય શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર છે. તેથી શ્રુતકેવલિભગવંતો પણ અણીના સમયે એક તેનો જ આશ્રય લે છે. શુદ્ધચિપરત્નની પેટી છે. તેનો ભાર અલ્પ છે અને મૂલ્ય ઘણું છે, આથી તે રત્નપેટીને તેઓ સદા સાથે રાખે છે. તેથી અજ્ઞાન, દારિદ્રય અને મિથ્યાત્વમોહ સદાને માટે ચુરાઈ જાય છે. વળી દુઃખ-દૌભગ્ય આદિનો સ્પર્શ પણ થઈ શકતો નથી. દુઃખ-દૌર્ગત્યથી હણાયેલાઓને હંમેશા સુખ-સૌભાગ્યને આપનાર રત્નનો દાબડો તે શ્રી નમસ્કારમંત્ર છે. તેમાં સૌથી અધિક મૂલ્યવાન એવું શુદ્ધચિતૂપ રહેલું હોવાથી સમ્યજ્ઞાની અને સમ્યગ્દષ્ટિ જીવો તેને પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય માને છે. તે મળ્યા પછી દુઃખ-દૌર્બલ્ય હણાઈ ગયાનો પરમસંતોષ-પરમધૃતિનો અનુભવ થાય છે. સર્વજ્ઞવાણીના મંથનથી મળેલ શ્રી નમસ્કારમંત્રની શ્રદ્ધા પરમધૂતિને આપે છે તે ધૃતિ ધારણાને પ્રકટાવે છે, ધ્યાનને સ્થિર કરે છે અને ચિત્તસમાધિના પરમસુખનો અનુભવ કરાવે છે. IN ૨૮૦ ત્રિલોચદીપક મહામંત્રાધિરાજ N Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy