________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૦)
શ્રી કુમારપાળચરિત્ર. ત્યાર બાદ તે ઉદ્યાનની શોભા જેતે હતું તેવામાં ત્યાં એક જ એ પાંખ વિનાના પક્ષીની માફક ઊડત અને નીચે પડતો કોઈ ઉત્તમપુરૂષ તેના જેવામાં આવ્યું. ત્યારે તેણે પૂછ્યું, મિત્ર? તું ઉચે જઈને નીચે કેમ પડે છે તે સાંભળી અનુપમ વાણું વડે પુરૂષ બેલ્યો કે, વિશાલ પદાર્થોથી વિભૂષિત વૈતાઢય નામે અહીં પર્વત છે. તેમાં ઉત્કૃષ્ટ સમૃદ્ધિમય મંદિર વડે સુશોભિત માણામંદિર નામે નગર છે. તેની અંદર ઈંદ્રસમાન પરાક્રમી પવનવેગ નામે રાજા છે. વિશાલ કાંતિવડે ઈંદ્રાણસમાન જયા નામે તેની સ્ત્રી છે. નીલકંઠ નામે હું તેમનો પુત્ર છું. વિદ્યાસિદ્ધ હોવાથી હું બહુ ઉત્કંઠાવડે તીર્થયાત્રા માટે આકાશમાર્ગે ગયે હતો. તીર્થ વંદન કરી હું પાછો વળ્યો. પોતાના નગર પ્રત્યે જતે હતો તેવામાં અહીં આ સુંદર બગીચો જોઈ તેમાં રમવા માટે હું ઉતર્યો. અહીંયાં કીડા કરી પોતાના નગરમાં જવા માટે મહે આકાશ ગામિની વિદ્યાનું સ્મરણ કર્યું. પરંતુ પ્રમાદીની માફક તેનું એકપદ અકસ્માત્ હું ભૂલી ગયો છું, તેથી હેમિત્ર? આવા કચ્છમાં હું આવી પડયો છું. પક્ષીઓને પાંખો જેમ વિદ્યાધરને વિદ્યા એ જ મુખ્ય સાધન છે. તે વૃત્તાંત સાંભળી તેના દુઃખથી પીડાએલાની માફક વિક્રમ બેલ્ય. મિત્ર? જે હારી આગળ કહેવા ગ્ય હોય તે પિતાની વિદ્યા તું બેલી જા. હારી આગળ કંઇપણ ગુપ્ત રાખવાનું છે જ નહીં એમ કહી નીલકંઠ પોતાની 'વિદ્યા બાલી ગયે. પદાનુસારી બુદ્ધિ-એક પદ સાંભળવાથી બાકીનાં પદ પૂર્ણ કરવાની બુદ્ધિવડે વિક્રમે વિસ્મૃત થયેલું પદ પૂર્ણ કર્યું. પછી સંપૂર્ણ વિદ્યાવાન થઈ નીલકંઠ સુંદર વચનથી બો, વિક્રમ? આ હારી બુદ્ધિ કોઈ નવીન પ્રકારની છે. અજ્ઞાત વિદ્યાનું પણ જે સ્મરણ કરે છે ? અથવા જલ, આકાશ, દિશાઓ અને સમગ્ર વિશ્વને અવકનાર સત્મજ્ઞાની સીમા હોતી નથી. વળી હે મિત્ર? હું હારે પ્રથમ ઉપકાર કર્યો છે તે તેને બે
For Private And Personal Use Only