________________
નમસ્કારનો બાલાવબોધ
[આ બાલાવબોધના કર્તા કોણ છે તે નિર્ણય થઈ શકતો નથી તોપણ એક સમર્થજ્ઞાની અને શ્રદ્ધાળુ આત્માની એ કૃતિ છે એમ તેને વાંચતાં જ સમજાઈ જાય છે. તેમાં વિ.સ. ૧૭૨૮ વર્ષે ચૈત્ર સુદ ૮ ભોમે ગણિ શ્રી તિલકવિજયવાચનાર્થે એમ અંતે લખેલું હોવાથી તેથી પણ પ્રાચીન છે એ નિઃશંક છે. રાધનપુર પાસેના સાંતલપુર ગામમાં પૂ. પં. શ્રી મુક્તિવિજય ગણિવરના ભંડારની હસ્તલિખિતપ્રતનો આ ઉતારો છે.
॥ શ્રી સંઘેશ્વરપાર્શ્વનાથાય નમઃ |
નમસ્કારના અર્થની ભાવના યાને
નમસ્કારના જપની સાથે તેના અર્થની ભાવના કરવામાં આવે તો તે જપ શીઘ્ર ફળદાયી થાય છે, આરાધકોને પરમેષ્ઠિનમસ્કારના અર્થની શાસ્ત્રોક્તભાવના કરવા માટે આ બાલાવબોધ ઘણો ઉપયોગી નીવડે તેવો છે. તેમાં વર્ણવેલી વસ્તુ વિશુધ્ધિ ગુરુપરંપરાથી પ્રાપ્ત છે અને આજ સુધી અવિચ્છિન્ન પ્રવાહથી ચાલી આવેલી સંઘમાન્ય છે. ભાષા પ્રસાદિક છે, વાંચતાં જ આહ્લાદ ઉત્પન્ન કરે તેવી છે. નવે પદોનો શાસ્ત્રોક્ત અર્થ જાણવાનું પ્રમાણભૂત સાધન હોવાથી અહીં તેને અક્ષરશઃ મૂળભાષામાં જ લીધી છે.]
'નમો અરિહંતા’‘મારો નમસ્કાર શ્રી અરિહંતને હો !' જે શ્રી અરિહંતભગવંતો ૩૪ અતિશયસહિત, ૩૫ વચનાતિશયપરિકલિત, ૧૮ દોષઅદૂષિત-(તે ૧૮ દોષો અનુક્રમે ૫-અંતરાય હાસ્યાદિ ષટ્, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ), અષ્ટમહાપ્રાતિહાર્યસહિત, (તે પ્રાતિહાર્યો-૧. બાર ગુણું ઊંચું અશોક વૃક્ષ. ૨. કુસુમની વૃષ્ટિ, ૩. પરમેશ્વરની વાણી યોજન લગી ગુહરી ગાજે, ૪. ૨૪ જોડા ચામરો ઢળે, ૫. ચાર સુવર્ણમય સિંહાસન. ૬. પૂર્વ વિભાગે ૧૨ આદિત્ય થકી અધિક તેજે કરી ભામંડળ ઝળહળે, ૭. મસ્તક ઉપર (આકાશમાં) દેવદુંદુભિ વાજે અને ૮. ઉપરા ઉપર ત્રણ ત્રણ છત્ર એવંકારે ચાર દિશામાં ૧૨ છત્ર ધરાવે, એ આઠ પ્રાતિહાર્યો યુક્ત) ત્રણ ગઢ, તેમાં પહેલો ગઢ રત્નમય અને મણિમય કોશીસાં, બીજો ગઢ સુવર્ણમય અને રત્નમય કાંગરા, ત્રીજો ગઢ ૨જતમય અને સુવર્ણમય કોશીસાં હોય, સુવર્ણમય ભૂપીઠ બાંધીયું, ઉંધેબીટ પંચવર્ણી ફુલના પગર.
બાર પર્ષદા પુરાય તે કેવી ? સાધુ, વૈમાનિકદેવી અને સાધ્વી એ ત્રણ પર્ષદા આગ્નેયખૂણે રહે, જ્યોતિષ, ભવનપતિ, વ્યંતર-એ ત્રણેની દેવીઓ નૈૠત્યખૂણે રહે, જ્યોતિષી, ભવનપતિ અને વ્યન્તર-એ ત્રણે દેવો વાયવ્યખૂણે રહે, તથા વૈમાનિકદેવો, પુરુષો અને મનુષ્યની સ્ત્રીઓ - એ ત્રણ ઈશાનખૂણે રહે. એ રીતે બાર પર્ષદા પુરાય. ૮૦૦૦૦ પાવડીયાં ચિહું પાસે ત્રણત્રણ પોળે, એ પ્રમાણે ૧૨ પોળ, અપૂર્વતોરણ, કળાકૃતસમવસરણમાંહી ત્રિભુવનલક્ષ્મીસહિત, અંતરંગવૈરીરહિત, વિશ્વાધીશ, પરમજગદીશ સુવર્ણમયી કમળે બેઠા, સમસ્ત જીવરાશિ દીઠા, યોજનગામિની વાણી, સર્વભાષાનુસારિણી, અનંતદુઃખનિવારિણી, સકલસૌખ્યકારિણી, ઈસ્વી વાણીએ ચિહું મુખે ચિહું પ્રકારે પરમેશ્વર ધર્મોપદેશ દેતા, કેવળજ્ઞાન ધરતા. ચૌદ રાજલોકના મસ્તક ઉ૫૨ ૪૫ લાખ યોજન પ્રમાણ મુક્તિશિલા તીહાં પહુંતા, અનંતબલ અનંતગુણ, અનંતજ્ઞાન, પુરુષમાંહી ઉત્તમોત્તમ એવા જિનનું જે નામ તેને નામઅરિહંત કહીએ, જે ત્રિભુવનમાંહી શ્રી વીતરાગની મૂર્તિ તેને સ્થાપનાઅરિહંત કહીએ, જે શ્રી શ્રેણિકાદિ મહાપુરુષો (ભાવિ) તીર્થંકરપદવી યોગ્ય જીવ તે દ્રવ્યઅરિહંત કહીએ,
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org