________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
શ્રી કુમારપાળચરિત્ર. રૈવતાચળમાં ગયા અને શુદ્ધ અનશનરૂપ નિસરણીવડે દેવલોકમાં ગયા. હવે તે માંડલિક રાજાઓ પણ બહુ ઉતાવળથી પાટણ નગ૨માં ગયા અને વેરીની સંપત્તિ શ્રીમાન કુમારપાળરાજાને ભેટ કરી. પછી અતિ ચમત્કારજનક શ્રીયુત ઉદયનમંત્રીનું પરાક્રમ અને અવસાન-મરણ એ બંને એક સાથે તેમણે નિવેદન કર્યા, શ્રોત્રકાનને કચ-કરવત સમાન તે વચન સાંભળી શ્રી કુમારપાળ રાજા મુખમાંથી તાંબૂલ ફેંકી દઈ પિતાના બંધુની માફક પશ્ચાત્તાપ કરવા લાગે. વાગભટ આદિક મંત્રીપુત્રે પણ તે વૃત્તાંત જાણું વજાગ્નિથી બન્યા હોય તેમ ગાઢ દુ:ખમાં પડ્યા. રાજા તેના મહેલમાં ગયા અને તેના પરિવારને આદરપૂર્વક તેણે બહુ આશ્વાસન આપ્યું. પછી તેણે મહામાત્યના સ્થાનમાં વાલ્મટને સ્થાપન કર્યો. માંડલિક રાજાઓ વાગભટ અને આમ્રભટની પાસે આવ્યા
અને તેમણે શ્રી ઉદયનમંત્રીએ કરેલી તીર્થોદ્ધારની તીર્થોદ્ધાર. પ્રતિજ્ઞા બંને ભાઈઓની સમક્ષમાં નિવેદન કરી
કહ્યું કે, જે તમે પિતૃભક્તિમાં ધર્મતત્ત્વ જાણતા છે તે તેમના અભિગ્રહ ધારણ કરી તીર્થનો ઉદ્ધાર કરે. જેઓ રૂણથી પિતાને મુક્ત કરે છે તે પુત્રજ સ્તુત્ય ગણાય છે, માટે તમે અંને જણ દેવરૂણથી પિતાને મુક્ત કરે. સવિતા-પિતા=સૂર્ય અસ્ત થયે છતે કંઈ પણ તેના સ્થાનનો ઉદ્ધાર કરતા નથી તે પુત્ર શનિની માફક લોકોમાં નિંદ્ય ગણાય છે. સુધાસમાન તે વાણીને સાંભળી મંત્રીપુત્ર બહુ ખુશી થયા. અને એક એક તીર્થને ઉદ્ધાર કરવા માટે પિતાના નિયમો તેમણે ગ્રહણ કર્યા. પછી ઉદ્ધારને માટે વાગભટે રાજાને વિનતિ કરી. ભૂપતિએ કહ્યું, બુદ્ધિનિધાન ? સર્વ જનને હિતકર એવા આ કાર્યમાં મહેને પૂછવાનું હોય ખરૂં? શત્રુંજય તીર્થ છે, ત્રિજગત્ પ્રભુને
For Private And Personal Use Only