________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૬ )
શ્રીકુમારપાળચરિત્ર. સમસ્ત જગતની બુદ્ધિ જેના હૃદયમાં રહી હતી; વૃષભને વિષે જેમ તે મંત્રીપર રાજ્યભાર સ્થાપન કરી શૂરાંગદરાજા વિરમતી રાણુ સાથે ચંદ્ર રોહિણી સાથે જેમ ક્રીડા કરતો હતે. એમ કેટલેક સમય વ્યતીત થતાં વીરમતી સગર્ભા થઈ, સમય પૂર્ણ થવાથી તેણુએ આરણ્યક દાવાનલ સમાન તેજસ્વી પુત્ર, રત્નાખની (ખાણ) રત્નને જેમ પ્રગટ કર્યો. બાદ શૂરાંગરાજાએ પિતાની યેગ્યતા પ્રમાણે જન્મમહોત્સવ કરાવે. ગુણ પ્રમાણે ઉત્કૃષ્ટ વીરાંગદ એવું તેનું નામ પાડયું. હવે તેજ અરસામાં અતિસાર મંત્રીને પણ એક પુત્ર થયે, બહુ આનંદપૂર્વક સુમિત્ર તેનું નામ પાડયું. વિરાંગદ અને સુમિત્ર એ બંને સમાન વયના, અધિક
ઓજસ્વી તેમજ સૂર્ય અને ચંદ્ર સમાન કુલના વીરાંગદઅને ઉદ્યોત કરનાર થયા. સ્વચ્છતા અને સરલપણાને સુમિત્ર. ધારણ કરતા, દીર્ઘ દષ્ટિવાળા તે બંનેની બા
ત્યાવસ્થાથી આરંભી દર્શન, સ્પંદન, નિદ્રા અને જાગરણાદિકમાં નેત્રની જેમ ઘાઢપ્રીતિ જામી. વળી “નૃપ અને મંત્રી પુત્રની જેવી પ્રીતિ હતી તેવી ચંદ્ર અને કુમુદની, મયૂર અને મેઘની, સૂર્ય અને કમલની તેમજ એક હૃદયવાળા મિત્રોની પણ નથી દેખાતી. ” દરેક માર્ગમાં કુશલ એવી બુદ્ધિવડે તે બંને જણાએ સર્વ કલાઓના પારગામી થયા, જેથી તેઓએ કલાવિદ પુરૂષને સર્વ ગર્વ લીલાવડે હરી લીધો. સવે યુવતીઓના જીવનભૂત વનને પામી અશ્વનીકુમારની પણ રૂપશ્રીને હરણું કરતા તે બંને જણ અતિશય દીપવા લાગ્યા. “વનને પ્રાપ્ત થયેલા રાજકુમારનું વક્ષસ્થલ બુદ્ધિ સાથે વિશાલ હતું, મધ્ય ( કટી) ભાગ શત્રુઓની લક્ષમી સાથે કૃશ હતા, ઉદયની સાથે શરીર બહુ પુષ્ટ હતું, કાંતિની સાથે ડાઢી મુચ્છ પ્રગટ થઈ હતી,
For Private And Personal Use Only