________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૬૭) તમને કોઈથી પણ શું તે કેઈ ઉપદ્રવ આવી પડ્યો છે? કિવા ન્યાચન ભંગ થયો છે જેથી તમે સાયંકાળના પત્રની માફક કાંતિહીન થઈ ગયા છે. એ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી હૃદયમાં આનંદ માનતા મહાજનલેકેએ રાજાને વિનતિકરી કહ્યું કે, આપના રાજ્યમાં જે ઉપદ્રવ હોય તો સમુદ્રમાં ધૂળ કેમ ન હોય? તેમજ અમે કોઈ દિવસ સ્વમમાં પણ જેને અનુભવ કર્યો નથી તે અન્યાય તો હોયજ કયાંથી ? વળી હે સ્વામિન? કદાચિત સૂર્યમંડળમાં અંધકારને સંભવ હોઈ શકે પરંતુ આપના ઉદયમાં કંઈ પણ અઘટતું બને નહીં. કિંતુ વૈભવમાં ઇંદ્રસમાન કુબેરશ્રેષ્ઠી દેશાંતરથી સમુદ્રમા અહીં આવતા હતા. તેવામાં તેના દુર્ભાગ્યને લીધે હાણ ભાગી ગયું. જેથી તે મરી ગયે, નિપુત્ર હોવાથી તેનો પરિવાર બહુ આકંદ કરે છે, તે તેનું ધન આપ સ્વાધીન કરાવો. જેથી અમે તેની áદૈહિક-અગ્નિદાહાદિક ક્રિયા કરીએ. એનું ધન કેટલું છે? એમ રાજાના પૂછવાથી તેઓએ કહ્યું કે; ધન બહુ પુષ્કળ છે. બાદ કૌતુકને લીધે શ્રીમાન કુમારપાળભૂપાલ તેમની સાથે તેના ઘેર ગયે. ત્યાં શોકાતુર થયેલું કુબેરનું કુટુંબ જોઈ વૈરાગ્યનાં વચનો વડે રાજાએ બંધ કર્યો કે, શ્વાસ એ મનુબેનું જીવન છે, તે શ્વાસ વાયુસ્વભાવ હોવાથી બહુ ચંચળ છે. તે પણ નિરંતર નિર્ગમન અને પ્રવેશ કરતા જ રહે છે. હવે તે શ્વાસ જ્યારે દૈવયોગે નિકળીને ફરીથી પાછો પ્રવેશ કરતા નથી ત્યારે જ પ્રાણુઓનું મૃત્યુ થાય છે. તે મૃત્યુ કયાં દૂર રહેલું છે? નવ દ્વારથી રચેલા આ શરીરમાં સારી રીતે ચાલતે પણ શ્વાસવાયુ કેટલાક સમય સુધી રહે છે તે પણ શું આશ્ચર્ય નથી ? પવન પાકેલા પાંદડાને જેમ કોલેરા, વિષ, શૂળ, શસ્ત્ર, અગ્નિ અને જલાદિક ઉપદ્રવ ક્ષણ માત્રમાં જીવિતને હરણ કરે છે. અન્ય માગે ગયેલા મુસાફર પ્રાણુઓ જ્યારે ત્યારે પાછા આવે છે,
For Private And Personal Use Only