________________
છડિ નિજતન ધર્મ નઈ કાજે, ઉપસર્નાદિક આવે રે; સત્તાવીસ ગુણઈ કરી સો, સૂત્રાચાર નઈ ભાવે રે ૨૭ તે૦ ૪ જ્ઞાન દર્શન ચારિત્રતણાં જે, ત્રિકરણ યોગે આચાર રે; અંગઈ ધરે નિસ્પૃહતા સૂધી, એ સત્તાવીસ ગુણ સાર રે તે૦ ૫ અરિહંત ભક્તિ સદા ઉપદેશૈ, વાયગસૂરિના સહાઈ રે; મુનિ વિણ સર્વ ક્રિયા નવ સુઝે, તીર્થ સકલ સુખદાઈ રે તેo s પદ પંચમ એણી પરિધ્યાવંતા, પંચમગતિને સાધો રે; સુખકર શાસનના એ દાયક, જ્ઞાનવિમલ ગુણ વાધો રે તે૦ ૭ ઇતિ નવકાર નવપદાધિકારે પંચમસાધુપદ ગુણવર્ણન સમાપ્ત
શ્રી નવકારમંત્રની સઝાય સમર જીવ એક નવકાર નિજ તેજશું, અવર કાંઈ આળ-પંપાળ દાખે; વર્ણ અડસઠ નવકારનાં નવપદ, સંપદા આઠ અરિહંત ભાખે સમર૦ ૧ આદિ અક્ષર નવકારના સ્મરણથી, સાત સાગર ટળી જાય દૂરાં; એક પદ ઉચ્ચરે દુરિત દુઃખડાં હરે, સાગર આયુ પંચાસ પૂરાં. સમ૨૦ ૨ સર્વ પદ ઉચરતા પાંચસે સાગર, સહસ ચોપન નવકારવાલી; સ્નેહે મન સંવરી હર્ષભર હેજ ધરી, લાખ નવ જાપથી મુગતિ ટાલી. સમર૦ ૩ લાખ એક જાપ જન પુન્ય પૂરા જયે, પદવી પામે અરિહંત કેરી; અશોક વૃક્ષ તલે બાર પર્ષદ મલે, ગડગડે દુંદુભિ નાદ ભેરી. સમર૦ ૪ અષ્ટ વલી અષ્ટ સય અષ્ટ સહસાવલી, અષ્ટ લાખા જપે અષ્ટ કોડી; કીર્તિવિમલ કહે મુક્તિ લીલા લહે, આપણાં કર્મ આઠે વિછોડી સમર૦ ૫
શ્રી પરમેષ્ઠિમંત્ર નવકાર સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદપૂરવનો સાર; એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત ઉદાર... ૧ સુખમાં સમર દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત; જીવતાં સમરો મરતાં સમરો, સમરો સૌ સંગાત...સમ ૦ ૨ યોગી સમરે ભોગી સમરે, સમરે રાજા રંક; દેવો સમરે દાનવ સરે, સમરે સૌ નિશંક...સમ ૦ ૩ અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ દાતાર...સમ ૦ ૪
શ્રી પંચપરમેષ્ઠિનવકાર
૪૮૧ MN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org