________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
શ્રી કુમારપાળચરિત્ર. શત્રુને સંહાર કરી પિતાની રાજ્ય લક્ષ્મી સ્વાધીન કરું. અભય. કર રાજાએ તરતજ તેનું વચન માન્ય કર્યું અને તેના ઉતારા માટે અધિકારીને આજ્ઞા કરી એટલે તે ત્યાંથી વિદાય થયે. પછી સુમતિ નામે તેના મંત્રીએ રાજાને પ્રાર્થના પૂર્વક કહ્યું કે હે દેવ? આપની ઉદારતા તે સીમા વિનાની દેખાય છે, કારણકે બળ માત્રની ઈચ્છાવાળા આ રાજાને ખદ્ગસિદ્ધિ આપવા માટે આપે કબુલ કર્યું. કેઈપણ બુદ્ધિમાન પુરૂષ એ ન હોય કે માત્ર એક રાત્રી રહેવાની ઈચ્છાવાળાને ઘરનું દાન કરે, અથવા ફળમાગનારને બગિચે અર્પણ કરે અને દુધ માગનારને ગાયનું દાન કરે ??? વિશ્વને જય કરનારી આવી ખવિદ્યાને ક્ષણ માત્રમાં કોણ આપે? કારણકે સ્વર્ણસિદ્ધિની માફક સદ્વિદ્યા તે સજજનોને પણ દુર્લભ છે. તે સાંભળી અભયંકર રાજા બલ્ય, મંત્રિન? હારૂં કહેવું સત્ય છે, પરંતુ તેણે તે જ વિદ્યા મ્હારી પાસેથી માગી છે, હવે હારે શું કરવું ? વિદ્યા પણ સત્પાત્રને આપવામાં આવે છે તે સ્થિર થાય છે અને તે પોતાની પાસે રહેવાથી ટકી શકતી નથી. દષ્ટાંત તરીકે શંકરને અર્પણ કરેલી ચંદ્રની કળા હંમેશાં સ્થિર હોય છે અને તેની પાસમાં રહેલી કલાઓમાં વારંવાર અસ્થિરતા ખુલી રીતે દેખવામાં આવે છે. વળી બહુ કલેશથી મેળવેલી કલા અને લક્ષ્મી બંને પણ જે લાંબા વખત બીજાઓને ઉપયોગમાં ન આવે તે તે વૃથા છે. એમ સુમતિ મંત્રીને સારી રીતે સમજાવ્યા બાદ રાજાએ બલ-સન્ય સહિત ખસિદ્ધિ આપી નૃસિંહરાજાને શત્રુ તરફ લડાઈ માટે મોકલ્યા. નૃસિંહરાજાએ પણ વિદ્યાના બળથી બહુ શૂરવીર બની ઘનવાહન રાજાને જીતી વિના પ્રયાસે શત્રુના રાજ્ય સાથે પોતાનું રાજ્ય લઈ લીધું. પછી નૃસિંહ રાજા ફરીથી નિકંટક રાજય સુખ ભોગવવા લાગ્યો. “ જળમાં રહેલી ઉષ્ણતાની માફક સજજનની દુર્દશા ક્ષણ માત્ર હેય છે.”
For Private And Personal Use Only